Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી આંગડિયા પેઢી, રૂપિયાના બંડલમાં માત્ર કાગળ પહોંચ્યા:સુરતના સસરાએ બેંગ્લોર 40 લાખ મોકલ્યા ને જમાઈને મળ્યા કાગળના બંડલ, 5ની ધરપકડ; માસ્ટર માઈન્ડ વોન્ટેડ

    13 hours ago

    સુરતમાં આંગડિયા પેઢીના કર્મચારી તરીકે ઓળખ આપી વેપારીઓને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા પડાવતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો મહિધરપુરા પોલીસે પર્દાફાશ કર્યો છે. લસકાણાના એક માર્બલ વેપારીના બેંગ્લોર રહેતા જમાઈને 40 લાખ પહોંચાડવાના બહાને આ ઠગ ટોળકીએ અસલી નોટોની વચ્ચે કાગળની થપ્પીઓ પધરાવી દીધી હતી. બેંગ્લોરમાં નાણાં મળી ગયા હોવાના ભ્રમમાં સુરતમાં વેપારી પાસેથી 40 લાખની રોકડ પડાવી લેવામાં આવી હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં ઓપરેશન પાર પાડીને પાંચ આરોપીઓને દબોચી લીધા છે અને તેમની પાસેથી ₹35 લાખ રોકડા તેમજ બેંક એકાઉન્ટના ₹5 લાખ ફ્રીઝ કરાવ્યા છે. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર મનોજ બિશ્નોઈ હજુ પોલીસ પકડથી દૂર છે. આંગડિયા પેઢીની મદદથી સુરતથી બેંગ્લોર 40 લાખ મોકલ્યા હતા મળતી માહિતી પ્રમાણે, અડાજણ વિસ્તારમાં ઉપવન રો-હાઉસમાં રહેતા અને લસકાણા બસ સ્ટેશન પાસે 'સનરાઈઝ ગ્રેનાઈટ' નામે માર્બલનો વેપાર કરતા મહેન્દ્રભાઈ બાબુલાલ શાહના જમાઈ રાહુલ જૈન (રહે. બેંગ્લોર) ગત મે મહિનામાં સુરત આવ્યા હતા. તેઓ અહીં પ્લોટ ખરીદવા માટે પોતાની સાથે 40 લાખની રોકડ લાવ્યા હતા. પરંતુ કોઈ કારણસર પ્લોટનો સોદો ન થતાં રાહુલભાઈ ઉતાવળમાં પરત બેંગ્લોર જતા રહ્યા હતા અને રોકડ સુરત જ રહી ગઈ હતી. આ નાણાં સુરતથી બેંગ્લોર સુરક્ષિત પહોંચાડવા માટે આંગડિયા પેઢીની મદદ લેવાનું નક્કી થયું હતું. 10ની નોટનો નંબર બતાવી ગેમ ગોઠવી, દર લાખે 10 હજાર કમિશન માંગ્યું વેપારી મહેન્દ્રભાઈએ આંગડિયા પેઢીની પૂછપરછ માટે તેમના મિત્ર અને સેજલ જવેલર્સના માલિક કમલેશભાઈનો સંપર્ક કર્યો હતો. કમલેશભાઈએ જણાવ્યું કે, ભાવેશ આંગડિયા પેઢીના નામે ક્ષેત્રપાલ નામનો એક વ્યક્તિ તેમને વારંવાર ફોન કરે છે. વેપારીએ ક્ષેત્રપાલનો સંપર્ક કરતાં તેણે બેંગ્લોર નાણાં પહોંચાડવાની ખાતરી આપી હતી. ઠગોએ વિશ્વાસ જીતવા માટે શરત રાખી હતી કે, બેંગ્લોરમાં નાણાં મળી જાય પછી જ સુરતમાં પેમેન્ટ આપવાનું રહેશે. પરંતુ આ કામ માટે દર એક લાખ રૂપિયા પર 10,000નું ઊંચું કમિશન માંગવામાં આવ્યું હતું. ત્યારબાદ વોટ્સએપ પર 10ની એક નોટનો ફોટો મોકલાયો હતો, જે નોટ બેંગ્લોરમાં બતાવીને નાણાં મેળવવાની ડીલ થઈ હતી. જાહેરમાં નોટો ગણશો તો જોખમ રહેશે કહીને ઠગ ભાગી ગયા 19મી તારીખે બપોરે ચાર વાગ્યે બેંગ્લોરના ચીકપેટ રોડ પર મેટ્રો પ્લાઝા પાસે રાહુલ જૈનને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અજાણ્યા શખ્સોએ 5-5 લાખના એવા 8 બંડલ રાહુલને આપ્યા હતા. રાહુલે નોટો ગણવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગોએ ડરાવ્યા હતા કે, આ જાહેર રોડ છે, અહીં નોટો ગણશો તો લૂંટનું જોખમ રહેશે, ઘરે જઈને શાંતિથી ગણી લેજો. ઠગોના દબાણ અને ઉતાવળના કારણે રાહુલે નોટો ચેક કર્યા વિના જ સુરત ફોન કરીને કહી દીધું કે મને ₹40 લાખ મળી ગયા છે. જમાઈના ફોન પછી સુરતમાં અડધા કલાકમાં 40 લાખ ચૂકવાયા, પછી ભાંડો ફૂટ્યો બેંગ્લોરથી જમાઈનો ઓકે કોલ આવતા જ સુરતમાં મહેન્દ્રભાઈ શાહ, તેમના પત્ની અને કમલેશભાઈના બે કર્મચારીઓ મહિધરપુરા ગલેમંડી રોડ પર આવેલી વિધિ આંગડિયા પેઢી પાસે પહોંચ્યા હતા. ત્યાં ભાવેશ આંગડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર ક્ષેત્રપાલને 40 લાખ રોકડા સોંપી દીધા હતા. આ આખો ખેલ માત્ર અડધા કલાકમાં જ પતી ગયો હતો. પરંતુ ખરો આંચકો ત્યારે લાગ્યો જ્યારે બેંગ્લોર પહોંચેલા જમાઈ રાહુલે ઘરે જઈને બંડલ ખોલ્યા. બંડલમાં માત્ર ઉપર અને નીચે જ અસલી નોટો હતી, જ્યારે વચ્ચે માત્ર કાગળની થપ્પીઓ ગોઠવેલી હતી. છેતરાયા હોવાની વિગત સામે આવતા જ વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને આખરે ચોથા દિવસે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે 5 ઠગ દબોચ્યા, 35 લાખ રોકડા રિકવર મહિધરપુરા પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર બી.બી. કાતરીયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરીને આ ગુનામાં સંકળાયેલા બીકાનેરના ત્રણ આરોપીઓ ક્ષેત્રપાલ આદુરામ શર્મા, શિવશંકર હરિરામ ગોદારા અને સાંવરદાસ સત્યનારાયણદાસ સ્વામીની ધરપકડ કરી હતી. આ ત્રિપુટીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, બાકીની રકમ અંગે કડક પૂછપરછ કરાતા અન્ય બે સાગરીતો હરિકૃષ્ણ બજરંગલાલ શર્મા (રહે. કાળુવાસગામ, બિકાનેર) અને માણેકચંદ ભંવરલાલ શર્મા (રહે. હેમારતાગામ, બિકાનેર)ના નામ ખુલ્યા હતા. આ બંનેને પણ દબોચી લઈને તેમની પાસેથી લૂંટના રોકડા 35 લાખ સફળતાપૂર્વક રિકવર કરી લીધા છે. માસ્ટરમાઈન્ડ મનોજ બિશ્નોઈ વોન્ટેડ, આંગડિયાનો કર્મચારી બની ફોન કરતો પકડાયેલા પાંચેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આખી ગેંગનો માસ્ટરમાઈન્ડ મનોજ બિશ્નોઈ છે. મનોજ જ અલગ-અલગ વેપારીઓને ટાર્ગેટ કરતો હતો અને પોતે જાણીતી આંગડિયા પેઢીનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. હાલમાં મનોજ બિશ્નોઈ ફરાર છે અને મહિધરપુરા પોલીસ તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના જૂના તવરામાં હાઈ વોલ્ટેજથી 25થી વધુ ઘરોમાં નુકસાન:ફ્રિજ, પંખા, ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા, ગ્રામજનોમાં રોષ
    Next Article
    Monsoon set to enter Chandigarh, Punjab and Haryana

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment