Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીટોલથી પરત ફરતા રસ્તો ભટકેલા વૃદ્ધાને પોલીસ ટીમે વતન પહોંચાડ્યા:છેલ્લા 4 દિવસથી ગુમ વૃદ્ધા કઠલા ગામેથી મળી આવતા ડાયલ 112 ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી

    4 days ago

    દાહોદ જિલ્લાના ગાગેડી ગામના એક પરિવાર માટે આજનો દિવસ ખુશીનો રહ્યો. છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા 65 વર્ષીય વૃદ્ધાને દાહોદ ડાયલ 112 ની ટીમે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. આજે, 20 માર્ચ, 2026 ના રોજ વહેલી સવારે 06:31 વાગ્યે 112 કંટ્રોલ રૂમ પર એક અજાણ્યા નાગરિકનો કોલ આવ્યો હતો. જેમાં એક વૃદ્ધ મહિલા અસહાય હાલતમાં હોવાની જાણકારી મળી હતી. આ માહિતી મળતાની સાથે જ PCR ટીમ કઠલા ગામ તરફ રવાના થઈ હતી. આ ટીમમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રભાત ખપેડ અને પાઇલોટ રાઠોડ નિરવકુમાર ફરજ પર હાજર હતા. ટીમ જ્યારે કઠલા ગામે પહોંચી ત્યારે ત્યાં આશરે 65 વર્ષની ઉંમરના એક મહિલા બેઠેલા જોવા મળ્યા. તેમની માનસિક સ્થિતિ સ્થિર ન હોવાથી તેઓ અત્યંત ડરેલા હતા અને શરૂઆતમાં પોલીસ સાથે વાતચીત કરવા તૈયાર નહોતા. જોકે, પોલીસ જવાનોએ માનવતા દાખવી તેમને પાણી પીવડાવી વિશ્વાસમાં લીધા હતા. ખૂબ જ ધીરજ અને સહાનુભૂતિપૂર્વક પૂછપરછ કરતા મહિલાએ પોતાનું રહેઠાણ ગાગેડી ગામના હોવાની વિગતો આપી. આ વિગતોના આધારે ડાયલ 112 ની ટીમે તાત્કાલિક ટેકનિકલ મદદ અને સ્થાનિક સૂત્રો દ્વારા ગાગેડી ગામે તપાસ કરાવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વૃદ્ધા અગાઉ મધ્ય પ્રદેશના પીટોલ ખાતે રહેતા પોતાના સંબંધીઓના ઘરે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેઓ રસ્તો ભટકી ગયા હતા અને છેલ્લા ચાર દિવસથી ગુમ હતા. પરિવારજનો પણ તેમની શોધખોળ કરી રહ્યા હતા પરંતુ કોઈ પત્તો મળતો નહોતો. પોલીસ ટીમે સમયસૂચકતા વાપરી નાનીબેનને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા હતા. ચાર દિવસના વિરહ બાદ માતાને સહીસલામત જોઈ પરિવારજનોની આંખો છલકાઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ પોલીસ ટીમની ત્વરિત કાર્યવાહી અને સેવાકીય અભિગમ બદલ આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ-દ્વારકા-ઓખા નવી ST બસ સેવા શરૂ:ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બસ હંકારી
    Next Article
    Texas Girl Dies Doing Blackout Social Media Challenge, Parents Issue Warning

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment