Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં 4 મહિલા બુટલેગરના ઘરનું ડિમોલિશન:આરોપીઓના 5 મકાન સાથે પાલિકના પ્લોટમાં 21 દબાણ તોડી પડાયા; રૂ. 1 કરોડથી વધુની જગ્યા ખુલ્લી કરાઈ

    4 days ago

    ભાવનગર SP નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે 23 માર્ચની સવારથી અચાનક પાંચ અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં ચાર મહિલા બુટલેગર અને એક શરીર સંબધિત ગુનાના પુરુષ આરોપીના ગેરકાયદે બાંધકામ ચાર જેસીબીથી તોડવાનું શરૂ કરાયું છે. સવારે 8થી શરૂ કરાયેલા ડિમોલિશનમાં એક મહિલા બુટલેગર સહિત બેના ઘર, તેમજ ગેરકાયદે રહેલી 14 દુકાન અને 7 ઓરડી તોડી પાડવામાં આવી છે. હાલમાં આડોડીયા વિસ્તારની કામગીરી પૂર્ણ થતાં જેસીબી સાથે પોલીસ કાફલો આરોપી મોહમ્મદ ઝુંબેર શેખના દબાણ દૂર કરવા પ્રભુદાસ તળાવ હવામસ્જિદ વિસ્તારમાં રવાના થયો છે. આ કામગીરી માટે સિટી DYSP, LCB, ઘોઘારોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખસોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઘરો તૂટતા જોઈને મહિલાઓ રડતી જોવા મળી હતી. આ લોકોના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન 1. અંજનાબેન પંકજભાઈ રાઠોડ 2. મીનાબેન રાકેશભાઈ રાઠોડ 3. પ્રીતિબેન આરજુભાઈ 4. હિરલબેન નિમેષભાઈ પરમાર 5. મોહમ્મદ ઝુબેર જાહીદભાઈ શેખ
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં PM મોદી બપોરે 2 વાગ્યે સંબોધન કરશે:મિડલ ઈસ્ટની પરિસ્થિતિ વિશે વાત કરશે: ગઈકાલે કહ્યું- દેશમાં કાળાબજારી સહન કરવામાં આવશે નહીં
    Next Article
    વડોદરામાં તળાવમાં નહાવા ગયેલા 4 યુવાન ડૂબ્યા:બે યુવાનનો બચાવ અને બે ગુમ, કીચડમાં ફસાઈ ગયા હોવાની આશંકા; નર્મદા પરિક્રમા કરવા આવેલો સુરેન્દ્રનગરનો યુવક તણાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment