Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોંગકોંગ સિક્સિસ- પાકિસ્તાને ભારતને 4 વિકેટે હરાવ્યું:13 બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કર્યો; અબ્બાસ અફ્રિદીએ 8 બોલમાં 35 રન બનાવ્યા

    8 hours ago

    હોંગકોંગ ઇન્ટરનેશનલ સિક્સિસ ટુર્નામેન્ટમાં પાકિસ્તાને ભારતને 4 વિકેટે હરાવ્યું. ભારતે શુક્રવારે પ્રથમ બેટિંગ કરતાં 6 ઓવરમાં 5 વિકેટે 88 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાને 3.5 ઓવરમાં 2 વિકેટે 91 રન બનાવીને મુકાબલો જીતી લીધો. પાકિસ્તાને 13 બોલ બાકી રહેતાં 89 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. પાકિસ્તાનની જીતમાં અબ્બાસ અફ્રિદી અને ખ્વાજા નફેએ મહત્ત્વની ભૂમિકા ભજવી. અબ્બાસે 8 બોલમાં 35 રન બનાવ્યા. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો. નફેએ 12 બોલમાં 41 રનની ઇનિંગ્સ રમી. શશાંક સિંહે 11 બોલમાં 40 રન બનાવ્યા ગ્રુપ-Cના મુકાબલામાં ભારતની શરૂઆત સારી રહી નહોતી. રાહુલ ત્રિપાઠી 5 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ નીતિશ રાણાએ 14 બોલમાં 19 રન બનાવ્યા. તે રિટાયર્ડ આઉટ થયો. શશાંક સિંહે મેદાનમાં આવતાં જ આક્રમક બેટિંગ કરી. તેણે 11 બોલમાં 40 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થયો. શશાંક-નીતિશ વચ્ચે 57 રનની ભાગીદારી શશાંકે નીતિશ રાણા સાથે બીજા વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી. જોકે, તેના આઉટ થયા બાદ ભારતીય ઇનિંગ્સ લથડી ગઈ. રાહુલ તેવટિયા અને કેપ્ટન કૃણાલ પંડ્યા ખાતું પણ ખોલી શક્યા નહીં. બંનેને અબ્દુલ સમદે સતત બોલ પર આઉટ કર્યા. ટી. નટરાજને 6 બોલમાં અણનમ 12 રન બનાવ્યા. ભારતે 6 ઓવરમાં 88 રન બનાવ્યા. પાકિસ્તાને 3.5 ઓવરમાં મેચ પૂરી કરી 89 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલા પાકિસ્તાનના બેટર્સે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી. ખ્વાજા નફે અને અબ્બાસ અફ્રિદીએ ભારતીય બોલરો પર દબાણ બનાવ્યું. બંનેએ પ્રથમ વિકેટ માટે 2.1 ઓવરમાં 59 રનની ભાગીદારી કરી. અબ્બાસ 8 બોલમાં 35 રન બનાવી શશાંક સિંહના બોલ પર આઉટ થયો. નફેએ 12 બોલમાં 41 રન બનાવ્યા ત્યારબાદ નફેએ પણ ઝડપથી રન બનાવ્યા. તે 12 બોલમાં 41 રન બનાવી રાહુલ તેવટિયાનો શિકાર બન્યો. તેની ઇનિંગ્સમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ અબ્દુલ સમદે 3 બોલમાં અણનમ 7 અને ઇરફાન ખાને એક બોલમાં અણનમ 6 રન બનાવી પાકિસ્તાનને જીત અપાવી દીધી. કૃણાલ પંડ્યાએ એક ઓવરમાં 31 રન આપ્યા ભારત તરફથી બોલિંગમાં રાહુલ તેવટિયા અને શશાંક સિંહને એક-એક વિકેટ મળી. જોકે, ભારતીય બોલરો રન રોકવામાં નિષ્ફળ રહ્યા. કૃણાલ પંડ્યાએ એક ઓવરમાં 31 રન આપ્યા. ટી. નટરાજને એક ઓવરમાં 28 રન ખર્ચ્યા. શશાંક સિંહે 14 રન આપીને એક વિકેટ લીધી. પાકિસ્તાને 3.5 ઓવરમાં જ 91 રન બનાવીને મુકાબલો પોતાના નામે કરી લીધો. ટુર્નામેન્ટની 22મી સિઝન હૉંગકૉંગ સિક્સેસ 2026 ટુર્નામેન્ટની 22મી સીઝન છે. તે 30 ઑક્ટોબરથી 1 નવેમ્બર સુધી હૉંગકૉંગના મોંગ કોકના મિશન રોડ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ત્રણ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં 12 દેશોની ટીમ ભાગ લઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સેહવાગ-દ્રવિડના પુત્રોને અંડર-19 એશિયા કપની ટીમમાં સ્થાન:15 પ્લેયર્સમાં 3 ગુજરાતના; લક્ષ્ય રાયચંદાની કેપ્ટન; 8 નવેમ્બરે પાકિસ્તાન સામે ટક્કર
    Next Article
    30 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:મેષ-મકર રાશિ જાતકોનો ભાગ્યોદય નક્કી, વૃશ્ચિક રાશિના લોકોને ધંધામાં ફાયદો થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment