Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '4 વર્ષથી ગંદકી છે કોઈ આવતું નથી':'ચૂંટણીમાં 5 દિવસ મત માંગવા આવે, પછી 5 વર્ષ આપણે ધક્કા ખાવાના', કામ કરે તેને મત આપવાની વોર્ડ-4ના રહીશોની ચીમકી

    3 days ago

    ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. ત્યારે વોર્ડ નંબર 4(કરચલિયાપરા)માં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓના અભાવે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત ટર્મમાં ભાજપના ચાર ઉમેદવારે આ વોર્ડમાં જીત મેળવી હતી. જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, મતદારો રોડ રસ્તા, ગટર, ગંદકીના કારણે મરછરનો ઉપદ્રવ, અનિયમિત સફાઈ તેમજ પાણી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ વિકાસના દાવા અને આક્ષેપબાજીમાં વ્યસ્ત છે. ‘અમારું કામ થશે તો જ મત આપીશું’ ટેકરી વિસ્તારના સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અહીં ગટરનું પાણી કાયમ ઉભરાય છે. દરોજ ફરિયાદ કરીએ છીએ તો જવાબ મળે છે કે થઈ જશે. ત્યારે જોવા આવે છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. ગંદકી અને ડ્રેનેજના પાણીના કારણે છોકરાઓ બિમાર પડે છે. આ વખતે ચૂંટણીમાં જે અમારું કામ કરશે, અમારું સાંભળશે, એને અમે મત આપીશું. એટલું જ નહીં જે અમારી સમસ્યા લઈને તેમની પાસે જઈશું અને કામ થશે તો જ મત આપવા છે. ‘ફરિયાદ કરીએ છતા કોઈ જવાબ નથી આપતું’ સ્થાનિક મહિલા કાજલબેને જણાવ્યું હતું કે, કચરાવાળા સમયસર આવતા નથી. અમે મહાનગરપાલિકામાં કેટલી વાર ફરિયાદ કરવા ગયા પણ કોઈ જવાબ દેતું નથી. મત લેવાનો હોય છે ત્યારે બધા આવે છે પણ કામ કરવા કોઈ આવતું નથી. એટલે આ વખતે કોઈને મત દેવાની ઈચ્છા નથી. આ સમસ્યાને ચાર વર્ષ તો થયા પણ નિરાકરણ આવતું નથી. 'ચોમાસામાં દર વર્ષે ગંદુ પાણી આવે છે' સ્થાનિક સંજયભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસામાં પીવાનું પાણી ગંદુ આવે છે. કોર્પોરેટર આવે અને કહે છે કે થઈ જશે. જો કે વોટ આપવાનો હોય ત્યારે આવે અને પછી વોટ મળી જાય અને ખુરશી પર બેસી જાય પછી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. 'ખુરશી મળે એટલે જલસા કરવાના' રુવાપરી રોડ ટેકરીચોક વિસ્તારના સ્થાનિક ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું કે, નથી રોડ બનતો, નથી ગટર લાઈન અને પાણીની સમસ્યા પણ છે. અહીંથી અમારા 300થી 400 ઝૂપડા છે, અમારી માંગ પૂરી થશે ત્યારે અમે વોટ આપીશું. ચૂંટણી આવે ત્યારે વોટ લેવા આવે, પાંચ જ દિવસએ લોકો માંગવા આવે છે, પછી પાંચ વર્ષ સુધી અમારે ધક્કા ખાવાના. ખુરશી મળે એટલે જલસા કરવાના, બાકી ગરીબ કોણ છે કોઈને ખબર નથી. ‘બાકી રહેતા વિકાસના કામો અમે પૂર્ણ કરીશું’ આ અંગે વોર્ડ નંબર 4 પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમારા કાર્યકાળ દરમિયાન અમે ચારેય નગરસેવકો દ્વારા કુંભારવાડા વિસ્તારમાં આશરે 150 કરોડના કામ અમે કર્યાં છે. અમારા વિસ્તારમાં પહેલી તો લાઈબ્રેરી છે. આખા ભાવનગરની અંદર પ્રથમ લાઈબ્રેરી છે એ અમારા વોર્ડમાં બની. PHC સેન્ટર નવું બની રહ્યું છે. છેવાડાના લોકો સુધી ધનાનગર, શાંતિનગર એ બધા વિસ્તારની અંદર બ્લોક નખાવ્યા છે. ધનાનગરમાં ડ્રેનેજની પણ નવી લાઈનો નખાવી છે અને જે પણ બાકી રહેતા કામો પણ હજુ અમે પૂરા કરીશું. 'ગંદકીના કારણે લોકો બિમાર પડે જે પૈસા દવામાં જાય છે' વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર સાગરભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં પાંચ વર્ષમાં કોઈ કામ થયા જ નથી. ગટરની સમસ્યા તો એટલી હદે વધી ગઈ છે કે માણસો રોગચાળાથી પીડાય છે અને માંદા પડે છે. મધ્યમવર્ગ, ગરીબવર્ગના લોકો અહીંયા રહે છે જે રોજ સવારે રોજીરોટી લાવીને ખાય છે, તો એના પૈસા દવામાં જ જાય છે. 'કોર્પોરેટરે રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી' સમસ્યા એવી છે કે રુવાપરીથી વૈશાલી ટોકીઝ સુધીનો રોડ જ્યારે બિસમાર હાલતમાં હતો ત્યારે જે રોડ બનાવવા માટે અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો હતા તેમણે પણ રાજીનામાની ચીમકી આપવી પડી હતી. એક નનામી પણ અહીથી જઈ શક્તિ નહોતી, એ નનામી જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે જનતામાં ખૂબ આક્રોશ હતો.
    Click here to Read More
    Previous Article
    'મમ્મી-પપ્પા હું હારી ગયો છું, મને માફ કરી દેજો':અમરોલીમાં સુસાઈડ નોટ લખી યુવકે ફાંસો ખાધો, વેડરોડના BCAના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું; સુરતમાં આપઘાતના બે બનાવ
    Next Article
    Shah’s twin promises in north Bengal: ‘Gorkha issues to be resolved without bifurcating Bengal; Rajbanshi language in Eighth Schedule’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment