Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરમાં 40થી 50 લોકો સામસામે આવી ગયા:ઠાકર મંદિરની ગાદી માટે બે સાધુના જૂથ વચ્ચે બખેડો

    6 days ago

    ગઢકા ગામમાં આવેલા પ્રભુના પગલાંની જગ્યા નામના ઠાકર મંદિરમાં ગાદી બાબતે બે સાધુ વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો હતો. બંને સાધુઓના અનુયાયીઓ સહિત 40થી 50 લોકો સામસામે આવી જતાં જાહેરમાં ગાળાગાળી અને ઉગ્ર બોલાચાલી સાથે બખેડો થયો હતો. આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે રામદાસ ગુરુ રામચરણદાસ, હનુમાનદાસ ગુરુ દ્વારકાદાસ અને ગઢકા ગામના આશરે 40થી 50 માણસોના નામ આપ્યા હતા. ફરિયાદ મુજબ, શનિવારે સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં 9.31 વાગ્યે જાણ થઈ હતી કે, ગઢકા ગામના ઠાકર મંદિરમાં કેટલાક લોકો જાહેરમાં ગાળાગાળી કરી ઝઘડો કરી રહ્યા છે. પોલીસ સ્થળે પહોંચી ત્યારે રામદાસ ગુરુ રામચરણદાસ, જે ગઢકા ગામે પ્રભુના પગલાંની જગ્યામાં રહે છે અને હનુમાનદાસ ગુરુ દ્વારકાદાસ, જે જૂના રાજપીપળા રામજી મંદિર ખાતે રહે છે, બંને વચ્ચે મંદિરની ગાદી બાબતે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી બીજી PCR બોલાવવામાં આવી હતી. સરધાર ઓપીના પોલીસ સ્ટાફની મદદથી ગાળાગાળી અને ઝઘડો કરતા લોકોને વિખેરી નાખવામાં આવ્યા હતા. બનાવમાં બંને સાધુઓ ઉપરાંત ગઢકા ગામના આશરે 40થી 50 લોકો સામે જાહેરમાં સુલેહ-શાંતિનો ભંગ થાય તે રીતે બખેડો કરવા બદલ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા મંદિરમાં ₹5 લાખની નોટોથી બનાવ્યા હિંડોળા:શ્રાવણ માસ નિમિત્તે સ્વામિનારાયણ મંદિરમાં વિશેષ આયોજન, કરો દર્શન
    Next Article
    Bhavnagar Hooch Tragedy Update | દારૂકાંડમાં વધુ એક યુવાનનું મોત થતા મૃત્યુઆંક 13 થયો| News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment