Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘારોડ ગૌશાળા નજીક જુગાર રમતા 4 શકુની ઝડપાયા:જુગારના પાના તથા રોકડા રૂ.10,250 જપ્ત, ફરિયાદ નોંધાઈ

    2 days ago

    ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસે આવેલ ગૌશાળા શેરી નં. 4માં રેઇડ કરી હતી. આ દરમિયાન જાહેર રોડ પર પૈસા અને પાના વડે તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ચાર શખસોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય તથા રૂ. 10,250ની રોકડ રકમ કબ્જે કરી ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાર શખ્સો જુગાર રમતા ઝડપાયા મળતી વિગતો મુજબ, ઘોઘારોડ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ગૌશાળા નજીક જુગાર રમાતો હોવાની સચોટ માહિતી મળી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો, જ્યાં ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ 10 હજાર જપ્ત અને ગુનો નોંધાયો પોલીસે ચારેય શખસો પાસેથી જુગાર રમવાનું સાહિત્ય અને પટમાંથી કુલ રૂપિયા 10,250ની રોકડા રકમ જપ્ત કરી છે. ઘોઘારોડ પોલીસે આ ચારેય શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધીને તેમની અટકાયત કરી છે અને આ મામલે આગળની વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    7 મનપાને ચૂંટણીના એક મહિના બાદ મળશે મેયર:સુરતમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતીઓ વચ્ચે કટ્ટર સ્પર્ધા, કોર્પોરેટરો આવી પહોંચ્યા, હિનાબેન તાલિયા લડ્ડુ ગોપાલ સાથે આવ્યા
    Next Article
    Noida Man 'Surprised' By High Ironing Prices After Moving To Bengaluru

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment