Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાડીમાં છુપાવેલા 4 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા:પાતાપુરની વાડીમાં ચાલતા દારૂના અડ્ડામાંથી 1390 બોટલ જપ્ત, ત્રણની શોધખોળ

    4 days ago

    ​જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાતાપુરની એક વાડીમાં ચાલતા વિદેશી દારૂના નેટવર્ક પર સફળ દરોડો પાડીને 4 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન વાડીમાં છુપાવી રાખેલી 1390 નંગ વિદેશી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી છે અને સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે. જોકે, અન્ય ત્રણ શખ્સો ફરાર હોવાથી પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પાતાપુર ગામની આથમણી સીમ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો ​જૂનાગઢમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ વજરાજસિંહ ચુડાસમા સહિતના સ્ટાફને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામની આથમણી સીમ વિસ્તારમાં આવેલી હરેશ લખમણભાઈ ભાદરકાની વાડીમાં આવેલા રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ત્યાં ગાંધીગ્રામ વિસ્તારના ભરત હમીરભાઈ રાડાએ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો. 4 લાખની 1390 દારૂની બોટલ જપ્ત પોલીસે આ સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1390 બોટલો કબ્જે કરી છે, જેની અંદાજિત કિંમત 4,05,977 રૂપિયા થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, જેની કિંમત 20,000 રૂપિયા આંકવામાં આવી છે. આમ, ક્રાઇમ બ્રાન્ચે કુલ 4,25,977 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે શખ્સોની ધરકપડ, ત્રણ ફરારની શોધખોળ​ આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પાતાપુર ગામના 43 વર્ષીય ખેડૂત હરેશભાઈ લખમણભાઈ ભાદરકા અને જૂનાગઢ ગાંધીગ્રામના 45 વર્ષીય ભરતભાઈ હમીરભાઈ રાડાનો સમાવેશ થાય છે. જોકે, આ કેસમાં અન્ય ત્રણ શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમાં ગાંધીગ્રામનો મેરા ઉર્ફે બકરી પરબતભાઈ શામળા, મીરાનગરનો દેવા જેસાભાઈ પરમાર અને ગાંધીગ્રામનો નિકુલ ભરતભાઈ રાડા ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવાપરા વિસ્તારમાં પથ્થરમારા બાદ બે રાઉન્ડ ફાયરિંગ:રમઝાન માસ દરમિયાન થયેલી માથાકૂટ બાદ ઈદના દિવસે ફરી વિવાદ ઉગ્ર બન્યો, 8 લોકો સામે ફરિયાદ
    Next Article
    Xiaomi Pad 8 review: With smooth screen and premium build, is this tablet finally a true laptop replacement?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment