Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક પછી એક 4 સિલિન્ડર ફાટ્યા, 7 જીવતાં ભડથું:3 દાઝ્યા, ઇન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ, આખું ઘર બળીને ખાખ

    2 days ago

    ઇન્દોરના બંગાળી ચોકડી પાસેની એક કોલોનીમાં બુધવારે સવારે લગભગ 4 વાગ્યે ભયાનક અકસ્માત થયો. એક મકાનમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન થયેલા શોર્ટ સર્કિટથી આગ લાગી, જેમાં બળીને 6 લોકોના મોત થયા. પ્રત્યક્ષદર્શીઓ અને પ્રાથમિક તપાસ અનુસાર, પુગલિયા પરિવારના ઘરની બહાર મોડી રાત્રે ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પર મૂકવામાં આવી હતી. સવારે લગભગ 4 વાગ્યે ચાર્જિંગ પોઈન્ટમાં શોર્ટ સર્કિટ થયું, જેના કારણે કારમાં આગ લાગી. આ આગ ઝડપથી ઘર તરફ ફેલાઈ અને ત્યાં રાખેલા 15 ગેસ સિલિન્ડર સુધી પહોંચી ગઈ. આગ લાગતા જ ઘરમાં રાખેલા સિલિન્ડરોમાં વિસ્ફોટ શરૂ થયો. જોતજોતામાં 4 ગેસ સિલિન્ડર એક પછી એક ફાટ્યા, જેનાથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો. ધડાકો એટલો જોરદાર હતો કે ઘરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો અને અંદર સૂઈ રહેલા લોકોને બચવાનો સમય જ ના મળ્યો. પુગલિયા પરિવારને ત્યાં એક પારિવારિક કાર્યક્રમ હતો, જેના કારણે ઘણા સંબંધીઓ પણ ઘરે રોકાયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સંબંધિત ફોટા… ઘરમાં રાખેલા કેમિકલમાં પણ આગ લાગી ઇન્દોરના પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે, 'પ્રાથમિક તપાસ મુજબ, ઘરની બહાર એક ઇલેક્ટ્રિક ગાડી ચાર્જ કરવામાં આવી રહી હતી અને તેનો ચાર્જિંગ પોઇન્ટ ફાટી ગયો. ત્યારબાદ આગ ગાડીમાંથી ઘર સુધી ફેલાઈ ગઈ. ઘરની અંદર 10થી વધુ ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક ફાટી ગયા. આ ઘટનામાં છ લોકોના મોત થયા છે. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘર મનોજ પુગલિયાનું હતું, જેઓ પોલિમરનો વ્યવસાય કરતા હતા. ઘરમાં કેટલાક એવા કેમિકલ પણ રાખવામાં આવ્યા હતા જે જ્વલનશીલ હતાં.' આ દુર્ઘટનામાં આ લોકોના મોત થયા વિજય સેઠિયા (65 વર્ષ) છોટુ સેઠિયા (22 વર્ષ) સુમન (60 વર્ષ) મનોજ (65 વર્ષ) સિમરન (30 વર્ષ) રાશિ સેઠિયા (12 વર્ષ) આ 3 લોકો ઘાયલ થયા સૌરભ પુગલિયા (30 વર્ષ) આશિષ (30 વર્ષ) હર્ષિત પુગલિયા (25 વર્ષ) વીજળી પુરવઠો બંધ થયો, ઘરમાં ઇલેક્ટ્રોનિક લોક ખુલ્યા નહીં પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, તિલક નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે 4 વાગ્યે આગ લાગવાની જાણ થઈ. તરત જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી. ફાયર ટીમે પહોંચીને સતત આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. ત્રણ માળનું મકાન છે જ્યાં મનોજ સેઠિયાનો પરિવાર રહેતો હતો. પ્રારંભિક કાર્યવાહીમાં ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. 6 લોકોના મોત થયા છે. પ્રારંભિક અનુમાન મુજબ, ઘરની બહાર ચાર્જ થઈ રહેલા એક ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ પોઈન્ટ પર વિસ્ફોટ થયો, જેના કારણે આગ લાગી. આગ પહેલા વાહનમાં ફેલાઈ અને પછી ધીમે ધીમે ઘરની અંદર પહોંચી ગઈ. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘરમાં ઇલેક્ટ્રોનિક લોક લાગેલા હતા. આગ લાગવા દરમિયાન જ્યારે વીજળી સપ્લાય બંધ થઈ ત્યારે આ લોક ખુલી શક્યા નહીં, જેના કારણે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી. દરવાજા તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો. સંભાવના છે કે ઘરની અંદર રાખેલા ગેસ સિલિન્ડરોમાં પણ આગના કારણે વિસ્ફોટ થયો, જેનાથી સ્થિતિ વધુ ગંભીર બની ગઈ.
    Click here to Read More
    Previous Article
    When Arjuna Ranatunga’s plan failed in the 1996 World Cup final and Aravinda de Silva did the rest
    Next Article
    પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને ઠગાઈ:16 લોકો સાથે 40 લાખ રૂપિયાની છેતરપીંડી, મકાન કે રૂપિયા આપ્યા વગર ઠગ ઓફિસને તાળું મારીને ભાગી છૂટ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment