Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંલગ માટે આયોજન:મેગા પ્લાન : રિસાયકલિંગના શિપ માટે 40% ક્રેડિટ

    1 week ago

    વિશ્વના જહાજ માલિકોને તેમના આયુષ્યના અંતિમ પડાવમાં પહોંચી ચૂકેલા જહાજોને ગુજરાતના અલંગ શિપ રીસાયક્લિંગ યાર્ડમાં મોકલવા માટે પ્રોત્સાહિત કરવા અને સાથે સાથે દેશમાં શિપ બિલ્ડિંગ ઉદ્યોગને ગતિ આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. સરકાર દ્વારા શિપ રીસાયક્લિંગ માટે નવી ક્રેડિટ નોટ સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે, જે એક સાથે બે હેતુ સિદ્ધ કરતી યોજના તરીકે જોવામાં આવે છે. શિપિંગ મહાનિર્દેશાલય (DG શિપિંગ)એ જણાવ્યું છે કે જહાજ રીસાયક્લિંગ માત્ર જહાજના જીવનનો અંત નથી, પરંતુ ઔદ્યોગિક અને આર્થિક વિકાસના નવા ચક્રની શરૂઆત છે. નવી નીતિ અંતર્ગત શિપ રીસાયક્લિંગને જહાજ નિર્માણ સાથે સંકલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે દેશના દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. આ યોજના મુજબ, જે જહાજ માલિકો તેમના જૂના જહાજોને અધિકૃત અલંગ યાર્ડમાં રીસાયકલ કરવા મોકલે છે, તેઓને જહાજના સ્ક્રેપ મૂલ્યના 40 ટકા સુધીની ક્રેડિટ નોટ આપવામાં આવશે. આ ક્રેડિટનો ઉપયોગ તેઓ ભારતના શિપયાર્ડમાં નવા જહાજોના નિર્માણ માટે નાણાકીય સહાય તરીકે કરી શકશે. આ પહેલ શિપ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પોલિસી (SBFAS) સાથે સંકળાયેલી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ નીતિ રીસાયકલ ઇન ઈન્ડિયા, બિલ્ડ ઇન ઈન્ડિયાનો સ્વ-ટકાઉ ઔદ્યોગિક ચક્ર ઉભું કરશે. આથી સ્થાનિક ઉદ્યોગોમાં ફરીથી રોકાણ વધશે અને દરિયાઈ ક્ષેત્રમાં સતત વૃદ્ધિ શક્ય બનશે. પર્યાવરણના દ્રષ્ટિકોણથી પણ આ યોજના મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સુરક્ષિત અને પર્યાવરણીય રીતે યોગ્ય રીસાયક્લિંગને પ્રોત્સાહન મળશે, જે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધારશે. સાથે સાથે ભારતીય શિપયાર્ડ માટે નવા ઓર્ડર અને માંગ ઊભી થશે. ડીજી શિપિંગના જણાવ્યા મુજબ, આ ક્રેડિટ નોટ યોજના ભારતને ભવિષ્યમાં વૈશ્વિક શિપ રીસાયક્લિંગ અને શિપ બિલ્ડિંગ હબ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આલ્કોક એશડાઉનનો સોદો, સમય મહત્વપૂર્ણ ભાવનગરની એક સમયથી અગ્રણી શિપ બિલ્ડિંગ-રિપેરિંગ કંપની આલ્કોક એશડાઉન ફડચામાં ગયા બાદ તાજેતરમાં હરાજીમાં તેનું વેચાણ થઇ ચૂક્યુ છે. શિપ રીસાયકલિંગની 40 ટકા ક્રેડિટ નોટ શિપ બિલ્ડિંગમાં પરિવર્તિંત કરી શકાય તેના માટે અલંગનું એક અગ્રણી શિપ બ્રેકિંગ જૂથ આલ્કોકની ખરીદીમાં સાયલન્ટ પાર્ટનર તરીકે જોડાયુ છે, તબક્કાવાર આ જૂથ કોન્સોર્ટિયમમાં સત્તાવાર રીતે સામેલ થઇ શકે છે. ભાસ્કર એક્સપર્ટ રોજગાર સર્જન, રોકાણમાં વધારો થશે શિપ રીસાયકલિંગની ક્રેડિટ નોટ સીસ્ટમ રોજગાર સર્જન, ટેકનોલોજી વિકાસ અને ખાનગી રોકાણમાં વધારો લાવશે. ઉપરાંત, રીસાયકલ કરેલી સામગ્રીનો પુનઃઉપયોગ થવાથી કાચા માલની આયાત પર નિર્ભરતા ઘટશે. ક્રેડિટ નોટનો ઉપયોગ કરવા ભારતમાં જ જહાજ નિર્માણ કરવા પડશે તેથી રોજગારી અને આનુષંગિક ઉદ્યોગોને લાભ થશે. - એ.પી.પરિખ, શિપિંગ-મરિન એક્સપર્ટ
    Click here to Read More
    Previous Article
    ઈજાગ્રસ્તો માટે સારા સમાચાર:ઈજાગ્રસ્તોને સર ટી.હોસ્પિ.માં હવે મળશે PM રાહત યોજનાનો લાભ
    Next Article
    એર કનેક્ટિવીટી:હવે ભાવનગર હવાઇ માર્ગે દેશ અને દુનિયા સાથે જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment