Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભૂલથી પ્રવેશી ગયા'નું નાટક કરી ચોરી કરતી તમિલ ગેંગ ઝડપાઈ:દમણ પોલીસે આંતરરાજ્ય ગેંગના 4 સભ્યને દબોચ્યા, 50 મોબાઈલ અને 5 લેપટોપ સહિત ₹13.38 લાખનો મુદ્દામાલ જપ્ત

    15 hours ago

    દમણ પોલીસે આંતરરાજ્ય સ્તરે ઘરફોડ ચોરી આચરતી તમિલનાડુની એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કરી 4 સભ્યોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 50 મોબાઈલ ફોન અને 5 લેપટોપ સહિત કુલ ₹13.38 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ વહેલી સવારે ખુલ્લા દરવાજાવાળા મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી હતી. મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસમાં આ ગેંગની વિશિષ્ટ મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આરોપીઓ વહેલી સવારે રેકી કરતા અને જે ઘરના દરવાજા ખુલ્લા જણાય તેમાં ઘૂસી જઈ કિંમતી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ચોરી કરતા હતા. જો કોઈ વ્યક્તિ તેમને પકડી પાડે, તો તેઓ 'ભૂલથી ઘરમાં પ્રવેશી ગયા' હોવાનું નાટક કરતા હતા. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેઓ માત્ર તમિલ ભાષામાં જ વાત કરી અજાણ હોવાનો ઢોંગ કરતા હતા. 120 CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા આ ઓપરેશનની વિગત મુજબ, 17 એપ્રિલ, 2026ના રોજ નાની દમણ પોલીસ મથકે ₹5.78 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. એસપી કેતન બંસલના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમે દમણ અને વાપી વિસ્તારના અંદાજે 120 જેટલા CCTV ફૂટેજ ખંગાળ્યા હતા. વાપી રેલવે સ્ટેશન પાસેથી મળેલી કડીઓ અને બાતમીદારોની મદદથી પોલીસે વાપીના તળાવ ફળિયાની એક ચાલમાં રાત્રિ દરોડો પાડી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ જીવા મુનિયપ્પા (ઉંમર: 24 વર્ષ) આર્ય અન્નીયાપન (ઉંમર: 19 વર્ષ) મુનિયપ્પા બાલરાજ (ઉંમર: 44 વર્ષ) મુનિયપ્પા મુરગન (ઉંમર: 31 વર્ષ) (તમામ આરોપીઓ મૂળ વેલોર, તમિલનાડુના રહેવાસી છે અને હાલ વાપીની ગીતા નગરની ચાલમાં આશરો લઈ રહ્યા હતા.) અનેક રાજ્યોમાં ગુનાહિત ઈતિહાસ આ ગેંગ માત્ર દમણ પૂરતી મર્યાદિત નહોતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓએ વાપી, સિલવાસા, વલસાડ ઉપરાંત મુંબઈ, થાણે અને દિલ્હીમાં પણ અનેક ચોરીઓ કરી છે. મુંબઈના બોરીવલી પોલીસ સ્ટેશનમાં પણ તેમની વિરુદ્ધ ગુના નોંધાયેલા છે. હાલ દમણ પોલીસે ગુનો નોંધી ગેંગના અન્ય સંપર્કો અને અન્ય ચોરીના ગુનાઓ ઉકેલવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'નાડી-નાભીનો સંબંધ કહી ભાજપ લોકોને ભરમાવે છે':કેન્દ્રીય મંત્રી માંડવીયાના નિવેદન પર AAPનો પલટવાર, કહ્યું- 'સંબંધોની વાત કરો છો ત્યારે તમારા મોઢેથી દુર્ગંધ આવે છે'
    Next Article
    Gold and silver price today | સોના ચાંદીનો આજનો ભાવ | Latest Gold Rate | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment