Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઉટ કરતા જ જાડેજાએ એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું:શ્રીલંકન કેપ્ટનને પેવેલિયન ભેગો કર્યો, ટીમ ઈન્ડિયા જીતથી 4 વિકેટ દૂર; SLનો સ્કોર 175/6

    1 week ago

    ભારતીય ટીમ ગૉલ ટેસ્ટ જીતવાથી 4 વિકેટ દૂર છે. હાલમાં પાંચમા દિવસનું બીજું સેશન ચાલુ છે. 372 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી શ્રીલંકન ટીમનો બીજી ઇનિંગ્સમાં સ્કોર 175/6 છે. ટીમ તરફથી સોનલ દિનૂષા અને કેશરા નુવંથા ક્રિઝ પર છે. સોનલ દિનૂષાએ ફિફ્ટી ફટકારી છે. રવીન્દ્ર જાડેજાએ કેપ્ટન ધનંજય ડી સિલ્વા (59 રન)ને આઉટ કર્યો હતો. તેણે આઉટ કરતા જ એગ્રેસિવ સેલિબ્રેશન કર્યું હતું. કારણ કે ગઈકાલે ચોથા દિવસે તેણે સિલ્વાને જ આઉટ કર્યો હતો. પણ ત્યારે નો-બોલ જાહેર થયો. ધનંજય ડી સિલ્વાએ સોનલ દિનૂષા સાથે પાંચમી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. ભારત માટે બીજી ઇનિંગમાં માનવ સુથાર-પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2-2, જ્યારે મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી. ભારતે પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકાની પહેલી ઇનિંગ્સ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને પહેલી ઇનિંગ્સમાં 178 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં 193 રન ઉમેર્યા પછી ભારતની કુલ લીડ 371 રનની થઈ. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Junagadh News | ગિરનાર હનુમાન ધારા મંદિરના પૂજારીઓનો દારૂ પીતો વીડિયો વાયરલ | Gujarati Samachar
    Next Article
    ભાવનગરમાં લઠ્ઠાકાંડ, નકલી દારુ પીવાથી 4ના મોત:બે શંકાસ્પદ, તપાસ SMCને સોંપાઈ; દારૂના કેસ માટે અલગ મેડિકલ ટીમ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment