Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણેમાં 4 વર્ષની બાળકી પર કૂતરાઓનો હુમલો, CCTV:7 કૂતરાઓએ 43 સેકન્ડ સુધી બચકાં ભર્યા, માથામાં 80 ટાંકા; માસૂમની બૂમો સાંભળી લોકો દોડી આવ્યા

    3 days ago

    પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડમાં સાત રખડતા કૂતરાઓએ ચાર વર્ષની બાળકી પર હુમલો કર્યો. બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ. તેના માથામાં 80થી વધુ ટાંકા આવ્યા છે. ઘટના ચિખલી વિસ્તારમાં રવિવારે બપોરની છે. બાળકીના પિતા ગિરધર મિશ્રાના જણાવ્યા અનુસાર, બાળકી નજીકના ઝાડ પરથી કેટલાક પાંદડા લેવા માટે ઘરેથી બહાર નીકળી હતી. ઝાડ પાસે પહોંચતા જ કૂતરાઓના ટોળાએ તેના પર હુમલો કર્યો. તેમણે જણાવ્યું કે કૂતરાઓના ટોળાએ લગભગ 43 સેકન્ડ સુધી બાળકીને બચકાં ભર્યા. તેના હાથ અને સાથળ પર ઈજાઓ થઈ છે. બાળકીની બૂમો સાંભળીને સ્થાનિક લોકો તેને બચાવવા પહોંચ્યા અને કૂતરાઓને ત્યાંથી ભગાડ્યા. ઘટનાના CCTV ફૂટેજ મંગળવારે સામે આવ્યા છે. આખી ઘટના 6 તસવીરોમાં જુઓ… 1. બાળકી ઘરેથી પાંદડા લેવા નીકળી 2. કૂતરાઓને જોઈને ભાગવાની કોશિશ કરી 3. શરૂઆતમાં 2 કૂતરાએ હુમલો કર્યો 4. સાત કૂતરાના ટોળાએ બાળકીને બચકાં ભર્યા 5. બાળકીની ચીસો સાંભળીને સ્થાનિક લોકો પહોંચ્યા, કૂતરા ભાગી ગયા 6. લોકોએ કૂતરાને ભગાડ્યા અને બાળકીને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા CCTVમાં બાળકીને ઘેરતા દેખાયા કૂતરા CCTV ફૂટેજમાં કૂતરાઓનું ટોળું બાળકીને ચારે બાજુથી ઘેરતું જોવા મળી રહ્યું છે. બાળકી તેમનાથી બચીને ભાગવાની કોશિશ કરી રહી હતી, ત્યારે જ બે કૂતરાઓએ તેના પર હુમલો કરીને તેને જમીન પર પાડી દીધી. ત્યારબાદ બાકીના કૂતરા પણ બાળકી તરફ દોડી ગયા. સ્થાનિક લોકો પહોંચ્યા પછી કૂતરા ત્યાંથી ભાગી ગયા અને બાળકીને બચાવી શકાઈ. બાળકીના પિતાએ કહ્યું કે તેમના વિસ્તારમાં રખડતા કૂતરાઓની સમસ્યા ગંભીર બની ગઈ છે. તેમણે આવી ઘટનાઓને રોકવા માટે પ્રશાસન પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી. મહારાષ્ટ્રનાં કલ્યાણમાં રખડતા કૂતરાએ 7 કલાકમાં 130 લોકોને કરડ્યા મહારાષ્ટ્રના કલ્યાણમાં એક રખડતા કૂતરાએ લગભગ 7 કલાકમાં 130 લોકોને કરડી લીધા. આ ઘટના રવિવારે બપોરે લગભગ 2 વાગ્યે શરૂ થઈ. કૂતરાએ રસ્તા પર ચાલતા લોકો, બાઇક સવારો અને ઓટોમાં બેઠેલા મુસાફરો પર હુમલો કર્યો. કૂતરાના હુમલામાં 25 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ 11 વર્ષની બાળકીને મુંબઈની સાયન હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. સ્થાનિક લોકોએ નગર નિગમ પર સમયસર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓએ હજુ સુધી પુષ્ટિ કરી નથી કે કૂતરો પકડાયો છે કે નહીં.
    Click here to Read More
    Previous Article
    Surat Flood News | સુરત સિટી બસ સેવાને રૂપિયા 10 કરોડનો ફટકો | Gujarati Samachar | News18 Gujarati
    Next Article
    અમરેલીનો 13 વર્ષ જૂનો 14 વર્ષીય સગીરાના અપહરણનો કેસ:પોલીસે 1800થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોળ્યા, વસ્તી ગણતરીના બહાને ભોગ બનેલી યુવતીને શોધી; આરોપીની ધરપકડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment