Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમેદવારોને સેફ કરવા કોંગ્રેસનું 'ઓપરેશન અજ્ઞાત':નિલેશ કુંભાણી જેવો ઘા રોકવા 40 ઉમેદવાર નજરકેદ, 11 ગુપ્ત સેફ હાઉસમાં કિલ્લેબંધી કરી મોબાઈલ પણ લઈ લીધા

    6 days ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ચૂંટણી પ્રચારના શોરબકોર કરતાં વધુ ચર્ચા કોંગ્રેસની પડદા પાછળની રણનીતિની થઈ રહી છે. નિલેશ કુંભાણી પ્રકરણથી બોધપાઠ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સુરત માટે એક અત્યંત ગુપ્ત અને આક્રમક પ્લાન અમલમાં મૂક્યો છે. જેને નામ આપવામાં આવ્યું છે મિશન અજ્ઞાત. આ મિશન અંતર્ગત પક્ષના 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન સુરતમાં જે રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીઓ અંગે વિવાદ થયો અને અંતે આખી બેઠક બિનહરીફ થઈ ગઈ હતી. તેનાથી કોંગ્રેસના પાયા હચમચી ગયા હતા. પક્ષના કાર્યકરો અને મતદારોમાં ભારે નિરાશા વ્યાપી હતી. આ ઘટનાએ કોંગ્રેસ હાઈકમાન્ડને વિચારવા મજબૂર કરી દીધું કે માત્ર લોકપ્રિયતા જ જીત માટે પૂરતી નથી, પરંતુ ઉમેદવારની સુરક્ષા અને તેની વફાદારી જાળવી રાખવી પણ એટલી જ અનિવાર્ય છે. કુંભાણી ફોબિયાએ કોંગ્રેસને આ વખતે રક્ષણાત્મક નહીં પણ અત્યંત સાવચેત રણનીતિ અપનાવવા મજબૂર કરી છે. 11 ફાર્મ હાઉસ, રિસોર્ટમાં ઉમેદવારોને 'સેફ' રખાયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરથી અંદાજે 50થી 100 કિલોમીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસ, રિસોર્ટ્સ અને ખાનગી બંગલાઓને સેફ હાઉસમાં ફેરવી દેવામાં આવ્યા છે. 11 અલગ-અલગ લોકેશન પર આ 40 ઉમેદવારોને વહેંચી દેવામાં આવ્યા છે. આ સ્થળોની પસંદગી એવી રીતે કરવામાં આવી છે કે જ્યાં સામાન્ય લોકો કે વિરોધી પક્ષના જાસૂસોની પહોંચ ન હોય.આ સેફ હાઉસની આસપાસ પણ પક્ષના અત્યંત વિશ્વાસુ કાર્યકરો દ્વારા ચોવીસ કલાક વોચ રાખવામાં આવી રહી છે. કોઈ પણ અજાણી વ્યક્તિ કે ગાડીને આ લોકેશનની આસપાસ ઊભા રહેવાની પણ પરવાનગી નથી. મોબાઈલ લઈ લીધા, ઈન્ટરનેટની સુવિધા નહીં કોંગ્રેસે તેના ઉમેદવારો માટે ડિજિટલ ડિજિટલ ડિટોક્સ ફરજિયાત બનાવ્યું છે દરેક ઉમેદવારના અંગત મોબાઈલ ફોન પક્ષ દ્વારા જમા કરી લેવામાં આવ્યા છે. ઉમેદવારોને તેમના પરિવારના સભ્યો સાથે પણ વાત કરવાની મનાઈ છે. જો કોઈ ઈમરજન્સી હોય, તો જ પક્ષના વરિષ્ઠ નેતા દ્વારા આપવામાં આવેલા સેટેલાઈટ ફોન કે ખાસ લાઈન પરથી ટૂંકી વાત કરી શકાય છે. સેફ હાઉસમાં વાઈ-ફાઈ કે ઈન્ટરનેટની સુવિધા પણ બંધ રાખવામાં આવી છે જેથી લોકેશન ટ્રેસ ન થઈ શકે. ઉમેદવારોની ગતિવિધિનો રિપોર્ટ નિરીક્ષકોને મળે છે આ મિશનની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, પક્ષને માત્ર વિરોધીઓ પર જ નહીં, પણ પોતાના જ ઉમેદવારો પર શંકા હોવાનું જણાય છે. દરેક ઉમેદવાર સાથે બે શેડો કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે. આ કાર્યકરોનું કામ ઉમેદવારની સેવા કરવાનું ઓછું અને તેમની પ્રત્યેક ગતિવિધિ પર નજર રાખવાનું વધુ છે. ઉમેદવાર કોને મળે છે, શું વાત કરે છે અને તેમનો મનોભાવ કેવો છે, તેનો રિપોર્ટ દર ત્રણ કલાકે શહેર કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ નિરીક્ષકોને સોંપવામાં આવે છે. મિશન અજ્ઞાત માત્ર સેફ હાઉસ પૂરતું સીમિત નથી. સુરતમાં રહેતા આ ઉમેદવારોના પરિવારો અને તેમના ઘરો પર પણ પક્ષના આંતરિક આઈ.ટી. સેલ અને વોચર્સ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ઉમેદવારના સોશિયલ મીડિયા હેન્ડલ્સ હાલમાં પક્ષની સ્પેશિયલ ટીમ ઓપરેટ કરી રહી છે. જેથી જનતામાં એવો સંદેશ જાય કે ઉમેદવાર હજુ પણ સક્રિય છે. સરકાર અને પોલીસ પર વિપુલ ઉધનવાલાના પ્રહાર શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનવાલાએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, સુરતમાં ઉમેદવારોને પોલીસ દ્વારા ફોન કરીને ડરાવવામાં આવી રહ્યા છે. પોલીસનું કામ ગુનેગારો, આતંકવાદીઓ અને ડ્રગ્સ માફિયાઓને પકડવાનું છે. પરંતુ હાલ પોલીસ સરકારના ઈશારે નાના સમાજસેવકો અને ઉમેદવારોને ધમકાવી લોકશાહીનું ગળું દબાવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, જે અધિકારીઓ ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થાને ચીપકી રહ્યા છે અને ભાજપની ઓફિસથી કાર્યરત હોય તેમ વર્તી રહ્યા છે, તેમને ચૂંટણી પંચની વારંવારની ફરિયાદ છતાં સરકાર રક્ષણ આપી રહી છે. 'પોલીસ ડરનો માહોલ ઉભો કરી રહી છે' ઉધનવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની ઓફિસમાં સરકારી હથિયારો અને ગણવેશ વગરના પોલીસ કર્મીઓ ધમાલ મચાવી ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે. ભાજપના નેતાઓ સાથે મળીને વિરોધ પક્ષને કચડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. કારણ કે ભાજપને પોતાની હારનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "અમારા તમામ ઉમેદવારો અમારી સાથે જ છે, સુરક્ષિત છે અને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે લોહીના અંતિમ ટીપા સુધી ભ્રષ્ટાચારી તંત્ર સામે લડત ચાલુ રહેશે અને સુરતની જનતા આ વખતે પરિવર્તન લાવવા મન બનાવી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન યુદ્ધની અસર- ખાદ્ય તેલ 7% મોંઘું:સાબુ-બિસ્કિટના પેકેટ નાના થયા, વોશિંગ મશીન, ફ્રિજ અને LEDના ભાવ 15% સુધી વધ્યા
    Next Article
    સુરતની સરકારી સ્કૂલનો ક્રેઝ, ટોકન લેવા વાલીઓના ઉજાગરા:બુટ-ચપ્પલની લાઈન જોઈ ચોંકી જશો, બે દિવસમાં 1500થી વધુ રજિસ્ટ્રેશન; 'ડ્રો પદ્ધતિ'થી એડમિશન અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment