Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 સિસ્ટમ સક્રિય થતા કાલથી વરસાદનું જોર વધશે:30 જુલાઈએ સુરત સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ધોલેરા પંથકમાં ચારે તરફ પાણી જ પાણીનો ડ્રોન VIDEO

    21 hours ago

    ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આવતીકાલે 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજે સવારે છથી બપોરના બાર વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઈંચ છે. તો મહીસાગરના લુણાવાડામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થઈ છે એમાં ડીપ ડિપ્રેશન, મોનસુન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. કાલથી વરસાદનું જોર વધશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે.દાસના જણાવ્યા અનુસાર, 30 જુલાઈથી વરસાદનું જોર વધશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 31 જુલાઈના દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં કાલે ઓરેન્જ એલર્ટ આજે તો રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આવતીકાલે 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે દ્વારા ઓરેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. 31 જુલાઈએ અમદાવાદમાં રેડ એલર્ટ 31 જુલાઈએ તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી:મકરપુરા સેન્ટરથી EVM અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરાયું, કલેક્ટર અનિલ ધામેલિયાએ મુલાકાત લીધી
    Next Article
    Jana Nayagan Box Office Collection Day 6: Vijay's Film On The Threshold Of Crossing Rs 150 Crore In India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment