Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં લઠ્ઠાકાંડ, નકલી દારુ પીવાથી 4ના મોત:બે શંકાસ્પદ, તપાસ SMCને સોંપાઈ; દારૂના કેસ માટે અલગ મેડિકલ ટીમ

    1 week ago

    ભાવનગરમાં નકલી દારૂ પીવાને કારણે 4 લોકોના મૃત્યુ થયા છે. 13 લોકો હોસ્પિટલમાં દાખલ છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ભાવનગરમાં થયેલા નકલી દારૂના કૌભાંડ મામલે સ્ટેટ મોનિટિંગ સેલને તપાસ સોંપી છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો. જેમાં 15 પેટી પકડી લેવામાં આવી છે. અન્ય 13 પેટીઓને પકડવા ભાવનગર પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. ભરતનગર, અકવાડા, તળાજા રોડ તેમજ જિલ્લાના ખાટડી, ખરકડી, નાના ખોખરા, દેવગાણાના ગામના લોકો નકલી દારૂ પીવાથી બીમાર પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે કુલ 4 મોતમાંથી 2 શંકાસ્પદ છે. એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે તો બીજાના પરિવારે નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ ગઇકાલે(18 ઓગસ્ટ) મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી.એસ મલિક, આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. મૃતકના નામ કાર્તિક અશ્વિનભાઈ મકવાણા, (ઉ.વ. 40), રહેવાસી- તળાજા રોડ, ભાવનગર ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, (ઉ.વ. 25), રહેવાસી- ખરકડી, ઘોઘા તાલુકો નરેન્દ્રસિંહ યાદવ, રહેવાસી- ઈન્દોર, મધ્યપ્રદેશ કનકસિંહ ગોહિલ, રહેવાસી- ભાવનગર ભાવનગરમાં PM બસ ચાલક યુવકનું નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ આ અંગે મૃતક યુવકના પરિવારજન ઓમદેવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, મારા મામાના દીકરા કનકસિંહ ગોહિલ કે જે PM બસ ચાલક છે તેમણે કાલે રાત્રે કદાચ દારૂ પીધો હતો અને આજે મોત થયું છે. રાત્રે કેટલા વાગ્યે પીધું તે ખ્યાલ નથી, કારણ કે તે એકલા રહે છે. શ્વાસ રૂંધાતા પડોશીઓ વહેલી સવારે સર.ટી.હોસ્પિટલમાં લાવ્યા હતા. ડૉક્ટરે એવું કહ્યું કે તેમને દારૂ પીધો છે. હાલમાં 20 લોકો સારવાર હેઠળ: SDM SDM અક્ષર વ્યાસે જણાવ્યું હતું કે, હાલમાં 20 લોકો સારવાર હેઠળ છે. જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 12, આરોગ્યમ હોસ્પિટલમાં 5, બિમ્સમાં 1 અને વેદ ICUમાં 2 દર્દી છે. ગઈકાલ સાંજની માહિતી પ્રમાણે ઉપેન્દ્રસિંહ ગોહિલ અને કાર્તિક મકવાણાના મોત થયા છે. મૂળ ઈન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવ વેદ ICUમાં દાખલ હતા તેમનું પણ મોત થયું છે. મૃતકે અમદાવાદથી ટ્રાવેલ કર્યું હતું એટલે કયા આધારે મોત થયું તે પોલીસ તપાસનો વિષય છે. પણ એની પુષ્ટિ આના કારણે થયું હોય એવું અત્યારે કહી શકાતું નથી. આ અંગે અલગથી મેડિકલ ટીમ ફાળવી આપવા સૂચના આપી છે અને એક ડેડિકેટેડ સ્ટાફ સ્પેશિયલ આવા કિસ્સાઓ માટે રહે તેવી પણ સૂચના આપી છે. સાથે જ દરેક નાગરિકોને અપીલ થઈ છે કે જેમણે પણ સેવન કર્યું હોય તેઓ તાત્કાલિક પોતાના નજીકના મેડિકલ સેન્ટર પર સારવાર લઈ લે. 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉ.વ.24) અર્હમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય અજાણ્યા 4 શખસ અલગ અલગ જગ્યાએ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ડુપ્લીકેટ 'રોયલ સ્ટેગ' દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેઈન કર્યા છે. મૃતકના ભાઈએ કહ્યું- દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    આઉટ કરતા જ જાડેજાએ એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું:શ્રીલંકન કેપ્ટનને પેવેલિયન ભેગો કર્યો, ટીમ ઈન્ડિયા જીતથી 4 વિકેટ દૂર; SLનો સ્કોર 175/6
    Next Article
    'સાહેબ તમે સો વરસના થાવ':ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરની બદલીથી બા ભાવુક થઇ ગયાં, મગફળીનાં ખેતરમાં ગોપાલ ઇટાલિયાએ ડાયરો જમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment