Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજ ગેસ લીકેજની ઘટના, 4 દિવસની સારવાર બાદ આસામનો યુવક-બ્રેઈનડેડ:મૃતકના અંગોથી 5 દર્દીઓને મળશે નવું જીવન, અમદાવાદ સિવિલમાં 246મું અંગદાન

    7 hours ago

    અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન થયું છે. આસામના 21 વર્ષીય સદુદ્દીન અબ્દુલ મલિકના અંગદાનથી પાંચ દર્દીઓને નવું જીવન મળશે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંક 246 પર પહોંચ્યો છે. સદુદ્દીન હાલમાં ભરુચ જિલ્લાના દહેજમાં રહેતા હતા. 4 જુલાઈએ ગેસ લીકેજની ઘટનામાં બચવા માટે બારીમાંથી કૂદતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક સારવાર બાદ 6 જુલાઈએ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાર દિવસની સારવાર છતાં 10 જુલાઈએ ડૉક્ટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુસ્લિમ સમાજમાંથી થયેલું નવમું અંગદાન ત્યારબાદ હોસ્પિટલની અંગદાન કાઉન્સેલિંગ ટીમે પરિવારજનોને અંગદાન અંગે સમજાવ્યું હતું. પુત્રના પિતા અબ્દુલ મલિકે અંગદાન માટે સંમતિ આપતા હૃદય, લીવર, બે કિડની અને સ્વાદુપિંડનું દાન કરવામાં આવ્યું. દાનમાં મળેલી બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ IKDRC ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓમાં કરવામાં આવશે, જ્યારે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુ.એન. મહેતા હોસ્પિટલમાં થશે. આ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુસ્લિમ સમાજમાંથી થયેલું નવમું અંગદાન છે. પરિવારજનોએ કલમાનું પઠન કરીને અંતિમ વિદાય આપી અંગદાન પહેલા હોસ્પિટલમાં ડૉક્ટરો અને સ્ટાફે મૌન પ્રાર્થના કરી હતી, જ્યારે પરિવારજનોએ કલમાનું પઠન કરીને અંતિમ વિદાય આપી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 246 અંગદાતાઓ પાસેથી 814 અંગો અને 245 પેશીઓ સહિત કુલ 1,059 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલમાં 246મું અંગદાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અંગદાન મોડેલ સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ છે. અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલોએ પણ આ મોડેલ અપનાવી અંગદાન અંગે વધુ જાગૃતિ લાવવી જોઈએ. તેમણે લોકોને અંગદાન માટે આગળ આવવાની અપીલ પણ કરી.
    Click here to Read More
    Previous Article
    ક્લાસ-1 અધિકારીને ફરજમુક્ત કરીને સમય પહેલાં નિવૃત્ત કરાયા:એ.બી. ચૌધરીના ઘરેથી 1.76 કરોડ રોકડા મળ્યા'તા, ACBમાં ગુનો નોંધાયો, 'ઓપરેશન ગંગાજળ' હેઠળ કાર્યવાહી
    Next Article
    किरतपुर में मालन नदी में नहाने गए थे तीन लड़के, तीनों डूबे, एक मिला दो की तलाश जारी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment