Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૈશના આતંકીઓને પાલનપુર લવાયા:ભાગળ ગામે 4 આતંકીઓના ઘરે રિકન્સ્ટ્રક્શન દરમિયાન વાંધાજનક સામગ્રી જપ્ત, ગુજરાતમાંથી ઝડપાયેલા 8 આતંકીઓ મામલે ATSની તપાસ તેજ

    23 hours ago

    રાજ્યમાં રથયાત્રા પૂર્વે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. જૈશ-એ-મહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાના શંકાસ્પદ સંબંધોને લઈને ATS દ્વારા રાજ્યભરમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામનું નામ પણ તપાસના કેન્દ્રમાં આવ્યું છે. ભાગળ ગામેથી ઝડપાયેલા 3 આરોપીઓને ATS રિમાન્ડ દરમિયાન તપાસના ભાગરૂપે ગામમાં લાવવામાં આવ્યા છે. અહીં ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીઓની હિલચાલ, સંપર્કો અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓની ચકાસણી માટે ATS સ્થળ પર જઈ પુરાવા એકત્રિત કરવામાં આવી છે. ઝડપાયેલા 8 આતંકીઓમાંથી 6ને પાલનપુર લવાયા છે અને તમામના ઘરે તપાસ કરવામાં આવી રહી રહી છે. બે સગા ભાઈઓ અને તેના મામા સહિત 4 આતંકીઓના ઘરે સર્ચ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે જૈસ-એ-મહમદ સાથે સંકળાયેલા 8 શખ્સોની ધરપકડ બાદ ATSએ તપાસનો દોર વધુ તેજ બનાવ્યો છે. ઝડપાયેલા 8માંથી 5 શખ્સો ભાગળ ગામના હોવાનું સામે આવતાં ATSની ટીમ આરોપીઓને સાથે રાખીને ગામમાં પહોંચી છે. છેલ્લા દોઢ કલાકથી બંને સગા ભાઈઓ 22 વર્ષીય મુદશીર અબ્દુલ્લા ગાજીવાલા અને 19 વર્ષીય અહેમદ અબ્દુલ્લા ગાજીવાલાના ઘરે સર્ચ ઓપરેશન ચાલ્યું છે. ત્યારબાદ તેમના મામા ઈબ્રાહીમ મોહમ્મદહુસેન ઘઘાના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી. તપાસમાં સામે આવ્યું છે કે ઈબ્રાહીમ મોહમ્મદહુસેન ઘઘા અગાઉ જૈસ-એ-મહમદ સાથે સંકળાયેલો હતો અને કાશ્મીરમાં તાલીમ પણ લઈ ચૂક્યો હોવાનું ATSના પ્રાથમિક તારણોમાં સામે આવ્યું છે. ઉપરાંત અન્ય ત્રણ શખ્સોના ઘરે પણ તપાસ કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ATS તમામ સંબંધિત શખ્સોને સાથે રાખીને તપાસ કરી રહી છે અને આ તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ATSની ટીમે આતંકીઓના ઘરથી સાહિત્ય સહિતની સમગ્રીઓ જપ્ત કરી પાલનપુર તાલુકાના ભાગળ ગામે જૈસ-એ-મહમદ સાથે સંકળાયેલા આતંકીઓના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન ગુજરાત ATSની ટીમે આતંકી સંગઠન સાથે સંકળાયેલું વાંધાજનક સાહિત્ય જપ્ત કર્યું છે. ATSના અધિકારીઓ એક આતંકીના ઘરમાંથી બે મોટા થેલા ભરીને સામગ્રી લઈને નીકળ્યાં હતા. 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે 8 આતંકીઓની ધરપકડ કરી અમદાવાદમાં રથયાત્રાના 13 દિવસ પહેલાં 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ શખસો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારબાદ ATSએ આતંકીઓની પૂછપરછ કરી હતી. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો હતો. આઠેય આરોપીઓ વિરુદ્ધ UAPA સહિતનો ગુનો નોંધાયો ATS ગુજરાતે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ 8 આરોપીઓ વિરુદ્ધ UAPA, 1967ની કલમ 13, 17, 18, 38 અને 39 તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61 તથા 148 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આતંકવાદીઓમાં સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતાં હતા. કોર્ટે તમામ આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા નંદાસણ નજીકથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે જોડાયેલા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન ATSની ટીમે પાલનપુર, સિદ્ધપુર, નવસારી તેમજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી કુલ આઠ આતંકવાદીઓની અટકાયત કરી છે. પકડાયેલા તમામ આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે વધુ પૂછપરછ અને તપાસ અર્થે ATSને આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આતંકી સંગઠનના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરીને પ્રચાર કરતાં ATSની ટીમે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ શખસો માત્ર અન્ય લોકોને સંગઠનમાં જોડાવા માટે જ નહોતા ઉશ્કેરતા, પરંતુ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સાહિત્યનો ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને સ્થાનિક સ્તરે તેની વિચારધારાનો વધુમાં વધુ પ્રસાર થાય તેવા સઘન પ્રયાસો પણ કરી રહ્યા હતા. આતંકી સંગઠનના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરીને પ્રચાર કરતાં ATSની ટીમે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ શખસો માત્ર અન્ય લોકોને સંગઠનમાં જોડાવા માટે જ નહોતા ઉશ્કેરતા, પરંતુ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સાહિત્યનો ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને સ્થાનિક સ્તરે તેની વિચારધારાનો વધુમાં વધુ પ્રસાર થાય તેવા સઘન પ્રયાસો પણ કરી રહ્યા હતા. 8 આતંકીઓમાંથી એક પાટણના મદ્રેસામાં શિક્ષક અને બે વિદ્યાર્થી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામ સ્થિત મદ્રેસાના ટ્રસ્ટી જુનેદે જણાવ્યું કે, ATS દ્વારા ઝડપાયેલા ત્રણ વ્યક્તિઓમાંથી ફોજાન દાઉવા છેલ્લા ચાર વર્ષથી મદ્રેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે મોહમ્મદ અમીન શેર છેલ્લા સાત વર્ષથી અને ઝકરિયા દુરાની છેલ્લા ચાર વર્ષથી અહીં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હતા. રૂમ નંબર 5 શિક્ષક અને રૂમ નંબર 21,35 વિદ્યાર્થી રહેતા હતા
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વકીલોનો પો. કમિશનર કચેરીએ હલ્લાબોલ:રામધૂન બોલાવી અને વકીલ એકતા જિંદાબાદના નારા લગાવ્યા, PI ચિંતન દવે અને મહિલા પોલીસને સસ્પેન્ડ કરવા માંગ
    Next Article
    4-Year-Old Mauled To Death By Stray Dogs In Punjab's Hoshiarpur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment