Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેહવાગ-દ્રવિડના પુત્રોને અંડર-19 એશિયા કપની ટીમમાં સ્થાન:15 પ્લેયર્સમાં 3 ગુજરાતના; લક્ષ્ય રાયચંદાની કેપ્ટન; 8 નવેમ્બરે પાકિસ્તાન સામે ટક્કર

    7 hours ago

    BCCIએ ACC મેન્સ અંડર-19 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. લક્ષ્ય રાયચંદાનીને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે યશવર્ધન સિંહ ચૌહાણ વાઇસ કેપ્ટન રહેશે. પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને પણ 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે. ટૂર્નામેન્ટ 5થી 14 નવેમ્બર સુધી ઓમાનના મસ્કટમાં રમાશે. 6 નવેમ્બરે નેપાળ સામે પ્રથમ મુકાબલો ભારત પોતાના અભિયાનની શરૂઆત 6 નવેમ્બરે નેપાળ સામે કરશે. ત્યારબાદ 8 નવેમ્બરે પાકિસ્તાન અને 10 નવેમ્બરે UAE સામે મુકાબલો થશે. ભારતની ત્રણેય ગ્રુપ મેચ મસ્કટની ઓમાન ક્રિકેટ અકાદમીમાં રમાશે. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, નેપાળ અને UAE ભારતીય ટીમને ગ્રુપ-Aમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ અને UAEની ટીમો છે. જ્યારે ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મલેશિયાને સ્થાન મળ્યું છે. બંને ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ મુકાબલા 12 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ 14 નવેમ્બરે યોજાશે. ભારતીય અંડર-19 ટીમ લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), યશવર્ધન સિંહ ચૌહાણ (વાઇસ કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), રજત બાઘેલ (વિકેટકીપર), વી. યશવીર, આર્યન સાવસાની, મોહિત ઉલ્વા, કાવ્ય પટેલ, શાવિન વિનોદ અને ઈશાન સૂદ. પાકિસ્તાને અગાઉની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું ACC મેન્સ અંડર-19 એશિયા કપની 13મી સિઝન 5થી 14 નવેમ્બર 2026 સુધી ઓમાનમાં રમાશે. તેમાં એશિયાની 8 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટ 50 ઓવરના વનડે ફોર્મેટમાં યોજાશે. પાકિસ્તાન ગત વખતનું ચેમ્પિયન છે. તેણે 2025ની ફાઇનલમાં ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો. --------------------- આ સમાચાર પણ વાંચો… ભારતની T20માં ન્યૂઝીલેન્ડ સામે સૌથી મોટી હાર:260 ચેઝ કરી રહેલી ટીમ 87 રનથી હારી, ડફીને 4 વિકેટ, ફિલિપ્સની સેન્ચુરી ન્યૂઝીલેન્ડે ચોથા T20 મુકાબલામાં ભારતીય ટીમને 87 રનોથી હરાવી દીધું છે. T20 ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની આ સૌથી મોટી હાર છે. આના પહેલાં સૌથી મોટો પરાજય 80 રનનો હતો, જે 2019માં વેલિંગ્ટનમાં નોંધાયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    सऊदी अरब के लिए अब 14 नवंबर तक फ्लाइट रद्द, एयर इंडिया ने यात्रियों को दिया ये विकल्प
    Next Article
    હોંગકોંગ સિક્સિસ- પાકિસ્તાને ભારતને 4 વિકેટે હરાવ્યું:13 બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કર્યો; અબ્બાસ અફ્રિદીએ 8 બોલમાં 35 રન બનાવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment