Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં બાઈક અકસ્માતમાં 4ના મોત:ધોરણ-12ની પરીક્ષા આપી પરત ફરતા ગંગથા અને બોરીકુવાના 3 મિત્રો ભોગ બન્યા; અંતિમયાત્રામાં ગામ હિબકે ચડ્યું

    13 hours ago

    તાપી જિલ્લાના નિઝર-ઉચ્છલ રોડ પર સોલાર પ્લાન્ટ સામે બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા, જેમાં ધોરણ-12ની પરીક્ષા આપીને પરત ફરી રહેલા ત્રણ મિત્રોનો સમાવેશ થાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઇકમાં આગ લાગી હતી અને મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હતા મૃતકોમાં કુકરમુંડા તાલુકાના ગંગથા ગામના અનિકેત રેહમતસિંગ વસાવે (20), અભિજીત મંગલસિંગ વસાવે (18) અને બોરીકુવા ગામના તેમના મિત્ર પિયુષ રાજુભાઈ વળવીનો સમાવેશ થાય છે. આ ત્રણેય મિત્રો ધોરણ-12ની પરીક્ષા આપીને સ્પ્લેન્ડર બાઇક (MH-39-E-8660) પર નિઝરથી વેલદા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નિઝરથી એક કિલોમીટર દૂર સોલાર પ્લાન્ટ સામે વેલદા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી પલ્સર બાઇક (MH-39-AP-6513) ના ચાલક નારસિંગ સોન્યા વળવી (રહે. મહારાષ્ટ્ર) એ સ્પ્લેન્ડર બાઇકને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં સ્પ્લેન્ડર ચાલક અનિકેત અને પાછળ બેઠેલા અભિજીતને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જનાર પલ્સર ચાલક નારસિંગ વળવીને પણ માથામાં ગંભીર ઇજા થતાં તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઇક પર સવાર અન્ય મિત્ર પિયુષ વળવીને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા, જે બાદ તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. નિઝર પોલીસે આ મામલે મૃતક પલ્સર ચાલક નારસિંગ વળવી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(A)(B) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ‘બોગસ ડોક્ટર’ ઝડપાયો:આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સાથે રાખી SOGની ક્લિનિક પર રેડ, સ્ટીરોઈડ, પેઇન કિલર અને એન્ટિબાયોટિક જપ્ત
    Next Article
    Heatwave forecast in Gujarat | ગુજરાતમાં હજુ બે દિવસ આકાશી અગનવર્ષા | Orange Alert | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment