Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં ભાજપનો 'સુરત પ્લાન':મમતાના ગઢમાં ગાબડું પાડવા સુરતથી 4 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, 5000 મતદારોને મફતમાં કોલકાતા મોકલાશે

    8 hours ago

    પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય બંગાળ પર છે. સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને 'સુરત બંગાળી સમાજ' દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ વર્કર્સ બનશે ભાજપના 'ગેમ ચેન્જર' સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી અથવા કારીગરીનું કામ કરે છે. આ શ્રમિક વર્ગ મોટો વોટબેંક ધરાવે છે. ચૂંટણીના સમયે રિઝર્વેશન ન મળવાને કારણે ઘણા લોકો વતન જઈ શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડવામાં આવી છે. ભાજપને આશા છે કે, સુરતથી જનારા આ હજારો મતદારો ત્યાં જઈને ભાજપના પક્ષમાં માહોલ બનાવશે. 4 સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા, 18 અને 24 એપ્રિલે થશે પ્રસ્થાન ચૂંટણીના તબક્કાઓને ધ્યાનમાં રાખીને ટ્રેનનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર છે અને તેને સાકાર કરવા માટે આ કામગીરી ચાલી રહી છે. પ્રથમ ટ્રેન 18 એપ્રિલે રવાના થશે, જ્યારે બીજી ટ્રેન 24 એપ્રિલે સુરતથી ઉપડશે. અત્યાર સુધીમાં કુલ 4 ટ્રેનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ટ્રેનો સીધી કોલકાતા જશે, જેથી મતદારોને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે. સંપૂર્ણ મફત મુસાફરી, તમામ ખર્ચ ભાજપ કાર્યાલય ઉઠાવશે સૌથી મહત્વની વાત એ છે કે, આ મુસાફરી કરવા માટે શ્રમિકોએ એક પણ રૂપિયો ખર્ચવો પડશે નહીં. વાસુદેવ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત ભાજપ કાર્યાલય અને બંગાળી સમાજ દ્વારા આ ટ્રેન સુવિધા એકદમ 'ફ્રી ઓફ કોસ્ટ' રાખવામાં આવી છે. મધ્યમ અને ગરીબ વર્ગના કારીગરો જેઓ મોંઘી ટિકિટ કે પ્લેનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમના માટે આ એક સુવર્ણ તક છે. ભાજપ આ માધ્યમથી એ સાબિત કરવા માગે છે કે, તેઓ કાર્યકરો અને મતદારોની પડખે ઉભા છે. 1500 જેટલા મતદારોના ફોર્મ રદ આ સુવિધાનો લાભ માત્ર જે-તે વિસ્તારના સાચા અને નોંધાયેલા મતદારોને જ મળે તે માટે સુરત બંગાળી સમાજ દ્વારા કડક તપાસ કરવામાં આવી છે. વાસુદેવ અધિકારીના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. જેમના વોટિંગ કાર્ડ અપડેટ નહોતા અથવા જેમના નામ મતદાર યાદીમાં નહોતા, તેવા અંદાજે 1200થી 1500 ફોર્મ રદ SIRના કારણે કરવામાં આવ્યા છે. માત્ર 100% ભાજપના સમર્થક હોય અને માન્ય મતદાર હોય તેવા 5000 લોકોની જ પસંદગી કરવામાં આવી છે. ટાર્ગેટ 10 લાખ મતોનો, પરિવાર સાથેના જોડાણ પર નજર જોકે, સુરતમાં 2.5 લાખ બંગાળીઓ છે, પરંતુ ભાજપનું માનવું છે કે જો પરિવહન સુવિધા વધુ મોટી હોત તો તેઓ 2 લાખ લોકોને પણ મોકલી શક્યા હોત. આ 5000 મતદારો માત્ર આંકડો નથી, પણ એક મોટું નેટવર્ક છે. આ લોકો જ્યારે પોતાના ગામ જશે ત્યારે તેમના પરિવારના સભ્યોને પણ ભાજપ તરફ વાળશે. ભાજપનો અંદાજ છે કે, આ મુસાફરો દ્વારા તેઓ બંગાળમાં અંદાજે 10થી 12 લાખ મતો પર સીધી કે આડકતરી અસર પાડી શકશે. બંગાળી સમાજની સક્રિયતા, પરિવર્તન માટે કમર કસી સુરત બંગાળી સમાજના સંગઠનો અત્યારે રાત-દિવસ કાર્યરત છે. સમાજના અગ્રણીઓનું કહેવું છે કે, બંગાળમાં વર્ષોથી જે સ્થિતિ છે તેમાં હવે પરિવર્તન જરૂરી છે. સુરતમાં રહીને જે રીતે બંગાળીઓએ પ્રગતિ કરી છે, તેવી જ પ્રગતિ બંગાળમાં પણ થાય તેવો તેમનો ઉદ્દેશ્ય છે. આ માટે ભાજપ કાર્યાલય સાથે સંકલન કરીને યાદીઓ તૈયાર કરવામાં આવી છે અને દરેક મતદારને ટ્રેનની ટિકિટ અને અન્ય સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સમર વેકેશન અને ચૂંટણીનો મેળ બેસાડાયો અત્યારે ઉનાળાના વેકેશનનો સમય હોવાથી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. સામાન્ય રીતે આ સમયે ટિકિટ કન્ફર્મ મળવી અશક્ય હોય છે. ભાજપની આ વ્યૂહરચનાએ શ્રમિકોની વતન જવાની ઈચ્છા અને પક્ષની મત મેળવવાની જરૂરિયાત બંનેને એકસાથે સાંકળી લીધી છે. જે કારીગરો મોંઘી ટિકિટના કારણે જઈ શકતા નહોતા, તેઓ હવે 'ફ્રી ટ્રેન'ની સુવિધા મળતા ઉત્સાહમાં છે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ બંગાળ-મતદાર યાદીમાંથી નામ કપાયું:ચૂંટણી અધિકારીઓને ઘેરવામાં આવ્યા, પ્રદર્શનકારીઓએ ગાડીઓના કાચ તોડ્યા, પોલીસે બચાવ્યા
    Next Article
    Stock Market LIVE Updates: Sensex Drops 1,300 Points, Nifty Down 400 After Trump's Latest Iran Threat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment