Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિનિયર સિટિઝનને 'ડિજિટલ એરેસ્ટ' કરનાર 4 આરોપી જયુડીશીયલ કસ્ટડીમાં:3 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન, રૂ. 1.11 કરોડની છેતરપિંડી આચરી હતી

    9 hours ago

    વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે 'ડિજિટલ એરેસ્ટ'ના નામે સિનિયર સિટિઝન સાથે રૂ. 1.11 કરોડની છેતરપિંડી આચરનાર ચાર આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ પુરા થતા જયુડીશીયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યાં છે. આ મામલે 3 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. આ કેસમાં, ઉમરગામના 69 વર્ષીય ફરિયાદીને 28 સપ્ટેમ્બર 2024ના રોજ આરોપીઓએ ફોન કર્યો હતો. આરોપીઓએ પોતાને ક્રાઇમ બ્રાન્ચ, સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના અધિકારી તરીકે ઓળખાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. તેમણે ફરિયાદીને જણાવ્યું કે, તેમનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું છે. ત્યારબાદ, આરોપીઓએ સ્કાયપે (Skype) વિડિયો કોલ દ્વારા ફરિયાદીને 'ડિજિટલ એરેસ્ટ' કર્યા હતા. વીડિયો કોલ દરમિયાન, આરોપીઓએ બનાવટી કોર્ટ રૂમ અને ન્યાયાધીશ જેવું વાતાવરણ ઊભું કરી ફરિયાદીને જેલમાં જવાની ધમકી આપી હતી. આ ડરના કારણે ફરિયાદીએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 1,11,11,111/- ટ્રાન્સફર કરી દીધા હતા. આ રૂપિયા દુબઇના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાં દરોડા પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં મુકેશ પોલેકર, જય જમન રાખ, રોહિતકુમાર નિતેશ મુંજાણી અને નિર્મળ નીતિન સોલંકી (તમામ રહે. કતારગામ, સુરત)નો સમાવેશ થાય છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન કેસમાં સંડોવાયેલા ઇસમોની માહિતી મેળવી આગળની તાપસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા ચાર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત, ફરિયાદીના અંદાજે 21 લાખ રૂપિયા હોલ્ડ કરાવી રિફંડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં આશિષ અરવિંદ પટેલ, સની અને હર્ષિલ નામના અન્ય ત્રણ આરોપીઓ હજુ વોન્ટેડ છે, જેમને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે છેતરપિંડીના આ નાણાં દુબઈ સ્થિત વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વલસાડ પોલીસે જનતાને અપીલ કરી છે કે, કોઈપણ સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ દ્વારા કોઈની ધરપકડ કરતી નથી કે નાણાંની માંગણી કરતી નથી. જો આવો કોઈ કોલ આવે તો ગભરાયા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    AAPએ જાહેર કર્યો મેનિફેસ્ટો:રોજગારથી લઈને ડિજિટલ સેવાઓ સુધીના વાયદા, હેલ્થ-શિક્ષણ પર ખાસ ફોક્સ કરાશે
    Next Article
    Amitabh Bachchan remembers mother Teji Bachchan’s reassuring words: ‘All shall be well beta’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment