Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 કરોડ રૂપિયાની કિંમતના દારૂનો નાશ:વડોદરાના 15 પોલીસ સ્ટેશનમાં પકડાયેલી 1 લાખ, 34 હજાર દારૂની બોટલ પર રોલર ફરી વળ્યું, 'સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત' અંતર્ગત કાર્યવાહી કરી

    2 days ago

    વડોદરા શહેર પોલીસ દ્વારા કોયલી ખાતે જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના દારૂનો નાશ કરવાની આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીસીપી ઝોન-1, ઝોન-2 અને ઝોન-3 હેઠળ આવતા 15 પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા 4 કરોડ રૂપિયાથી વધુના દારૂના જથ્થાનો રોલર ચલાવી નાશ કરવામાં આવ્યો હતો. આ વર્ષનો સૌથી મોટો દારૂ નાશ કરાયો હતો. વડોદરા શહેર પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે કડક વલણ અપનાવતા કોયલી ખાતે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના ડીસીપી ઝોન-1, ઝોન-2 અને ઝોન-3 હેઠળ આવતા કુલ 15 પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ કેસોમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવ્યો હતો. રૂ. 4 કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થાને બુલડોઝર અને અન્ય સાધનોની મદદથી નષ્ટ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન ડીસીપી ઝોન-1 જે એમ ચાવડા, ત્રણેય ઝોનના એસીપી, 14 પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ એસડીએમ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ડીસીપી ઝોન 1 જે એમ ચાવડાએ જણાવ્યું હતું કે, 'સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત' અભિયાન અંતર્ગત વડોદરા શહેર પણ સ્વચ્છ બને તે આશયથી, પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કોયલી ખાતે વડોદરા શહેરના ઝોન-1, 3 અને 4ના વિસ્તારોમાં પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલના નાશ કરવાની સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ સાચવવા અને મૂકવા માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. જેથી અમારા અધિકારીઓએ કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આ દારૂના મુદ્દામાલના નાશ કરવા માટેના કાયદેસરના હુકમ આવ્યા બાદ, આજે આ નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2025-26ના કુલ 313 કેસ અંતર્ગત જપ્ત કરાયેલી 4 કરોડ 1 લાખ 70 હજાર રૂપિયાની કિંમતની 1 લાખ 34 હજાર બોટલોનો નાશ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'જાન દેંગે, જમીન નહીં દેંગે', VIDEO:હજીરા કાંઠાના ગ્રામજનોનો કલેક્ટર કચેરીએ મોરચો, ટેનાખાડી અને પર્યાવરણ બચાવવા ઉગ્ર માંગ
    Next Article
    વલસાડના મુળી ગામે યુવક-યુવતીઓ પર હુમલો:લાકડાના ફટકા વડે માર મરાયો, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment