Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્લાસ-1 અધિકારીને ફરજમુક્ત કરીને સમય પહેલાં નિવૃત્ત કરાયા:એ.બી. ચૌધરીના ઘરેથી 1.76 કરોડ રોકડા મળ્યા'તા, ACBમાં ગુનો નોંધાયો, 'ઓપરેશન ગંગાજળ' હેઠળ કાર્યવાહી

    9 घंटे पहले

    રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન 'ઓપરેશન ગંગાજળ' હેઠળ વધુ એક મોટા અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે મુખ્ય વિદ્યુત નિરીક્ષક (ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર) એ.બી. ચૌધરીને જાહેર હિતમાં તાત્કાલિક અસરથી સમય પહેલાં નિવૃત્ત કરવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા 10 જુલાઈ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ ગુજરાત સિવિલ સર્વિસિસ (પેન્શન) નિયમો હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૌધરીને ત્રણ મહિનાના પગાર અને ભથ્થા જેટલી રકમ ચૂકવીને સેવા પરથી દૂર કરવામાં આવ્યા છે. ACBના દરોડામાં કરોડોની મિલકતનો ખુલાસો એ.બી. ચૌધરી વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા 1 જૂન, 2026ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમની કારમાંથી રૂપિયા 5.51 લાખની રોકડ રકમ મળી આવી હતી, જ્યારે તેમના નિવાસસ્થાન પરથી આશરે રૂપિયા 1.76 કરોડની રોકડ અને અન્ય સંપત્તિના પુરાવા મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ પણ વાંચો: સ્વિફ્ટમાંથી 5 લાખ અને ઘરેથી 1.76 કરોડ રોકડા મળ્યા, સોલાર પેનલની વીકમાં 100 ફાઇલ ક્લિયર કરી પહેલાં સસ્પેન્ડ કર્યા ને બાદમાં ફરજ પરથી હટાવ્યા આ કેસ બાદ સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા અને વડોદરામાં ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે તેમનું હેડક્વાર્ટર નક્કી કરવામાં આવ્યું હતું. હવે માત્ર એક મહિનાથી થોડા વધુ સમયમાં જ રાજ્ય સરકારે તેમને ફરજ પરથી હટાવી દીધા છે. ભ્રષ્ટાચાર સામે સરકારનો કડક સંદેશ રાજ્ય સરકારના વર્તુળોમાં આ કાર્યવાહી 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત ભ્રષ્ટાચાર સામેનો કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેસમાં ચૌધરીની સંપત્તિની પણ તપાસ ચાલી રહી છે અને ગેરકાયદેસર રીતે મેળવાયેલી મિલકતો સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં સૌથી મોટી કાર્યવાહીમાંથી એક રૂપાણી સરકાર દરમિયાન ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GLDC)ના તત્કાલીન એમડી કનૈયાલાલ દેત્રોજા સામે થયેલી કાર્યવાહી બાદ રાજ્યના સુપર ક્લાસ-વન અધિકારી સામેની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓ હવે કેસના નાણાકીય પાસાઓ અને સંપત્તિના સ્ત્રોતોની વધુ ઊંડી તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાતા 14 વર્ષીય સગીરાનું કરુણ મોત:ગેલેરીમાં ટેબલ પર ચઢીને કપડાં સૂકવતી વખતે સંતુલન ગુમાવતા દુર્ઘટના સર્જાઈ, પરિવાર શોકમાં ગરકાવ
    Next Article
    દહેજ ગેસ લીકેજની ઘટના, 4 દિવસની સારવાર બાદ આસામનો યુવક-બ્રેઈનડેડ:મૃતકના અંગોથી 5 દર્દીઓને મળશે નવું જીવન, અમદાવાદ સિવિલમાં 246મું અંગદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment