Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ઇકો કાર સાયલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાઈ:સર્વેલન્સ ટીમે નેત્રમ અને હ્યુમન સોર્સની મદદથી 4 આરોપીઓને દબોચ્યા

    2 days ago

    સુરેન્દ્રનગરમાં રાત્રી દરમિયાન ઇકો કારના સાયલેન્સર ચોરતી સક્રિય ગેંગના ચાર સભ્યોને સિટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે દાળમીલ રોડ પર આવેલી રાંદલ પાર્ક સોસાયટીમાંથી આ આરોપીઓને ચોરી કરતા રંગેહાથ પકડ્યા હતા. આ ચોરીના અનડિટેક્ટેડ બનાવને ડિટેક્ટ કરવા માટે સુરેન્દ્રનગરની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે નેત્રમ, કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. આ ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો કુલ 5,60,000/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 4 નંગ સાયલેન્સરનો સમાવેશ થાય છે, જેની કિંમત 1,60,000/- રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી GJ 38 BC 6988 નંબરની સ્વીફ્ટ ફોર વ્હીલ કાર પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 4,00,000/- રૂપિયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Editor’s View: હોર્મુઝનો દરિયો ફરી ઉકળ્યો:ભારતીય જહાજો પર ફાયરિંગથી મોદી સરકાર એક્શનમાં, અમેરિકાએ ઇરાનનાં શિપને કબજામાં લીધું, સપ્લાય ચેઇન પર ફરી ખતરો
    Next Article
    Ahmedabad Crime News | અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ | Police | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment