Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 4 જિલ્લાનું તાપમાન 40°Cને પાર:રાજકોટ 41.9 ડિગ્રી સાથે સૌથી ગરમ, બે દિવસ સૌરાષ્ટ્ર સહિતમાં માવઠાની આગાહી, બે દિવસ બાદ ગરમી ઘટશે

    1 week ago

    ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જોકે, હાલમાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચી ગયો છે. આગામી બે દિવસમાં તાપમાન 40થી 42°C આસપાસ રહી શકે છે. રાજ્યના 4 શહેરમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. રાજકોટ 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યું છે. તો સુરેન્દ્રનગર 41°C સાથે બીજા ક્રમે રહ્યું છે. તો અમદાવાદમાં 40.4°C અને અમરેલીમાં 40.3°C મહત્તમ તાપમાન નોંધાયું છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો હજુ બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. બે દિવસ ક્યાં વરસાદ પડશે? હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જેમાં 19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદની સંભાવના છે. જ્યારે 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી દિવસો કેવા રહેશે? આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફના પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે ભેજવાળું વાતાવરણ પરેશાન કરશે.
    Click here to Read More
    Previous Article
    White House to give US agencies Anthropic Mythos access, Bloomberg News reports
    Next Article
    ‘જેમ વેવાઈ જોઇએ એમ ઉમેદવાર જોઇને મત આપજો’:કડીમાં નીતિન પટેલે અસલ મિજાજમાં કહ્યું- કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફૂલ ગેરંટી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment