Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબાયતમાં મુબલ્લીગ સાથે મારપીટના આક્ષેપનો મામલો ગરમાયો:પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા માંગ, 4 ઓક્ટોબરે DCP કચેરીએ ધરણાની ચીમકી; પ્રાથમિક તપાસ ચાલી રહી છે:DCP

    11 hours ago

    સુરત શહેરનું લીંબાયત પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદોમાં ફસાયું છે. અગાઉ ટી-સેન્ટરના સંચાલકને ઢોરમાર મારવાના પ્રકરણમાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે, ત્યાં જ હવે વધુ એક બનાવમાં પોલીસ પર અમાનવીય અત્યાચારનો ગંભીર આક્ષેપ થયો છે. લીંબાયતના મીઠીખાડી વિસ્તારના સામાજિક અને ધાર્મિક અગ્રણી (મુબલ્લીગ) ઈરફાન શેખ સાથે પોલીસ દ્વારા થયેલી કથિત મારપીટ અને દુર્વ્યવહારના મામલે મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપી ગયો છે. આક્ષેપ છે કે રસ્તા પરથી ઊંચકી જઈ પોલીસ સ્ટેશનમાં ઢોરમાર મારી ખોટા કેસમાં ફસાવી દીધાની ફરિયાદ ઉઠતા સમાજે હવે ન્યાય મેળવવા આંદોલનનો માર્ગ અપનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. ધાર્મિક કાર્યક્રમથી પરત ફરતી વખતે ડી-સ્ટાફ દ્વારા અટકાવ્યાનો આક્ષેપ આક્ષેપ મુજબ મીઠીખાડીના ઈસ્લામી ચોકમાં રહેતા ઈરફાન રહીમ શેખ વ્યવસાયે ટેમ્પો ચાલક છે અને ઈસ્લામ ધર્મના મુબલ્લીગ (ધર્મ પ્રચારક-ઉપદેશક) તરીકે પણ સેવા આપે છે. 20 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 1:40 કલાકે તેઓ ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઇસ્લામી ચોક પાસે લીંબાયત પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના મુકેશભાઈ સહિતના પોલીસકર્મીઓએ તેમને અટકાવ્યા હતા. ઈરફાનભાઈએ જવાબો આપવા છતાં પોલીસે તેમની સાથે બોલાચાલી કરી અભદ્ર વર્તન શરૂ કરી દીધું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇસ્લામી ચોક ખાતે યોજાઈ વિશાળ બેઠક, સસ્પેન્શનની માંગ પોલીસના આ અત્યાચાર અને ગેરવર્તણૂકના વિરોધમાં દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમ સાયકલવાળાની આગેવાની હેઠળ રાત્રે મીઠીખાડીના ઈસ્લામી ચોક ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત તમામ લોકોએ એકસૂરે ઈરફાન શેખને ન્યાય મળે અને તેમની સાથે કથિત રીતે મારપીટ કરનાર પોલીસ કર્મચારી મુકેશ સામે તાત્કાલિક સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. 4થી ઓક્ટોબરે ડીસીપી કચેરીએ પ્રતીક ધરણાની ચીમકી મુબલ્લીગ ઈરફાન શેખ સહિત સમાજના આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે ઉધના ખાતે આવેલી ડીસીપી ડો. કાનન દેસાઈની કચેરી સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆતો અગાઉ કરવામાં આવી છે. તે સમયે કાર્યવાહીની ખાતરી પણ આપવામાં આવી હતી. જોકે, તેમનો આક્ષેપ છે કે હજુ સુધી આ મામલે કોઈ સંતોષકારક પગલાં લેવાયા નથી. જેથી આગેવાનોએ ચીમકી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લોકશાહી ઢબે વિરોધ નોંધાવવામાં આવશે. જેના ભાગરૂપે આગામી 4 ઓક્ટોબરના રોજ ડીસીપી કચેરી ખાતે પ્રતીક ધરણા યોજવાની જાહેરાત કરાઈ છે અને તેમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા અપીલ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ ચાલી રહી છે:DCP ડો. કાનન દેસાઈ પોલીસ કર્મચારી સામે થયેલા આ ગંભીર આક્ષેપો અને મુસ્લિમ સમાજના આક્રોશ વચ્ચે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા પણ આ મામલાની નોંધ લેવામાં આવી છે. આ સમગ્ર વિવાદ અને આગામી પ્રતીક ધરણાની જાહેરાત સંદર્ભે ઝોન-2 ના ડીસીપી ડો. કાનન દેસાઈએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, મુબલ્લીગ સાથેની ઘટના મામલે અમારી પાસે એક અરજી આવી છે. હાલમાં આ અરજીના આધારે પોલીસ વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ ચાલી રહી છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બાર એસોસિએશને નવા રેન્ટ એક્ટ વિરુદ્ધ કર્યો વિરોધ.:ગુજરાત સરકારના નવા કાયદાથી માલિક-ભાડવાત વિવાદો ડેપ્યુટી કલેક્ટરને સોંપવાનો જુનાગઢ વકીલો દ્વારા કરાયો વિરોધ,રેલી યોજી 3 ઓક્ટોબરે અસહકારનો ઠરાવ કર્યો.
    Next Article
    "It's A Strange Feeling": Nani Breaks Silence On The Paradise Backlash

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment