Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી સાયબર ક્રાઈમનો ફરાર આરોપી ઝડપાયો.:શીલ પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઈમમાં 4 મહિનાથી નાસતો ફરાર કેવિન દેકીવાડીયા અમદાવાદથી ઝડપાયો; 25 પાસબુક, 43 ATM કાર્ડ અને 23 સીમકાર્ડ જપ્ત.

    9 hours ago

    ​જૂનાગઢ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સાયબર ક્રાઈમના એક ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે. શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસને હંફાવી રહેલા આરોપી કેવિન રમેશભાઈ દેકીવાડીયાને અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત SOGની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ​આરોપી કેવિન દેકીવાડીયા, જે મૂળ જૂનાગઢના ઝાંઝરડા રોડનો રહેવાસી છે, તે અમદાવાદના મેમનગર સ્થિત નિલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને છુપાયો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તે અહીંથી પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે દરોડો પાડીને તેની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો છે તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. તેની પાસેથી અલગ-અલગ બેંકોની 25 પાસબુકો, 43 જેટલા ATM કાર્ડ્સ, 23 સીમકાર્ડ અને 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. ​પકડાયેલ આરોપી વિરુદ્ધ BNS Act ની કલમ 317(2), 317(4) અને IT Act ની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધાયેલો હતો. તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલની કિંમત અંદાજે 42,000 રૂપિયા આંકવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં પાસબુક અને ATM કાર્ડ મળી આવતા પોલીસને આશંકા છે કે આ એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હાલમાં આ તમામ મુદ્દામાલ બાબતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી જાણવાજોગ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ​આ સફળ કામગીરીમાં SOGના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ, એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા તેમજ પો.કોન્સ. કૃણાલસિંહ પરમાર અને મયુરભાઈ ઓડેદરા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આટલા બધા બેંક એકાઉન્ટ્સ અને સીમકાર્ડનો ઉપયોગ કોના નામે અને કઈ રીતે કરતો હતો. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં આમ આદમી પાર્ટીનો 'ગોલ્ડન ઉમેદવાર':60 તોલા સોનું અને બાઉન્સરોના કાફલા સાથે હાઈવોલ્ટેજ પ્રચાર; કહ્યું, ભાજપના 'ખરીદ-વેચાણ'ના ડરથી બોડીગાર્ડ રાખ્યા
    Next Article
    ‘Chasing 12-13 at death is going to be tough..’: CSK skipper Ruturaj Gaikwad on middle-order faltering

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment