Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ:સૌથી વધુ સુરતના અંબિકામાં સવા બે ઈંચ, 36 તાલુકામાં અડધા ઈંચથી વધુ; આજે 2 જિલ્લામાં રેડ અને 6માં ઓરેન્જ એલર્ટ

    15 hours ago

    હવામાન વિભાગની આગાહી મુજબ ભાદરવાના પ્રારંભે જ રાજ્યમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. આજે 13 સપ્ટેમ્બરે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં સવા બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 32 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 12 સપ્ટેમ્બરે સવારે 6થી આજે 13 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ઉકાઈમાં 12 ઈંચ, સુરતના ઉંમરપાડામાં 8.5 ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી શનિવારે લાંબા સમય બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 100થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ હજી પણ કોરાધાકોડ હોય ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગે 2 જિલ્લામાં રેડ, 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, 25 જિલ્લામાં હજી પણ 1 ટકાથી લઈ 88 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હોય આ ઘટ પૂરાવાની સૌ કોઈ આશા સેવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીની મલેશિયન PM ઇબ્રાહિમ સાથે મુલાકાત:BRICS સમિટ વચ્ચે બ્રેકફાસ્ટ પર મળ્યા; પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા
    Next Article
    લઠ્ઠાકાંડમાં 14 મોત, ફરી નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ:રાજસ્થાનના એક શખસે મટીરીયલ પાર્સલ કર્યું, બીજાએ ભાવનગર આવી નકલી દારૂ બનાવ્યો; રેલવે કર્મી સાળા-બનેવીનું કારસ્તાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment