Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પનીરમાં ભેળસેળનો પર્દાફાશ:રાજકોટ મનપાએ લીધેલા 4 નમૂનાઓમાં ફોરેન ફેટ વધુ અને મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હોવાનું ખુલ્યું, 62 પેઢીની તપાસ કરી 269 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

    2 days ago

    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા પનીરના નમૂનાઓ ફેઈલ થતાં લોકોની આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનું સામે આવ્યું છે. લાતી પ્લોટની ફોર્ચ્યુન મિલ્ક ફૂડ પ્રોડક્ટ્સ, ગાયત્રી ડેરીફાર્મ, પ્રકાશભાઈ હરસોડા અને ભગવતી ટ્રેડિંગમાંથી લીધેલા પનીરમાં મિલ્ક ફેટ ઓછું હોવા ઉપરાંત વિદેશી ચરબી એટલે કે ફોરેન ફેટ અને વધુ મોઈસ્ચરની ભેળસેળ પકડાઈ હતી. આવા ભેળસેળયુક્ત અને વાસી પનીરનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ, પેટના ગંભીર રોગો, ઉલટી-ઉલટી, પાચનક્રિયા બગડવી તેમજ લાંબા ગાળે કિડની અને લીવરને નુકસાન થવાનું જોખમ રહે છે. આ મામલે ચારેય પેઢીઓ સામે એજ્યુડિકેશન કેસની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે અન્ય તપાસમાં 269 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો. રાજકોટ મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગની ટીમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂકવાના સમયગાળા દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓની ચકાસણીના ચોંકાવનારા રિપોર્ટ્સ સામે આવ્યા છે. જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ખ્યાતનામ પેઢીઓમાંથી લેવામાં આવેલા પનીરના કુલ 4 નમૂનાઓ પૃથ્થકરણ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઈલ જાહેર થયા છે, જેને લઈને વ્યાપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલ્સની વિગતવાર વાત કરીએ તો, લાતી પ્લોટ શેરી નં. 4 માં આવેલ ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સમાંથી લેવામાં આવેલ લૂઝ પનીરના નમૂનાની તપાસ કરતાં તેમાં ટેસ્ટ ફોર ફોરેન ફેટની માત્રા નિર્ધારિત ધારાધોરણો કરતાં વધુ પ્રમાણમાં મળી આવી હતી. આ ઉપરાંત, પુનિતનગર મેઇન રોડ પર આવેલ શ્રી ગાયત્રી ડેરીફાર્મમાંથી લેવામાં આવેલા પનીરના નમૂનામાં મિલ્ક ફેટનું પ્રમાણ જરૂરી ધોરણો કરતાં ઓછું હોવાનું ખુલ્યું હતું. સામા કાંઠા વિસ્તારમાં સેટેલાઈટ ચોક પાસે આવેલા પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા તથા ભક્તિનગર વિસ્તારમાં વિજય પ્લોટ 11 ના ખૂણે આવેલ ભગવતી ટ્રેડિંગમાંથી લેવામાં આવેલા લૂઝ પનીરના નમૂનાઓમાં પણ મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હોવાની સાથે મોઈશ્ચરનું પ્રમાણ અને ટેસ્ટ ફોર ફોરેન ફેટની માત્રા મર્યાદા કરતા વધારે હોવાનું સામે આવ્યું હતું. આ ચારેય પેઢીઓ સામે એજ્યુડિકેશન કેસની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દિવાળીના પર્વ નિમિત્તે હાથ ધરાયેલી આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન શહેરમાં કુલ 62 જેટલી પેઢીઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પરથી મળી આવેલ અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ થયેલ કુલ 269 કિલો જથ્થાને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ અંતર્ગત સૌથી મોટી કાર્યવાહી મોરબી રોડ પુલ નીચે આવેલ ચામુંડા ફરસાણ પર કરવામાં આવી હતી, જ્યાંથી ફરસાણમાં ઉપયોગમાં લેવાતો 21 કિલો સોડા એસ એટલે કે વોશિંગ સોડા તેમજ 180 કિલો તીખી પાપડી, 30 કિલો તીખી સેવ અને 20 કિલો તીખી બુંદી સહિત કુલ અંદાજિત 251 કિલો અખાદ્ય વાસી જથ્થાને એસ.ડબ્લ્યુ.એમ. વિભાગના વાહનમાં નાશ કરવામાં આવ્યો હતો. આ પેઢીને અનહાઈજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટિસ ફટકારીને રૂ. 5000 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને ફરસાણના ચાર નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત સત્ય સાંઈ રોડ પર આવેલ ધ હેમ્પર સ્ટોર ખાતેથી એક્સપાયર્ડ ચોકલેટ મોલ્ડ અને તેમાંથી તૈયાર થયેલી ડાર્ક ચોકલેટ સહિત કુલ 18 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરીને રૂ. 2000 વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. મવડી મેઈન રોડ પર આવેલ અવધ ડેરીફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો અને હાઈજેનિક સ્થિતિ સુધારવા માટે નોટિસ અપાઈ હતી. જ્યારે ગીરીરાજ હોસ્પિટલથી જગન્નાથ ચોક વિસ્તારમાં આવેલ શિવમ મેડિસિન્સ, પ્રતીક મેડિસિન્સ, શ્રી ગણેશ ડેરીફાર્મ, સુમિત પ્રોવિઝન સ્ટોર, ચિત્રા પ્રોવિઝન સ્ટોર્સ અને સતનામ જનરલ સ્ટોર્સ સહિતની પેઢીઓને ફૂડ લાઇસન્સ બાબતે સૂચનાઓ આપી દરેક પાસેથી રૂ. 500 લેખે વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. જીવરાજ પાર્ક અલીમ ટાઉનશીપમાં આવેલ ક્રિષ્ના ટ્રેડિંગને પણ લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ. 1000 નો દંડ કરાયો હતો. ફૂડ વિભાગની સઘન કામગીરીથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    રૂ.25 કરોડથી વધુના વેપારનો અંદાજ:ધનતેરસે સોના-ચાંદીના ભાવ ઘટતાં ભાવનગરમાં ખરીદીનો માહોલ જામ્યો
    Next Article
    Gujarat Breaking News | 5 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment