Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થલતેજના ગેસ્ટહાઉસમાં રૂમ ભાડે રાખવાના બહાને લૂંટ:'અવાજ મત કરના વરના ચપ્પુ માર દેંગે' કહીને 4 શખ્સો લૂંટ કરીને ભાગ્યાના CCTV

    11 hours ago

    અમદાવાદના થલતેજમાં છરીની અણીએ લૂંટની ઘટના બની છે. થલતેજના એક ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે 4 શખ્સોએ ઘુસીને મેનેજરને ચપ્પુની અણીએ બંધક બનાવીને અને માર મારી રોકડ રૂપિયા અને ઈલેક્ટ્રોનિક સામાન સહિત કુલ 92,000ની લૂંટ ચલાવી હતી. આ ઘટના અંગે ગેસ્ટ હાઉસના માલિકે બોડકદેવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પહેલાં બે શખ્સો રૂમ ભાડે રાખવાના બહાને આવ્યા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને હાલ અમદાવાદમાં ઘાટલોડિયામાં રહેતા 57 વર્ષીય મુલસિંગ શિવજી પુરોહીતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ થલતેજમાં સહજાનંદ કોમ્પલેક્ષમાં ભાડે રાજવંશી ગેસ્ટ હાઉસ ચલાવે છે. 20 એપ્રિલે વહેલી સવારે હોટેલના મેનેજર ગીરીરાજ મીણા અને દેવીલાલ પટેલ હાજર હતા. ગીરીરાજ જ્યારે નાસ્તો કરી રહ્યો હતો, ત્યારે બે શખ્સો રૂમ ભાડે રાખવાના બહાને આવ્યા હતાં. ગીરીરાજ તેમને રૂમ બતાવવા ગયો ત્યારે અચાનક તેઓએ તેને પકડી લીધો હતો અને પૈસા ક્યાં છે? તેવું પૂછીને માર માર્યો હતો. ત્યારબાદ તેઓ મેનેજરને કાઉન્ટર પાસે લાવ્યા ત્યારે ત્યાં ત્રીજો શખ્સ પણ આવી ગયો હતો. 'આવાજ મત કરના વરના ચપ્પુ માર દંગે' કહીને લૂંટ કરી આ શખ્સોએ ચપ્પુ બતાવીને ધમકી આપતા કહ્યું હતું કે, આવાજ મત કરના વરના ચપ્પુ માર દંગે. એટલું જ નહીં એક વ્યક્તિ કોમ્પલેક્ષની સીડીમાં ઉભો રહીને રેકી કરી રહ્યો હતો. લોકર તોડીને રોકડ સહિત 92 હજારની લૂંટ કરીને ભાગ્યા ચારેય શખ્સોએ લોકર તોડીને કાઉન્ટર અને લોકરમાંથી 72000 હજાર રોકડા, કમ્પ્યુટર મોનિટર, ટીવી અને મોબાઈલ સહુતની કુલ રૂ. 92,000ની લૂંટ કરી હતી. લૂંટની સમગ્ર ઘટના ગેસ્ટ હાઉસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બોડકદેવ પોલીસે સમગ્ર મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં 234 બેઠકો પર 23 એપ્રિલે મતદાન:આજે સાંજે ચૂંટણી પ્રચાર પૂર્ણ થશે; બંગાળમાં શાહ કહે છે - TMCએ લોકો સાથે દગો કર્યો
    Next Article
    સંસ્કારી નગરી વડોદરા ભક્તિના રંગે રંગાશે:શ્રી સ્વામિનારાયણ મંદિર વાડીના 150 વર્ષ પૂર્ણ થતાં ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’નું આયોજન, 30 હજાર જેટલા લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા, શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment