Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:વરસાદની અછતથી મકાન, જમીન, પ્લોટના દસ્તાવેજ ઘટ્યા : જે કચેરીમાં રોજ 40 થતા ત્યાં માંડ 25 નોંધાયા !

    9 hours ago

    જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આ વર્ષે વરસાદની અછત દેખાય છે. ડેમ, નદી-નાળામાં પણ નવા નીરની પુરતી આવક થઇ નથી. વરસાદી અછતની સીધી અસર રિયલ એસ્ટેટ માર્કેટ પર પડી છે. જૂનાગઢ જિલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં સાતમ- આઠમના તહેવાર બાદ મકાન, જમીન, દુકાન, પ્લોટ સહિતના દસ્તાવેજની નોંધણીમાં સતત ઘટાડો આવી રહ્યો છે. સબ-રજીસ્ટ્રારે જણાવ્યુ કે, આ વર્ષે વરસાદની માત્રા ખૂબ જ ઓછી રહી છે. જેને કારણે તેની સીધી અસર દસ્તાવેજ નોંધણીમાં પડી છે. જે કચેરીએ રોજના 40 કે તેથી વધુ દસ્તાવેજ નોંધાતા હતા એ કચેરીમાં હાલ માંડ- માંડ 25 જેટલા થઇ રહ્યા છે. ઉપરાંત સવારના સમયે કરતા બપોરે થોડી ટ્રાફીક જોવા મળી રહી છે. નવરાત્રિ, દિવાળી પછી થોડી તેજી આવશે તેવુ હાલ લાગી રહ્યુ છે. છેલ્લા અઠવાડીયાના દસ્તાવેજ આટલી ઇમ્પેક્ટ ફી ભરાઇ - જૂનાગઢ ઝોન-1 - 201 દસ્તાવેજ - 54,21,310 ઇમ્પેક્ટ ફી - જૂનાગઢ ઝોન- 2 - 51 દસ્તાવેજ - 19,35,290 ઇમ્પેક્ટ ફી - જૂનાગઢ ઝોન -3 - 91 દસ્તાવેજ - 27,87,133 ઇમ્પેક્ટ ફી - વંથલી - 61 દસ્તાવેજ - 14,47,775 ઇમ્પેક્ટ ફી - કેશોદ - 72 દસ્તાવેજ - 31,08,670 ઇમ્પેક્ટ ફી - માણાવદર - 31 દસ્તાવેજ - 10,58,211 ઇમ્પેક્ટ ફી - માળીયા - 49 દસ્તાવેજ - 6,12,000 ઇમ્પેક્ટ ફી - ભેંસાણ - 38 દસ્તાવેજ - 12,70,693 ઇમ્પેક્ટ ફી - વિસાવદર - 24 દસ્તાવેજ - 6,19,820 ઇમ્પેક્ટ ફી - મેંદરડા - 27 દસ્તાવેજ - 9,99,745 ઇમ્પેક્ટ ફી - માંગરોળ - 64 દસ્તાવેજ - 10,23,630 ઇમ્પેક્ટ ફી 12 મીથી સબ-રજીસ્ટ્રાર કચેરીના કર્મીનું 13 મુદ્દા સાથેનુ આંદોલન શરૂ થશે‎ જૂનાગઢ સહિત રાજ્યભરના સબ-રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીનુ વિવિધ 13 મુદ્દા સાથેનુ તારીખ 12 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધીનું આંદોલન છે. જેમાં આવેદન, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, કામગીરીના ગૃપમાંથી લેફ્ટ થવુ, માસ સીએલ તેમજ અચોક્કસ મુદતની હડતાલ કરીને કર્મચારીઓ આંદોલનમાં ઉતરશે એમ ગુજરાત યુનિયન પ્રમુખ બી.એસ. બોરીચાએ જણાવ્યુ હતુ. અહીં સમજો.. આંદોલનના મુખ્ય મુદ્દાઓ નોરતા માટે એડવાન્સ સ્લોટ બુક થયા સાતમ-આઠમ પછીથી ધીમે-ધીમે દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ નોરતા-દિવાળીને લઇ દસ્તાવેજ નોંધણીમાં તેજી દેખાશે. જેમાં બીજા નોરતા એટલે સોમવારના રોજ જૂનાગઢ ઝોન - 1 કચેરીમાં 27, ઝોન- 2માં 1, ઝોન- 3માં 11 મળી કુલ 39 સ્લોટનુ તો એડવાન્સ બુકીંગ થઇ ગયુ છે. જે સોમવાર સુધીમાં તમામનુ થઇ જશે એવુ સબ-રજીસ્ટ્રારે જણાવ્યુ હતુ.
    Click here to Read More
    Previous Article
    અંતે FIR:પરિણીતાને પુરૂષ સાથે મિત્રતા કરાવી બ્લેકમેલ કરી સમલૈંગિક સંબંધ બાંધ્યા
    Next Article
    Shardiya Navratri 2026: Wishes And Messages To Share With Friends And Family

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment