Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પને રેલો આવ્યો, મોદીને ફોન કરી 40 મિનિટ વાત કરી, પેટ્રોલમાં 18-ડીઝલમાં 35 રૂપિયાનો વધારો થઇ શકે, ઢોંસાનાં ખીરુંથી મોતના કેસમાં સસ્પેન્સ

    4 days ago

    નમસ્તે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીને ફોન કરીને 40 મિનિટ વાતચીત કરી હતી. બીજી તરફ, સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બની ગયા છે. મોર્નિંગ ન્યૂઝમાં તમને જણાવીશું 'ધુરંધર' ની કમાણી વિશે… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કોંગ્રેસ નેતા પવન ખેડાને તેલંગાણા હાઈકોર્ટમાંથી મળેલી ટ્રાન્ઝિટ આગોતરા જામીન સામે આસામ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 2. જૂલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે PM મોદીને ફોન કર્યો, 40 મિનિટ વાત કરી:ઈરાન યુદ્ધ પર ચર્ચા, બંનેએ કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેવો ખૂબ જ જરૂરી છે PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ. અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી. ફોન કોલ દરમિયાન PM મોદીએ ટ્રમ્પને કહ્યું, “ભારતના લોકો તમને પસંદ કરે છે.” PM મોદીએ આ વાતચીત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું- મને મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે બંને દેશો વચ્ચે અલગ-અલગ ક્ષેત્રોમાં થયેલા કામ અને પ્રગતિ પર વાત કરી. અમે એ પણ કહ્યું કે આગળ જતાં ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરીશું. આ સાથે, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા થઈ અને આ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે હોર્મુઝ ખુલ્લું અને સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી:ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, આવતીકાલે શપથ લેશે; PM મોદી હાજર રહેશે સમ્રાટ ચૌધરી બિહારના નવા CM હશે. તેમને પહેલા ભાજપ અને પછી NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સમ્રાટ રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને મળીને તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આવતીકાલે 15 એપ્રિલે લોકભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે. આ સાથે બિહારમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી હશે. વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં NDAની બેઠકમાં નીતિશ સમ્રાટના પ્રસ્તાવક બન્યા. નીતિશે તેમને માળા પહેરાવી. સમ્રાટે પણ પગે લાગીને તેમના આશીર્વાદ લીધા. ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ તેમણે કહ્યું, 'મેં નીતિશજી પાસેથી રાજનીતિ શીખી છે. મેં તેમની સાથે કામ કર્યું છે. તેમના સમૃદ્ધ બિહારને વધુ આગળ લઈ જવાનું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'બાહુબલી'ના સામ્રાજ્ય પર હવે 'ધુરંધર'નું રાજ!:બંને ભાગે વર્લ્ડવાઇડ ₹3000 કરોડ કમાણી કરી રેકોર્ડ બનાવ્યો; મોટા આંકડા સુધી પહોંચનાર પહેલી ભારતીય ફ્રેન્ચાઈઝ રણવીર સિંહ સ્ટારર 'ધુરંધર' અને 'ધુરંધરઃ ધ રિવેન્જ' ફિલ્મોએ અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે અને ઘણી ફિલ્મોના રેકોર્ડ્સ તોડ્યા પણ છે. તેવામાં બંને ફિલ્મોએ મળીને વિશ્વભરમાં ₹3,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. પરિણામે તે ₹3,000 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. જ્યારે કોઈ એક ફિલ્મની સફળતા પછી, તેના એકથી વધુ ભાગ બનાવવામાં આવે છે, ત્યારે તે એક ફ્રેન્ચાઇઝીનું રૂપ લઈ લે છે. 'ધુરંધર' ફ્રેન્ચાઇઝે 'બાહુબલી', 'પુષ્પા', 'ટાઇગર' સહિતની ફિલ્મ ફ્રેન્ચાઇઝને પાછળ છોડી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પેટ્રોલ ₹18 અને ડીઝલ ₹35 મોંઘું થઈ શકે છે:બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી પછી દેશમાં ભાવ વધી શકે છે, તેલ કંપનીઓને નુકસાન ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને કારણે પેટ્રોલ ₹18 અને ડીઝલ ₹35 પ્રતિ લિટર સુધી મોંઘું થઈ શકે છે. વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વાયરીના રિપોર્ટમાં જણાવાયું છે કે ક્રૂડ ઓઇલ મોંઘું હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. આનાથી કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થયા પછી કંપનીઓ ભાવ વધારી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. નોઈડામાં સતત બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપી, પથ્થરમારો:વિવિધ જગ્યાએ ફ્લેગ માર્ચ, 300ની ધરપકડ; સરકારે કર્મચારીઓનો પગાર વધાર્યો નોઇડામાં મંગળવારે ફરીથી હોબાળો થયો. બીજા દિવસે પણ ફેક્ટરીના કર્મચારીઓ કેટલીક જગ્યાએ રસ્તાઓ પર ઉતરી આવ્યા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો અથડામણ થઈ. ભીડે 2-3 જગ્યાએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કર્યો. પોલીસે થોડી જ વારમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો. પ્રદર્શનકારીઓને ત્યાંથી ભગાડી દીધા. હાલમાં, પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનો ઔદ્યોગિક વિસ્તારોમાં સવારે 5 વાગ્યાથી ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. CCTV અને ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે મોટાભાગની કંપનીઓ બંધ છે. આ દરમિયાન, ડીજીપી રાજીવ કૃષ્ણએ કહ્યું - હિંસા અને આગચંપીમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નુકસાનગ્રસ્ત સંપત્તિની ભરપાઈ પણ ઉપદ્રવીઓ પાસેથી કરાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. માતા-પિતા બંનેનું ખીરું ખરાબ હોવાનું રટણ:પૂછપરછમાં સરખા નિવેદનથી પોલીસ ગોથે ચડી: ચાંદખેડામાં શંકાસ્પદ ખીરું-ઢોસા કેસમાં બાળકીઓના મોતનું રહસ્ય હવે FSL રિપોર્ટમાં જ ખુલશે અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે.બાળકીઓ માતા પિતાની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ બંનેના એક સરખા જ નિવેદનથી પોલીસ પણ ગોથે ચડી છે. બંને નિવેદનમાં ખીરું ખરાબ હોવાનું એક જ રટણ કરી રહ્યા છે. જેથી પોલીસની તપાસ હવે FSLના રિપોર્ટ પર અટકી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ બે બાળકીના મોતનું રહસ્ય ખુલી શકે છે.વાંચો સંપૂર્ણ સમાચાર 7. જીમટ્રેનરે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પતિ પાસે 5 લાખની ખંડણી માંગી:શબ્બીરે કહ્યું, તારી પત્નીના અંગત વીડિયો વાઇરલ કરીશ; ગળે કાચ રાખી 50 હજાર લૂંટ્યા સુરતના પાલ વિસ્તારમાં રહેતી એક 45 વર્ષીય પરિણીત મહિલાને જીમ ટ્રેનરે પોતાની પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી જીમ ટ્રેનરે મહિલાના પતિને ધમકાવી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુરત શહેર SOGએ આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 9નાં મોત:30થી વધુ મજૂરો દાઝ્યા, 12ની હાલત ગંભીર; પરિવારજનોએ હોબાળો કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈલોન મસ્કની કોવિડ વેક્સિનની આડઅસરની ટિપ્પણીથી સનસનાટી:કહ્યું- રસીના બીજા ડોઝથી મને મોત નજીક હોવાનો અનુભવ થયો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ગુજરાત-રાજસ્થાન-MP સહિત 6 રાજ્યોમાં પારો 40°C ને પાર:15 એપ્રિલથી હીટવેવનું એલર્ટ; સિક્કિમ અને અરુણાચલમાં ભારે વરસાદ પડી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનમાં હોસ્પિટલની બેદરકારીથી 331 બાળકો HIV પોઝિટિવ:8 વર્ષના બાળકના મૃત્યુ બાદ ખુલાસો, સિરીંજના વારંવાર ઉપયોગથી ફેલાયું સંક્રમણ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઈરાન યુદ્ધની અસર- ખાદ્ય તેલ 7% મોંઘું:સાબુ-બિસ્કિટના પેકેટ નાના થયા, વોશિંગ મશીન, ફ્રિજ અને LEDના ભાવ 15% સુધી વધ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : હવે વિમેન્સ T-20 વર્લ્ડ કપની વિજેતા ટીમને મળશે ₹21.8 કરોડ!:પ્રાઇઝમની 10% વધી, ICC એ ટુર્નામેન્ટની કુલ રકમ ₹82 કરોડ નક્કી કરી વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રાજસ્થાનમાં હવે ‘ઘસીટારામ’ જેવા નામ બદલી શકાશે રાજસ્થાનમાં હવે ‘ઘસીટારામ’, ‘ખોજારામ’ જેવા વિચિત્ર નામ બદલી શકાશે. રાજસ્થાન સરકાર ‘સાર્થક નામ અભિયાન’ હેઠળ 2950 વધુ સારા નામોના વિકલ્પ આપશે. આનો હેતુ બાળકોનો આત્મવિશ્વાસ વધારવાનો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત: ‘તું ગમે તે હોય બોલતો નહીં પાડી દઈશ’:રાજકોટમાં બા બગડ્યાં, સ્નેહલતા સ્ટાઇલમાં કહી દીધું 'હાલતીનો થા', તડકામાં તમ્મર ચઢે એવો વિરોધ, ભાજપના નેતાઓ ભાગ્યા 2. ભાસ્કર સિરીઝ : આસારામના ગુંડાએ ACPને બોમ્બથી ઉડાવવાનું કાવતરું ઘડ્યું: બીજી બાજુ આસારામના ફોનમાંથી પોર્નોગ્રાફી-બ્લુ ફિલ્મો મળી આવી, જુઓ સિરીઝનો થ્રિલિંગ એપિસોડ-36 3. હમ લોગ : નાચતી છોકરીનો હાથ પકડ્યો અને છોકરો ભગાડી ગયો:મૈતેઈ લોકોમાં લગ્નની અનોખી પરંપરા, જન્મતાની સાથે જ બાળકને ખવડાવે છે મીઠું 4. પૂર્વ સરપંચને રસ્તામાં આંતરી મોતને ઘાટ ઉતાર્યા:7 વર્ષ પહેલાંનું વેર વાળવા 6 શખસો તૂટી પડ્યા, સરકારે IPS નિર્લિપ્ત રાયને તપાસ સોંપી ને કેસની દિશા બદલાઇ 5. 'જેને ગદ્દારી કરવી છે તેને કોણ રોકી શકે?':ઉમેદવારોએ દગો દેતા લાચાર કોંગ્રેસનું દુઃખ છલકાયું, ભાજપ પર લગાવ્યો સામ, દામ, દંડ, ભેદની નીતિનો આરોપ 6. હિંદુ પિતા-પુત્રને કાપી નાખ્યા, બંગાળમાં ચૂંટણીનો મુદ્દો નથી:હિંસાવાળી 76 બેઠકો, લોકો બોલ્યા- પોલીસ છુપાઈ જાય છે, મમતા બચાવતી નથી 7. ભાસ્કર એનાલિસિસ : હવે આજની મિટિંગ પર યુદ્ધનો મદાર:ઈઝરાયલ અને લેબનોન વચ્ચે અમેરિકામાં વાટાઘાટો; બંને દેશ વચ્ચે ડીલ થઈ જાય તો હિઝબુલ્લાહની પાંખો કપાઈ જાય 8. સાવધાન, ઝેરમાં જબોળી કેરીને પકવવામાં આવે છે!:10 સેકન્ડમાં 5 સરળ રીતથી ઓળખો કુદરતી છે કે કેમિકલયુક્ત; ખાતા પહેલાં 11 ટિપ્સ ફોલો કરો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ:તુલા-વૃશ્ચિક રાશિના જાતકોને પ્રમોશનના યોગ, વૃષભ રાશિના લોકો માટે રોકાણ કરવાનો ઉત્તમ દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ કહ્યું- હોર્મુઝની નાકાબંધી માટે 10,000 સૈનિકો તૈનાત:24 કલાકમાં કોઈ જહાજ અહીંથી પસાર થયું નથી; ઈઝરાયલ-લેબનાનમાં યુદ્ધવિરામ મંત્રણા થઈ
    Next Article
    "Can't Be Solved Overnight": JD Vance On US-Iran Mistrust

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment