Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીલના ચક્કરમાં 4 યુવકોએ જાહેરમાં આતંક મચાવ્યો, CCTV:સચીન GIDC વિસ્તારમાં સળીયા-લાકડી ઉગામી દાદાગીરી કરનારા પાલીગામ પાસેથી દબોચાયા

    1 day ago

    સુરતના સચીન GIDC વિસ્તારમાં જાહેરમાં લોખંડના સળીયા, બેલ્ટ અને લાકડાના ફટકા સાથે આતંક મચાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને આતંકનો માહોલ સર્જાયો હતો. વીડિયોમાં ગુનેગારોની ક્રૂરતા અને નફ્ફટાઈ સ્પષ્ટ દેખાતી હતી. આ ઘટનાની ગંભીરતાને સમજીને સચીન GIDC પોલીસે તાત્કાલિક મેગા ઓપરેશન હાથ ધરી, CCTVમાં દેખાતા તમામ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી સલાખો પાછળ ધકેલી દીધા છે. ચાર યુવકો લાકડા અને લોખંડના હથિયારો સાથે દોડ્યા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં આ ઘટનાની ભયાનકતા સાફ નજરે પડે છે. ફૂટેજની શરૂઆતમાં જોઈ શકાય છે કે એક અજાણ્યો વ્યક્તિ જીવ બચાવવા માટે આગળ દોડી રહ્યો છે અને તેની પાછળ ચાર યુવકો લાકડા અને લોખંડના હથિયારો સાથે દોડી રહ્યા છે. ત્યારબાદ, આસપાસના એક ઘરની બહારથી ચારથી પાંચ લોકો અચાનક બહાર આવી જાય છે. આ ટોળકી પૈકીના એક મુખ્ય આરોપીના હાથમાં અંદાજે ચાર ફૂટ લાંબો લોખંડનો ભારે રોડ જોવા મળી રહ્યો છે, જ્યારે અન્ય એક આરોપીના હાથમાં ચામડાનો બેલ્ટ છે જેને તે હવામાં વીંઝી રહ્યો છે. આ દરમિયાન હથિયારધારી યુવકો ત્યાં નજીકમાં બેઠેલા એક નિર્દોષ વ્યક્તિ પર લોખંડના રોડ વડે જોરદાર ફટકો મારી દે છે અને મકાનની અંદર ઘૂસીને લોકોને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા નજરે પડે છે. ઇન્સ્ટાગ્રામ રીલ અને દાદાગીરીનું ઘેલું મોંઘું પડ્યું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ સમગ્ર આતંક પાછળ કોઈ જૂની અદાવત કે મોટું આયોજન નહોતું, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા અને લાઈક્સ-ફોલોઅર્સ મેળવવા માટે શોર્ટ વીડિયો એટલે કે 'રીલ' બનાવવાનું ઘેલું હતું. આ યુવકો પોતાની આસપાસના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા અને સોશિયલ મીડિયા પર પોતાની ભયાનક છબી ઊભી કરવા માગતા હતા. જાહેરમાં હથિયારો પ્રદર્શિત કરીને વીડિયો શૂટ કરી, તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. જોકે, ડિજિટલ દુનિયામાં પોતાની 'દાદાગીરી' સાબિત કરવાનું આ શોર્ટકટ આખરે આ યુવકોને ભારે પડી ગયું છે અને કાયદાના સિકંજામાં તેઓ બરાબરના ફસાયા છે. સચીન GIDC પોલીસે આતંક મચાવનાર મુખ્ય ચારની ઓળખ કરી સુરત શહેરના સચીન GIDC પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આ સોશિયલ મીડિયા વીડિયો આવતાની સાથે જ સમગ્ર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. વીડિયોની ખરાઈ કર્યા બાદ, પોલીસે આજુબાજુના વિસ્તારના લોકલ ઇન્ટેલિજન્સ અને સીસીટીવી નેટવર્કની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી આ ટોળકીને પકડવા માટે સચીન GIDC પોલીસની ટીમે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા. પોલીસે કડક વલણ અપનાવીને ગણતરીના કલાકોમાં જ આતંક મચાવનાર મુખ્ય ચાર આરોપીઓની સચોટ ઓળખ કરી લીધી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી રીલને જ ગુનાનો મજબૂત પુરાવો ગણીને કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી લીધો હતો. પાલીગામ વિરાટ કોમ્પ્લેક્ષ પાસેથી આરોપીઓ દબોચાયા પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે, આ ચારેય આરોપીઓ સુરતના સચીન GIDC વિસ્તારના પાલીગામ સ્થિત વિરાટ કોમ્પ્લેક્ષ નજીક છુપાયેલા હોવાની માહિતી મળી હતી. પોલીસે કોઈપણ જાતની તક ગુમાવ્યા વિના વિરાટ કોમ્પ્લેક્ષની આસપાસ ઘેરાબંધી કરી હતી અને નાસવાની ફિરાકમાં રહેલા ચારેય ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા. જાહેરમાં લોખંડના સળીયા લઈને ફરતા આ ગુંડાઓ પોલીસ સામે આવતા જ એકદમ નરમ પડી ગયા હતા. પોલીસની આ આક્રમક અને ત્વરિત કાર્યવાહીને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. સચીન GIDC પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પકડાયેલા ગુનેગારો મૂળ યુપીના પકડાયેલા ચારેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના વતની છે અને સુરતમાં રોજગારી અર્થે આવીને અસામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં મધ્યરાત્રિથી વરસાદ શરૂ, કોઠંબામાં 1.41 ઇંચ:જિલ્લામાં ઠંડક પ્રસરી, હવામાન વિભાગની આગાહી યથાવત્
    Next Article
    Nifty IT Down 6.4%, Sensex Falls 830 Points: Three Reasons Why Market Is Falling

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment