Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ કહ્યું- હોર્મુઝની નાકાબંધી માટે 10,000 સૈનિકો તૈનાત:24 કલાકમાં કોઈ જહાજ અહીંથી પસાર થયું નથી; ઈઝરાયલ-લેબનાનમાં યુદ્ધવિરામ મંત્રણા થઈ

    17 hours ago

    અમેરિકી સેનાએ મંગળવારે દાવો કર્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી માટે તેણે 10,000થી વધુ સૈનિકો અને અંદાજે 12 નેવલ શિપ તૈનાત કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, નાકાબંધીના પ્રથમ 24 કલાકમાં કોઈ પણ જહાજ આ રસ્તો પસાર કરી શક્યું નથી. જે જહાજો આગળ વધી રહ્યા હતા, તેઓ અમેરિકી સેનાના આદેશ પર પાછા ફરી ગયા હતા. આ કાર્યવાહી એ તમામ જહાજો પર લાગુ છે જે ઈરાનના બંદરો પર જઈ રહ્યા છે અથવા ત્યાંથી નીકળી રહ્યા છે, પછી ભલે તે ગમે તે દેશના હોય. અમેરિકાએ જણાવ્યું કે નાકાબંધીને કારણે 6 વેપારી જહાજો રસ્તામાંથી જ પાછા ફરી ગયા હતા. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મંગળવારે ઈરાન સાથે જોડાયેલા 4 જહાજો આ રસ્તેથી પસાર થવામાં સફળ રહ્યા હતા. આ દરમિયાન બીજી તરફ અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં લેબનાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ પર પ્રથમ તબક્કાની મંત્રણા થઈ હતી. આ મંત્રણા સકારાત્મક ગણાવવામાં આવી છે અને બંને પક્ષો આગામી તબક્કાની વાતચીત માટે સંમત થયા છે. જોકે, બીજા તબક્કાની મંત્રણાનો દિવસ કે સમય હજુ નક્કી કરવામાં આવ્યો નથી. અમેરિકામાં ઈઝરાયલના રાજદૂત યેચિએલ લીટરે જણાવ્યું હતું કે અમેરિકાની મુલાકાતમાં થયેલી મંત્રણા દરમિયાન લેબનાની સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે હવે હિઝબુલ્લાહના કબજામાં રહેવા માંગતી નથી. છેલ્લા 24 કલાકમાં 5 મોટા અપડેટ્સ ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    IPL 2026 Points Table After Yesterday Match: Orange Cap, Purple Cap Holders list after CSK vs KKR
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પને રેલો આવ્યો, મોદીને ફોન કરી 40 મિનિટ વાત કરી, પેટ્રોલમાં 18-ડીઝલમાં 35 રૂપિયાનો વધારો થઇ શકે, ઢોંસાનાં ખીરુંથી મોતના કેસમાં સસ્પેન્સ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment