Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:પાક પર ખતરો; 4 દિ'' માવઠાની આગાહી, 19 અને 20મીએ તિવ્રતા વધુ‎

    20 hours ago

    આકરા ઉનાળાની શરૂઆત વચ્ચે હવામાનમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યા મુજબ 19 માર્ચથી આગામી ચાર દિવસ દરમિયાન માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.વધુમાં જણાવ્યા મુજબ હાલ વધતા તાપમાન વચ્ચે આ પરિવર્તનથી તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. માવઠાના કારણે દિવસના તાપમાનમાં રાહત મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. માવઠાની સ્થિતિ સર્જાય તો કૃષિ ક્ષેત્રમાં પણ તેની અસર જોવા મળી શકે છે. ઉનાળાની શરૂઆતમાં વધતા તાપમાન વચ્ચે વાતાવરણમાં આ પ્રકારનો ફેરફાર સામાન્ય રીતે વાદળછાયા માહોલ અને હળવા પવન સાથે જોવા મળે છે. આમ ઊનાળાની આકરી ગરમી વચ્ચે હવામાનમાં પલ્ટો આવશે. શિયાળુ સીઝન પૂર્ણ થયા બાદ ખેડૂતોએ ઉનાળુ પાકમાં મગ,તલ સહિતના પાકનું વાવેતર કર્યું છે જો કમોસમી વરસાદ પડે તો આ પાકને પણ વ્યાપક નુકસાન થઈ શકે છે.કારણ કે હજુ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તલ, મગ સહિતના ઉનાળુ પાકનુ મહદઅંશે વાવેતર થયુ છે અને અમુક જગ્યાએ પાક હજુ ઉગીને તૈયાર થઈ રહ્યો છે. મિશ્ર ઋતુથી રોગચાળો વકરી શકે છે : નિષ્ણાંતો આ અંગે તબીબે જણાવ્યું હતું કે હાલ પણ બપોરના સમયે ગરમી અને સાંજે ઠંડી પડી રહી છે અને મિશ્ર હવામાન જોવા મળી રહ્યું છે મિશ્ર ઋતુને કારણે હાલ નાના બાળકોથી માંડી વયો વૃદ્ધ સુધીના લોકોમાં શરદી, ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં રોજની 200થી વધુ ઓપીડી નોંધાઇ રહી છે. જો વરસાદ પડે તો રોગચાળો પણ વકરી શકે છે જેથી લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    બોર્ડની પરીક્ષા:ભૂગોળના પેપરમાં 131 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા
    Next Article
    કાર્યવાહી:2 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીની વલસાડથી અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment