Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ફેક્ટરી ચોરીનો ભેદ ઉકેલાયો:4 આરોપી ₹3.07 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

    10 hours ago

    જામનગર શહેરના માનસી હોટલ પાછળ આવેલી 'ખોડીયાર પ્લાસ્ટિક' નામની ફેક્ટરીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પંચકોષી 'એ' ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચાર આરોપીઓને કુલ ₹૩,૦૭,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. આ ગુના અંગે બી.એન.એસ. કલમ-૩૩૧(૪) અને ૩૦૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. નિર્મળસિંહ જાડેજા, ચેતનભાઈ પાઘરેટીયા, હરદેવસિંહ ઝાલા અને કમલેશભાઈ ખીમાણીયાને બાતમી મળી હતી કે ધુંવાવ ગામ પાસે નદીના કાંઠે બાવળની ઝાડીમાં કેટલાક ઈસમો ચોરીનો ભંગાર રિક્ષામાં ભરીને હેરાફેરી કરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી ચારેય આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ધીરુભાઈ બાઘુભાઈ સોલંકી, આઈધનભાઈ બચુભાઈ વાઘેલા, પ્રેમજીભાઈ રાયધનભાઈ વાઘેલા અને પ્રવીણ ઉર્ફે કરીમ ગોવિંદભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. આ તમામ જામનગરના ગુલાબનગર ઓવરબ્રિજ નીચે, રેલવે પાટા પાસે રહે છે. પોલીસે આરોપીઓ પાસેથી 60 કિલો પીતળનો ભંગાર (કિંમત ₹૫૦,૦૦૦), ૨૦ કિલો કોપરનો ભંગાર (કિંમત ₹14000), એક કોમ્પ્યુટર સી.પી.યુ. અને પ્રિન્ટર (કિંમત ₹20,000) જપ્ત કર્યા છે. આ ઉપરાંત, એક સીએનજી રિક્ષા અને ત્રણ મોટરસાયકલ (યમાહા ફેઝર, હીરો સ્પ્લેન્ડર - 2) સહિત કુલ ₹2,10,000 ના વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે. અન્ય સામાનની કિંમત ₹૩,૩૦૦ આંકવામાં આવી છે. કુલ મળીને ₹3,07,300 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ સફળ કામગીરી પંચકોષી 'એ' ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખ, પીએસઆઈ એ. આર. પરમાર, સર્વેલન્સ સ્ટાફ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સહયોગથી પાર પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાજપે પીપલોદથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા:સી.આર. પાટીલના નેતૃત્વમાં સુરત ભાજપના 120 સેવકોએ જનસેવાના સોગંધ લીધા
    Next Article
    વાંસદા ખેતરમાં ડ્રોન સર્વેલન્સ:ગાંજાના 94 છોડ સાથે યુવક ઝડપાયો, SOGની મોટી કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment