Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 કરોડ રૂપિયાની કિંમતના દારૂનો નાશ:15 પોલીસ સ્ટેશનમાં પકડાયેલી દારૂની બોટલ પર રોલર ફરી વળ્યું, 'સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત' અંતર્ગત કાર્યવાહી કરી

    15 hours ago

    વડોદરા શહેર પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે કડક વલણ અપનાવતા આજે કોયલી ખાતે એક ખૂબ જ મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના વિવિધ ઝોન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો આજે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી રોલર અને બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ વર્ષનો સૌથી મોટો દારૂનો નાશ કરવાની આ કામગીરી હોવાનું જાણવા મળ્યું છે. કાયદેસરની મંજૂરી બાદ લેવાયું એક્શન શહેરના ડીસીપી ઝોન-1, ઝોન-2 અને ઝોન-3 હેઠળ આવતા કુલ 15 પોલીસ સ્ટેશનો દ્વારા વર્ષ 2025-26 દરમિયાન જુદા-જુદા 313 કેસોમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નષ્ટ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ડીસીપી ઝોન-1 જે એમ ચાવડા, ત્રણેય ઝોનના એસીપી (ACP), 14 પોલીસ સ્ટેશનના પીઆઈ (PI), પીએસઆઈ (PSI) તેમજ એસડીએમ (SDM) કચેરીના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ‘સ્વચ્છ ગુજરાત’ અભિયાન અંતર્ગત કામગીરી: ડીસીપી જે એમ ચાવડા આ સપાટા અંગે માહિતી આપતા વડોદરા ડીસીપી ઝોન-1 જે એમ ચાવડાએ જણાવ્યું હતું કે, "‘સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત’ અભિયાન અંતર્ગત વડોદરા શહેર પણ નશામુક્ત અને સ્વચ્છ બને તે આશયથી, પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ આ વિશેષ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કોયલી ખાતે વડોદરા શહેરના ઝોન-1, 3 અને 4ના વિસ્તારોમાં પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલના નાશ કરવાની સંયુક્ત કામગીરી કરવામાં આવી છે." કોર્ટના હુકમ બાદ લેવાયો નિર્ણય તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં મોટા પ્રમાણમાં મુદ્દામાલ સાચવવા અને મૂકવા માટે જગ્યાના ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. જેથી અમારા અધિકારીઓ દ્વારા નામદાર કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આ દારૂના મુદ્દામાલનો નિકાલ કરવા માટેના કાયદેસરના હુકમ જારી કરાયા બાદ, આજે આ નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. વડોદરા પોલીસના આ કડક પગલાથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા પોલીસ કટિબદ્ધ દેખાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    Ind vs AFG ODI Series: गिल और यशस्वी को लेकर टीम इंडिया में कन्फ्यूजन? | Shubhman Gill | Jaiswal
    Next Article
    અંદાજે 7 કરોડની જમીન સરકાર હસ્તક થશે:જમીનના યોગ્ય પુરાવા રજૂ નહીં કરી શકતા 4 વીઘા જમીન સરકાર હસ્તક લેવા મામલતદાર કૃષિ પંચનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment