Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીખ માંગવા ને ભંડારામાં મફત જમવા માટે માસૂમનું અપહણર:અમરોલીની 4 વર્ષની બાળકી અમદાવાદથી સુરક્ષિત મળી, 43 રેલવે સ્ટેશન અને 1500 CCTV તપાસ્યા બાદ આરોપી ઝડપાયો

    8 hours ago

    સુરતના અમરોલી વિસ્તારમાંથી ગત 2 એપ્રિલના રોજ અપહરણ કરાયેલી 4 વર્ષની માસૂમ બાળકીને સુરત પોલીસે 84 કલાકના સઘન સર્ચ ઓપરેશન બાદ અમદાવાદના નારોલથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે. મૂળ દાહોદના આરોપી પપ્પુ ઉર્ફે સીનિયા ખડિયાએ માત્ર ભીખ માંગવામાં સરળતા રહે અને લોકોની સહાનુભૂતિથી મફત જમવાનું મળી રહે તેવા વિચિત્ર હેતુથી આ અપહરણ કર્યું હતું. પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ 120થી વધુ પોલીસકર્મીઓની ટીમે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. 1500 સીસીટીવી અને સોશિયલ મીડિયાની મદદથી સર્ચ ઓપરેશન બાળકીની શોધખોળ માટે 5 પોલીસ ઈન્સ્પેક્ટર અને 9 પીએસઆઈ સહિતની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે સુરતથી સાયણ અને વડોદરાથી મુંબઈ સુધીના રેલવે રૂટ પરના 1500થી વધુ સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી સાયણના જલારામ મંદિર પાસે ભંડારામાં જમતો અને ત્યારબાદ ટ્રેન મારફતે જતો જોવા મળ્યો હતો. આ સાથે જ 1000થી વધુ પોલીસ જવાનોએ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટા વાઇરલ કર્યા હતા, જેના આધારે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બાતમી મળતા આરોપીને કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો. નાના બાળકો સાથે હોય તો લોકો જલ્દી પૈસા આપે છે પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે પોતે બે બાળકોનો પિતા છે અને તેની પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. તેનું માનવું હતું કે નાના બાળકો સાથે હોય તો લોકો જલ્દી પૈસા આપે છે અને ભંડારામાં જમવાનું સરળતાથી મળી રહે છે. આ જ લાલચમાં તેણે પડોશમાં રહેતી બાળકીને નિશાન બનાવી હતી. એડિશનલ સીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, મેડિકલ તપાસમાં બાળકી સાથે કોઈ શારીરિક છેડછાડ કે અઘટિત ઘટના બની હોવાનું સામે આવ્યું નથી, જે એક મોટી રાહતની બાબત છે. પોલીસની કામગીરી અને આગામી તપાસ આ સમગ્ર મેગા ઓપરેશનમાં સુરત પોલીસની સાથે રેલવે પોલીસ અને આરપીએફને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી સાથે તેના પોતાના ગણાતા અન્ય બે બાળકો પણ જોવા મળ્યા હતા, જેના વાલીઓ અંગે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. 84 કલાક સુધી સતત ચાલેલા આ ઓપરેશનમાં ટેકનોલોજી અને જાહેર જનતાના સહયોગથી માસૂમ બાળકીને હેમખેમ પરિવાર સાથે મિલાવવામાં પોલીસ સફળ રહી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે ભાજપનો ઉગ્ર વિરોધ:સુરેન્દ્રનગરમાં ધરણાં, મહિલા મોરચાએ કોંગ્રેસ અધ્યક્ષના ફોટાને ચપ્પલ મારી રોષ વ્યક્ત કર્યો
    Next Article
    One of the biggest cyber crimes in Pune: Threatened with property seizure by scammers, elderly doctor loses Rs 12.3 crore in share trading fraud

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment