Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 4 હજારથી વધુ ઉમેદવારોની NEET-PGની પરીક્ષા:સિલ્વર ઓક યુનિવર્સિટીના સેન્ટર પર 3 ઉમેદવાર મોડા પહોંચતા પરીક્ષા ન આપી શક્યા, આ વખતે 200 પ્રશ્નની જગ્યાએ 180 પ્રશ્ન પુછાયા

    12 hours ago

    દેશભરના મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે મહત્વની ગણાતી NEET-PG 2026ની પરીક્ષા યોજાઈ રહી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઈન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા આ પરીક્ષા દેશભરમાં એક જ શિફ્ટમાં લેવામાં આવી છે. આ વર્ષે પરીક્ષામાં અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ 200 પ્રશ્નોની જગ્યાએ હવે 180 પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાનો સમય 3 કલાક 30 મિનિટ રાખવાના આવ્યો છે. જે સવારે 9થી શરૂ થયું છે અને બપોરે 12.30 વાગ્યા ચાલ્યું હતું. દેશભરમાં 2,73,183 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અમદાવાદમાં પરીક્ષા માટે 16 સેન્ટર અમદાવાદમાં NEET PGની પરીક્ષા માટે 16 સેન્ટર પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સેન્ટર પર 100થી 250 ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી અમદાવાદના 16 સેન્ટર પર અંદાજે 4 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. વહેલી સવારથી ઉમેદવારોની સાથે સાથે વાલીઓ પણ સેન્ટર પર પહોંચી ગયા હતા. સરખેજ વિસ્તારમાં એલ.જે યુનિવર્સિટી કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ પરીક્ષા પૂર્ણ થઈ હતી. તમામ ઉમેદવારના અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરી સેન્ટર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો આ તરફ શહેરની સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતેના પરીક્ષા સેન્ટર પર ત્રણ ઉમેદવારો મોડા પહોચતા પરીક્ષા ન આપી શક્યા. બે ઉમેદવાર બોટાદથી અને એક ઉમેદવાર જૂનાગઢથી આવ્યા હતા. સમયસર પરીક્ષા સેન્ટર પર ન પહોંચતા પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ અપાયો હતો પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિ અને ડમી ઉમેદવારોને રોકવા માટે આ વખતે સુરક્ષા વ્યવસ્થા પણ વધુ કડક કરવામાં આવી છે. આધાર આધારિત ઓથેન્ટિકેશન તથા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવ્યું છે. ફિંગરપ્રિન્ટથી ઓથેન્ટિકેશન ન થઈ શકે તેવી સ્થિતિમાં આઇરિસ આધારિત ચકાસણીનો પણ ઉપયોગ કરવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. પેપર લીક થવાનો ડર નથી: ઉમેદવાર ઉમેદવાર પ્રજાપતિ મનને જણાવ્યું હતું કે, પરીક્ષાને લઈ તૈયારીઓ તો ખૂબ સારી રીતે કરી છે. પરંતુ હવે આજે કેવું પેપર પુછાય છે તે જોવાનું છે. તેમજ પેપર લીક ન થાય તે માટે પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી હોવાથી પેપરલીક થવાનો ડર નથી. છતાં પણ જો પેપર લીક થાય તો કઈ કહી શકતા નથી. 15 હજાર ઉમેદવારોની પરીક્ષા રાજ્યભરના 50 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 15 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. રાજ્યમાં ગયા વર્ષે 13,900 ઉમેદવારો હતા જ્યારે આ વર્ષે 15 હજારથી વધુ ઉમેદવારો નોંધાયા હતા. આ વર્ષે ઉમેદવારોને 180 MCQ પ્રશ્ન આપવામાં આવ્યા છે. દરેક સાચા જવાબ માટે 4 માર્ક્સ અપાશે અને ખોટા જવાબ માટે 1 માર્ક્સ કપાશે. પ્રશ્નપત્ર કુલ 720 માર્ક્સનું રહેવાનું છે. પેપર પાંચ વિભાગમાં છે જેમાં દરેક વિભાગમાં 36 પ્રશ્ન માટે 42 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. MBBS બાદ ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા NEET PGએ ભારતમાં MBBS પછી મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરવા માટેની એકમાત્ર રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે. જે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBEMS) દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષા આપવા માટે ઉમેદવાર પાસે NMC અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલ માન્ય કૉલેજમાંથી MBBS ની ડિગ્રી, મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અને 1 વર્ષની ફરજિયાત રોટેટરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. જો ઉમેદવારે વિદેશમાંથી MBBS કર્યું હોય તો તેમણે પહેલા FMGE પરીક્ષા પાસ કરવી પડે છે, જ્યારે આ પરીક્ષા આપવા માટે કોઈ ઉપલી વય મર્યાદા કે અટેમ્પ્ટની મર્યાદા રાખવામાં આવી નથી. આ પરીક્ષા પાસ કરવાથી ઉમેદવારને દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કૉલેજોમાં MD, MS કે DNB જેવા ઉચ્ચ અનુસ્નાતક કોર્સોમાં મેરિટના આધારે પ્રવેશ મળે છે. આ પરીક્ષાનો સૌથી મોટો ફાયદો એ છે કે સારો રેન્ક મેળવીને વિદ્યાર્થીઓ સરકારી કૉલેજોમાં ખૂબ જ ઓછી ફીમાં સ્પેશિયલાઇઝેશન કરી શકે છે અને અભ્યાસ દરમિયાન તેમને સરકાર તરફથી માસિક સ્ટાઇપેન્ડ પણ મળે છે. MBBS પછી પીજી (PG) ડિગ્રી મેળવવાથી ડૉક્ટર્સના કરિયરમાં મોટો ગ્રોથ થાય છે, અને ભવિષ્યમાં સુપર-સ્પેશિયાલિસ્ટ બનવાનો માર્ગ મોકળો બને છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં શિક્ષણ સેવા સંગઠન પર્વ-2026 ની ઉજવણી:યુનિવર્સિટી હોલમાં ચિંતન બેઠક, 600 થી વધુ સભ્યો ઉપસ્થિત
    Next Article
    અભયમ બની રક્ષક:યુવતીએ 1 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા, છ મહિનામાં પતિનું અવસાન થતાં પરિણીતાને સાચવવા સાસરિયાંનો ઇનકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment