Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ નગરપાલિકા પર 40 કરોડનું પાણી બિલ બાકી:31 કરોડનો વેરો પણ વસૂલવાનો બાકી, કડક કાર્યવાહી શરૂ

    1 week ago

    બોટાદ નગરપાલિકાની આર્થિક સ્થિતિ ચિંતાજનક છે. નગરપાલિકા પર પાણી બિલના 40 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે, જ્યારે 31 કરોડ રૂપિયાનો વેરો પણ વસૂલવાનો બાકી છે. આ મામલે હવે મોટા બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા પર ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ -GWSSB અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ-GWIL પાસેથી મેળવેલા પાણીના બિલ પેટે 40 કરોડ રૂપિયાથી વધુ રકમ બાકી છે. નગરપાલિકા દ્વારા આ બાકી રકમની તબક્કાવાર ચુકવણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના દરમિયાન GWILને 18 લાખ રૂપિયા અને GWSSBને 30 લાખ રૂપિયાથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. આ ચુકવણી ફાઇનાન્સ બોર્ડની વ્યવસાય વેરા ગ્રાન્ટ અને બિનખેતી જમીનની ગ્રાન્ટમાંથી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, નગરપાલિકાના આશરે 31 કરોડ રૂપિયાના વેરાની વસુલાત બાકી છે. ચૂંટણી કામગીરીને કારણે વસુલાત પ્રક્રિયા થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી, પરંતુ હાલ ટેક્સ વસુલાત માટે સઘન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા મોટા બાકીદારોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. લાંબા સમયથી બાકીદારી ધરાવતા લોકોના પાણી અને ગટર કનેક્શન કાપવા જેવા કડક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. ચીફ ઓફિસર એસ. કે. પટેલના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બાકી વેરાની માત્ર 3 ટકા જેટલી જ વસુલાત થઈ છે. આગામી સમયમાં વસુલાત વધારીને નગરપાલિકાનું દેવું ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સંતરોડ નજીક પાનમ નદી બ્રિજ 4 વર્ષ બાદ ખુલ્લો મુકાયો:સાંસદના પ્રયાસોથી હાઈવે પર ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યાનો અંત
    Next Article
    કચ્છના 6 રસ્તાઓ ફોરલેન કરવાનો નિર્ણય:CM ભૂપેન્દ્ર પટેલે 629 કરોડ મંજૂર કર્યા, મુન્દ્રા પોર્ટ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment