Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં લાખોની નકલી નોટો સાથે બે શખસ ઝડપાયા:ઊંઝાના વેપારીને 40 લાખ પધરાવ્યા બાદ પોલીસની ટ્રેપ, દિલ્હીના શખસે નોટો આપી હતી; 5 હજારનું કમિશન લેતા

    1 day ago

    અમદાવાદના ઘાટલોડિયા પોલીસે લાખોની નકલી નોટો સાથે બે આરોપીને ઝડપ્યા છે. નાગપુરથી આંગડિયામાં પૈસા મંગાવનાર વેપારીને અગાઉ 40 લાખની નકલી નોટો આપી હતી. વેપારી સાથે ઠગાઈ બાદ વેપારીએ પોલીસ સાથે મળી ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપમાં અમદાવાદમાં આંગડિયાના પૈસા મંગાવવામાં આવ્યા હતા. પૈસા લઈને આવનાર બે આરોપી નકલી નોટો સાથે ઝડપાયા છે. આરોપીઓ 5 હજારના કમિશન માટે નકલી નોટો આપતા હતા. આ કેસમાં અન્ય 3 આરોપીની પણ સંડોવણી સામે આવી છે. ત્યારે ઘાટલોડિયા પોલીસે પાંચ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઊંઝાના વેપારીને પહેલા 40 લાખની નકલી નોટ પધરાવી હતી ઊંઝાના બી.બી. ટ્રેડર્સના વેપારી રોહિતકુમાર પટેલ કે જેઓ જીરું અને વરિયાળીનો વેપાર કરે છે. નાગપુરથી વેપારના ₹ 40 લાખ મંગાવવા માટે તેમણે ઓનલાઈન આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. 17 નવેમ્બરે બે શખસ બેંકની પટ્ટી મારેલા નોટોના બંડલ ભરેલો થેલો લઈને ઊંઝા પહોંચ્યા હતા. બંડલની બહાર બેંકની પટ્ટી હોવાથી વેપારીને ચલણ અસલી હોવાની ખાતરી થઈ હતી. બીજી તરફ નાગપુર ખાતે ₹40 લાખનું પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું હતું. પરંતુ થેલો ખોલતાં જ આખો ખેલ સામે આવ્યો હતો. અંદર એકપણ અસલી નોટ નહોતી. તમામ બંડલમાં 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા' લખેલી નકલી નોટો હતી. વેપારી સાથે ₹ 40 લાખની છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો. વેપારીએ ફરીથી પિતાના નામે પેમેન્ટ મોકલવાનું નાટક રચ્યું ઠગાઈ કર્યાં બાદ આરોપીઓ ફરી આવી જ રીતે પેમેન્ટ લેવા આવશે કે કેમ તે તપાસનો મુખ્ય મુદ્દો હતો. ત્યારે ફરી નાગપુરથી અમદાવાદમાં ફરિયાદીના પિતા નરેન્દ્રભાઈ પટેલને પેમેન્ટ મોકલવાનું નાટક રચવામાં આવ્યું હતું. આ વખતે ગેંગને લાગ્યું કે અગાઉની જેમ જ બંડલ પહોંચાડી કમિશન મેળવી શકાશે. 19 નવેમ્બરે બપોરે આરોપીઓએ વોટ્સએપ કોલ કરી પેમેન્ટ લઈ આવી ગયા હોવાની જાણ કરી હતી. આ ફોન જ પોલીસ માટે આરોપીઓ સુધી પહોંચવાની કડી બન્યો હતો. આરોપીઓ અમદાવાદ પહોંચતા પોલીસે દબોચી લીધા ફરિયાદીએ તરત જ ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી. PSI એચ.ડી. જોષી અને તેમની ટીમે સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસે ત્રણ રસ્તા પર છટકું ગોઠવ્યું હતું. આરોપીઓ નોટોના બંડલ બતાવવા પહોંચ્યા ત્યારે પોલીસે તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. આમ, બીજી વખત એ જ ખેલ પાડવા આવેલા બંને શખસ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 5 હજારના કમિશન માટે ઠગાઈ કરનાર પોલીસે પકડેલા આરોપીની ઓળખ દિલ્હીના 23 વર્ષીય રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર અને રાજસ્થાનના બિકાનેરના 30 વર્ષીય માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા તરીકે થઈ. 5-5 હજાર કમિશન અપાતું, મુખ્ય સૂત્રધાર અન્ય શખસો આરોપીની પૂછપરછમાં ગેંગની કડીઓ એક પછી એક ખુલવા લાગી હતી. નોઈડામાં રહેતા ભાઈ ગજાનંદ શર્માએ 'ધનરાજ' નામના શખસ સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ ધનરાજના કહેવાથી દિલ્હીના ખીચડીપુર સ્ટેશન પાસે 'વરુણ' નામના શખસે બંને આરોપીને નકલી નોટોના બંડલ આપ્યા હતા. આ બંડલ અમદાવાદ પહોંચાડવા બદલ બંનેને ₹ 5-5 હજાર કમિશન અને રેલવે ભાડું આપવાની લાલચ આપવામાં આવી હતી. એટલે કે, નકલી નોટો તૈયાર કરનારા કે સમગ્ર ખેલના સૂત્રધારો પાછળ રહીને અન્ય લોકોને બંડલ પહોંચાડવાની જવાબદારી સોંપતા હોવાની વિગતો સામે આવી છે. ₹500ના બંડલમાં 98 નોટ નકલી હતી પોલીસે કબજે કરેલા 17 બંડલ ખોલીને તપાસ કરતાં દરેકમાં 98 નોટ લેખે 1,666 નોટો મળી આવી હતી. જે તમામ નોટો ₹ 500ના દરની નકલી હતી. આ નોટોની અસલી ચલણ મુજબ કિંમત ₹ 8.33 લાખ થાય છે. બંડલની બહાર પીળા કાગળ પર ICICI બેંકનાં ખોટાં લેબલ અને સિક્કા મારવામાં આવ્યા હતા. જ્યારે અંદરની નોટો પર હિન્દીમાં 'ભારતીય મનોરંજન બેંક - પાંચ સો કુપન' લખેલું હતું. બહારથી અસલી બેંકના બંડલ જેવો દેખાવ ઊભો કરીને અંદર નકલી નોટો પધરાવવાની આ રીતથી ગેંગ વેપારીઓને નિશાન બનાવતી હતી. ઘાટલોડિયા પોલીસે બંને આરોપીઓ ઉપરાંત નોઈડાના ગજાનંદ શર્મા, ધનરાજ અને વરુણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે આ ગેંગે અગાઉ પણ કેટલા વેપારીઓને આ જ રીતે છેતર્યાં છે અને નકલી નોટોના બંડલ પાછળ હજુ કેટલા લોકો સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર એસટી-બાઇક વચ્ચે અકસ્માત, 4ના મોત:બસ ખાળિયામાં ઉતરી જતા ડ્રાઇવરનું મોત, 3 લોકો ગંભીર ઘાયલ
    Next Article
    UN’s top court finds Myanmar responsible for genocide against the Rohingya

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment