Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે મહિનામાં 4 ચોરી કર્યાની કબૂલાત:ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો પાસેથી 9.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, 4 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

    1 day ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરાળા વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસે બે આરોપીઓને અટકાયતમાં લઈને તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ. 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયેદસર ની કાર્યવાહી હાથ ધરી હતી, આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ એલ.સી.બી.નો પોલીસ સ્ટાફ ઉમરાળા વિસ્તારમાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓના શકદારોની તપાસમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચોગઠ ગામના ઢાળ પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં ઉભા છે અને તેમની પાસે રહેલી કીટમાં ચોરીના દાગીના તથા રોકડ રકમ છે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંનેને ઝડપી લીધા હતા, ​તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી કોઈ સંતોષકારક જવાબ કે દસ્તાવેજ મળ્યા ન હતા. કડક પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓએ છેલ્લા બે મહિનામાં ઉમરાળા ગામના અલગ-અલગ ચાર મકાનોના તાળા તોડીને આ ચોરી કરી હતી. ​ઝડપાયેલા આરોપીઓમાં ચતુર ઉર્ફે ખેખરૂ ગભરૂભાઇ ડાભી રહે. નટવરનગર, બગસરા, જી. અમરેલી આ આરોપી છેલ્લા ચાર વર્ષથી શિહોર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો હતો તથા અરૂણ દિપક ઉર્ફે દિપુ ચુડાસમા રહે. નાગલોય, દિલ્લી, મૂળ - શિહોર, ભાવનગર વાળા ને ઝડપી લીધા હતા, કબ્જે કરેલ મુદ્દામાલઃ- પોલીસ કબ્જે કરેલ મુદ્દામાલમાં ચાંદીનો પેન્ડલ સાથે ચેઇન નંગ-1 કિં.રૂ. 3800, ચાંદીની પોચી નંગ-1 રૂ.8200, ચાંદીની નાની પહોચી નંગ-2 રૂ. 5500, ચાંદીના છડા જોડ-1 રૂ. 6500, ચાંદીની લગડી નંગ-2 રૂ. 3600, ચાંદીના છડા જોડ-1 રૂ.13,800, ચાંદીના કેડ કંદોરા નંગ-2 રૂ. 8000, ચાંદીની નાની ઝાંઝરી જોડ-1 રૂ. 8800, ચાંદીની ગાય નંગ-2 રૂ. 11,000, ચાંદીના જુડા નંગ-2 રૂ. 12,400, ચાંદીના સિક્કા નંગ-16 રૂ. 27,000, ચાંદીની કંકાવટી નંગ-1 રૂ. 2500, ચાંદીનો તુલસી કયારો નંગ-1 રૂ. 2700, સોનાની બુટી જોડ-1 રૂ. 48000, સોનાનો રૂદ્રાક્ષનો પારો નંગ-1 રૂ. 10,000, સોનાની વીટી નંગ-1 રૂ. 45,000, સોનાની બુટી નંગ-1 રૂ.1,00,000, સોનાનો ચેઇન પેન્ડલ સાથે નંગ-1 રૂ.1,05,000, સોનાનો ચેઇન નંગ-1 રૂ.1,20,000, સોનાનો ચેઇન નંગ-1 રૂ. 60,000, સોનાની બુટી જોડ-1 રૂ. 55,000, સોનાની બુટી જોડ-1 રૂ.50,000, સોનાની વીટી નંગ-1 રૂ. 47,000, સોનાની નાકની કડી નંગ-1 રૂ. 5200, ચાંદીના છડા નંગ-1 રૂ. 54000, ચાંદીના સિક્કા નંગ-2 રૂ. 3300, ચાંદીના સિક્કા નંગ-10 રૂ.13,000, ચાંદીના છડા જોડ-1 રૂ.16,500, ચાંદીનો જુડો નંગ-1 રૂ. 13,700, ચાંદીની ચમચી નંગ-2 રૂ. 8000, ચાંદીના વરખવાળી ડિશ નંગ-1 રૂ. 500, ચાંદીના વરખવાળા વાટકા નંગ-2 રૂ. 500, બ્લેન્ડર મશીન નંગ-1 રૂ. 500, એલ્યુમીનીયમનો ખારણી-દસ્તો રૂ. 500, સ્ટીલનો ડબ્બો રૂ. 100, વાદળી કલરનું કિટ તથા રોકડ રૂપીયા 56,000, મોબાઇલ ફોન નંગ-2 રૂ. 15,000 મળી કુલ રૂ.9,40,600 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, ​ચોરી કરવાની એમ.ઓ. આરોપીઓ રાતના સમયે બંધ મકાનોને ટારગેટ કરતા હતા, તેઓ પોતાની સાથે રાખેલા લોખંડના પાનાની મદદથી મકાનના તાળા તોડી અંદર પ્રવેશતા અને રોકડ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતા હતા. આ ઉપરાંત, મુખ્ય આરોપી ચતુરભાઇ ડાભી સામે અગાઉ રાજકોટ, બોટાદ અને શિહોર પોલીસ સ્ટેશનમાં પણ ચોરી અને પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે, ​પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે ઉમરાળા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે..
    Click here to Read More
    Previous Article
    રામ મંદિર દાનચોરીની રકમ ક્યાં સંતાડી તેની તપાસ થશે:આરોપી અવિનાશને લઇને પોલીસ તે સ્થળોએ જશે; અનિલ મિશ્રા-ગોપાલ રાવની ફરી પૂછપરછ થશે
    Next Article
    નવસારીના ખેરગામ-ચીખલીમાં રાત્રિ દરમિયાન 3 ઈંચ વરસાદ:બીલીમોરામાં રસ્તાઓ જળમગ્ન થયા: વિઝિબિલિટી ઘટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment