Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 જૂને લિંબાયત વિસ્તારમાં રહેશે પાણી કાપ:ગોડાદરા જળ વિતરણ મથકે DGVCLની કામગીરીને પગલે પાલિકાનો નિર્ણય, પાણીનો બચતપૂર્વક ઉપયોગ કરવા નાગરિકોને અપીલ

    1 day ago

    સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા શહેરીજનોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી લેવા માટે એક મહત્વની જાહેર નોટિસ આપવામાં આવી છે. સાઉથ-ઇસ્ટ ઝોન એટલે કે લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરા જળ વિતરણ મથક ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા તાકીદનું ટેકનિકલ મેઇન્ટેનન્સ કરવાનું હોવાથી, આગામી તારીખ 4 જૂન, 2026ને ગુરુવારના રોજ આ પંથકમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે અથવા તો ખૂબ જ ઓછા પ્રેશરથી મળશે. 7 કલાક વીજ પુરવઠો બંધ રહેશે ગોડાદરા જળ વિતરણ મથકના કેમ્પસમાં વીજ કંપની દ્વારા 22 કે.વી. વીજ સપ્લાય સાઇડ પર આર.એમ.યુ. (રિંગ મેઇન્સ યુનિટ) ઇન્સ્ટોલેશનની કામગીરી હાથ ધરાશે. આ કામગીરી ગુરુવારે સવારે 9.30 વાગ્યાથી શરૂ થઈને સાંજના 4.30 વાગ્યા સુધી સતત ચાલશે. વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી લિંબાયત ઝોનની મુખ્ય બે ઓવરહેડ ટાંકીઓ સાથે જોડાયેલી સેંકડો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સમાં સવારના 6.00 વાગ્યાથી બપોરના 12.30 વાગ્યા સુધી પાણી પુરવઠો ખોરવાયેલો રહેશે. પ્રભાવિત થનારા વિસ્તારોની યાદી: ઓવરહેડ ટાંકી (ESR-SE-9) હેઠળના વિસ્તારો: આસપાસનગર, ખોડિયારનગર, મહારાણા પ્રતાપ સોસાયટી, પ્રિયંકા-૩ અને પ્રિયંકા-૪, નીલકંઠનગર, દેવી દર્શન, ઋષિનગર, પ્રિયંકા મેગા સિટી, ધીરજનગર ભાગ-1 અને 2, શિવપાર્ક, પટેલનગર, શિવસાગર, સુડા આવાસ યોજનાના મકાનો, ગોડાદરા ગામતળ, માનસરોવર સોસાયટી (વિભાગ A, B, C, D), વૃંદાવન, ઇન્દ્રલોક, સ્વામિનારાયણ નગર, ક્રિષ્નાપાર્ક, શામળાધામ, રઘુવીર રો-હાઉસ અને લક્ષ્મીનારાયણ સોસાયટી. ઓવરહેડ ટાંકી (ESR-SE-11) હેઠળના વિસ્તારો: ગુરુનગર સોસાયટી, વીરદર્શન, હરે ક્રિષ્ના, વૃંદાવન, નંદનવન, પ્રિયંકા સિટી પ્લસ, જે.બી. નગર અને લક્ષ્મી પાર્ક સોસાયટી. આ ઉપરાંત વિસ્તારની બહુમાળી ઇમારતો જેવી કે સ્કાય વ્યુ હાઇટ્સ, સ્કાયલોમ હાઇટ્સ અને સેફાયર-8ના રહીશોને પણ આ પાણી કાપ નડશે. પાલિકા પ્રશાસનની નાગરિકોને ખાસ અપીલ સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગે ગોડાદરા અને લિંબાયત વિસ્તારના તમામ રહીશોને અગમચેતીના ભાગરૂપે પોતાની રોજિંદી જરૂરિયાત મુજબનો પાણીનો જથ્થો અગાઉથી જ સંગ્રહ કરી લેવા વિનંતી કરી છે. આ સાથે જ મુશ્કેલીના આ દિવસ દરમિયાન પાણીનો જરાય વ્યય ન કરવા અને ઉપલબ્ધ પાણીનો અત્યંત બચતપૂર્વક તથા વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીના ત્રાસથી કંટાળી પતિએ માંગી ઈચ્છામૃત્યુ:મને જીવવાનો કોઈ હક નથી, શંકા કરી થપ્પડ મારતી; 12 વર્ષના દીકરાનું ગળું દબાવ્યું, સુરતમાં પીડિત પતિની હચમતાવતી ગુહાર
    Next Article
    PM Modi to visit Daman | PM મોદી ટૂંક સમયમાં દમણની મુલાકાતે | development works | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment