Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરો માટે શોપિંગ કોમ્પ્લેક્સ, ઉપાહારગૃહ અને 4 સ્ટોલ:મેંદરડામાં રૂ. 881.53 લાખના ખર્ચે એસ.ટી. બસ સ્ટેશનનું નિર્માણ થશે

    3 days ago

    રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ દ્વારા મેંદરડા ખાતે રૂ. 881.53 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવીન એસ.ટી. બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ મંત્રી ડૉ. પ્રધ્યુમન વાજાના હસ્તે દ્વારા યોજાયો હતો. અત્યાધુનિક બસ સ્ટેશનના નિર્માણથી મેંદરડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે બસ પરિવહન વધુ સરળ, સુગમ અને ઝડપી બનશે. મુસાફરોની સગવડતા માટે પરિસરમાં શોપિંગ કોમ્પ્લેક્સ તેમજ ઉપાહાર ગૃહ, 4 વેપારી સ્ટોલ, બેબી ફીડિંગ રૂમ અને દિવ્યાંગ મુસાફરો માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, મહિલા કર્મચારીઓની સુવિધાને ધ્યાનમા રાખીને ડ્રાઇવર રેસ્ટરૂમ સાથે મહિલા કંડક્ટરો માટે પણ રેસ્ટરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાતમુહૂર્તમાં સ્થાનિક અગ્રણી દિનેશભાઈ ખટારીયા, વિપુલભાઈ કાવાણી, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ચિરાગભાઈ રાજાણી, એસ.ટી. નિગમના વિભાગીય નિયામક વી.બી.ડાંગર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તહેવારને લઇ નિર્ણય:દ્વારકા, સોમનાથ, અમદાવાદ, ગોધરા સહિતમાં 105 બસ એકસ્ટ્રા દોડશે
    Next Article
    યાત્રાધામ વિકાસ બોર્ડ પૂર્વ ડાયરેકટરે કલેકટરને 19 સુચનો કર્યા:"જીણાબાવાની મઢીથી માળવેલા સુધી હાર્ટએટેકના બનાવો વધારે : મેડિકલ, રેસ્ક્યુ ટીમ અહીં વધુ મુકો '

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment