Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપરેશન મુસ્કાન થકી સુરત પોલીસની મોટી સફળતા:સુરતમાં 4 મહિનામાં 696 ગુમ થયેલા લોકોના ચહેરા પર સ્મિત પાછું લાવ્યા

    9 hours ago

    સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલા 'ઓપરેશન મુસ્કાન' અંતર્ગત સુરત પોલીસે માનવતાવાદી અભિગમ સાથે અભૂતપૂર્વ કામગીરી કરી છે. છેલ્લા ચાર મહિનામાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને કુલ 696 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ સફળતાએ સેંકડો પરિવારોમાં ફરી એકવાર દિવાળી જેવો માહોલ સર્જ્યો છે. 260 બાળકો અને 440 વયસ્કોનું પરિવાર સાથે મિલન સુરત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ઓપરેશન મુસ્કાન અંતર્ગત શોધાયેલા 696 લોકોમાં 260 જેટલા નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે, જેઓ પોતાના ઘરથી વિખૂટા પડી ગયા હતા. આ ઉપરાંત, લગભગ 440 જેટલા વરિષ્ઠ નાગરિકો અને પુખ્ત વયના લોકોને પણ શોધી કાઢવામાં આવ્યા છે. વર્ષોથી ગુમ થયેલા સ્વજનો જ્યારે અચાનક સામે આવ્યા, ત્યારે પોલીસ સ્ટેશનોમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ આખું ઓપરેશન કોઈ એક વ્યક્તિ કે ટીમનું પરિણામ નથી, પરંતુ સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનની ટીમો, ક્રાઈમ બ્રાન્ચ અને ખાસ કરીને મિસિંગ સેલની ટીમના સંયુક્ત પ્રયાસોનું ફળ છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વર્ષો જૂના મિસિંગ કેસોની ફાઈલો ફરી ખોલી હતી અને એક-એક કડી જોડીને લોકોના લોકેશન સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ‘ઓપરેશન મુસ્કાન’ ડ્રાઈવ અંતર્ગત ગુમ લોકોને શોધ્યા ગુમ થયેલા લોકોને શોધવા માટે સુરત પોલીસની ટીમો માત્ર ગુજરાત પૂરતી સીમિત રહી નહોતી. તપાસ દરમિયાન મળેલી કડીઓના આધારે પોલીસની અલગ-અલગ ટીમોએ દેશના વિવિધ રાજ્યો અને અંતરિયાળ ગામડાઓમાં જઈને તપાસ હાથ ધરી હતી. તપાસના ભાગરૂપે જેટલી પણ કડીઓ મળતી ગઈ, તેને જોડતા જઈને પોલીસે છેવટે ગુમ થયેલા લોકોને શોધી કાઢ્યા અને તેમને સુરક્ષિત રીતે સુરત લાવી પરિવારને સોંપ્યા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો તે જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ દ્વારા 'ઓપરેશન મુસ્કાન', જે અમે ડ્રાઈવ ચલાવી હતી તેમાં 696 લોકોને હમણાં અમે છેલ્લા ચાર મહિનાઓમાં શોધી કાઢ્યા. આ પાછલા વર્ષોમાં ઘણા બધા બાળકો, ઘણા બધા સિનિયર્સ જે મિસિંગ હતા, તેમાં અત્યારે અમે 260 જેટલા નાના બાળકો છે અને લગભગ 440ની આસપાસ જે સિનિયર્સ છે, તેમને શોધીને સુરત શહેરની પોલીસ, અલગ-અલગ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ, મિસિંગ સેલની ટીમ, શોધીને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરાવી. આના માટે લગભગ પૂરા દેશમાં અલગ-અલગ રાજ્યોમાં પોલીસ ગઈ, અલગ-અલગ ગામોમાં પોલીસ ગઈ અને તમામને જે અમારી પાસે જેટલી પણ કડીઓ મળતી ગઈ જેટલા અમે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપ જેટલા પણ લિંક મળતી ગઈ, તેમને અમે લિંક જોડતા ગયા અને તેના આધારે આ તમામ લોકોને અમે લોકોએ લોકેટ કર્યા અને તેમના પરિવારજનો સાથે મળાવ્યા હતા
    Click here to Read More
    Previous Article
    જલાલપોરમાં સસ્તા અનાજ કૌભાંડ:પરવાનેદારે 150 કિલો ઘઉં કાળાબજારમાં વેચ્યા, બે સામે ગુનો
    Next Article
    મોરવા હડફ: પ્રસૂતિ બાદ માતાનું મોત:નવજાત શિશુ સહિત ત્રણ બાળકોએ માતા ગુમાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment