Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 કરોડનો ચેક બાઉન્સ કેસ:સુરત કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને 6% વ્યાજ સાથે રકમ ચૂકવવાનો હુકમ કર્યો

    16 hours ago

    સુરતની એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દાખલ કરાયેલા એક અત્યંત મહત્વપૂર્ણ અને કરોડો રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં આરોપી વિરુદ્ધ કડક વલણ અપનાવીને દોષિત ઠરાવતો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત અનુસાર, ફરિયાદી બિલાલ અહમદ અબ્દુલ હમીદ ઇંટવાલા દ્વારા આરોપી મોહંમદ ઈરફાન અબ્દુલ જબ્બાર શેખ વિરુદ્ધ રૂપિયા 4,00,00,000ના ચેક અનાદર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અદાલતે તમામ પુરાવાઓ ધ્યાને રાખી આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા સંભળાવી છે. અદાલતમાં ચાલેલી લાંબી સુનાવણી દરમિયાન ફરિયાદીના એડવોકેટ કમલેશ એન. રાવલ તથા દિવ્યા ચૌધરી દ્વારા તમામ દસ્તાવેજી પુરાવાઓ, બેંક સ્ટેટમેન્ટ્સ અને નોટિસના પુરાવાઓ અત્યંત સચોટ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ રજૂઆતોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીને માત્ર 1 વર્ષના સાદી કેદની આકરી સજા જ નથી ફટકારી, પરંતુ મૂળ ચેકની રકમ રૂપિયા 4 કરોડ ઉપર 6% વ્યાજ ઉમેરીને આખી રકમ ફરિયાદીને ચૂકવી આપવાનો સ્પષ્ટ હુકમ કર્યો છે. આ ઉપરાંત અદાલતે એવો પણ હુકમ કર્યો છે કે જો આરોપી નિર્ધારિત સમયમર્યાદામાં આ રકમ ચુકવવામાં નિષ્ફળ રહેશે તો તેને વધુ 3 મહિનાની અતિરિક્ત સાદી કેદ ભોગવવી પડશે. જંત્રી મૂલ્ય અને વાસ્તવિક બજાર કિંમત અંગે કોર્ટનું મહત્વનું નિરીક્ષણ આ ચુકાદામાં કોર્ટે વ્યવહારિક મુદ્દા પર મહત્વપૂર્ણ આદેશાત્મક નિરીક્ષણ કર્યું હતું. કોર્ટે નોંધ્યું કે માત્ર સરકારી જંત્રી મૂલ્ય આધારિત વ્યવહારને જ પૂર્ણ કે અંતિમ માનવો કાયદાકીય રીતે યોગ્ય નથી. વર્તમાન સમયમાં ઘણીવાર મિલકતોનું જંત્રી મુજબનું મૂલ્ય બજાર કિંમત કરતાં નોંધપાત્ર રીતે ઓછું હોય છે, જેના કારણે મોટાભાગના નાણાકીય વ્યવહારો દસ્તાવેજી નોંધણી ઉપરાંત પણ રોકડ કે ચેક મારફતે થતા હોય છે. આ કેસમાં પણ જમીન-મિલકતના વ્યવહારમાં જંત્રી સિવાયની બાકી રકમ માટે ચેક આપવામાં આવ્યો હતો. અદાલતે ફરિયાદીના વકીલ કમલેશ એન.રાવલની આ તાર્કિક દલીલને સંપૂર્ણ રીતે મંજૂર રાખી હતી. આરોપીના બચાવ પક્ષની નિષ્ફળતા અને એડમિટેડ ફેક્ટ કેસની કાર્યવાહી દરમિયાન આરોપી પક્ષ દ્વારા પોતાના બચાવમાં કોઈ નક્કર કે મહત્વપૂર્ણ ખુલાસો રજૂ કરવામાં આવ્યો ન હતો. આરોપી દ્વારા ચેક ફરિયાદીને કયા સંજોગોમાં કે શા માટે હતો, તે અંગે કોઈ વાંધો કે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત, ચેક પરની સહી અંગે પણ આરોપીએ કોઈ શંકા કે વિરોધ દર્શાવ્યો ન હતો કે ચેક આપવાનો ઇનકાર કર્યો ન હતો. પરિણામે, અદાલતે આ તમામ બાબતોને કાયદાની દ્રષ્ટિએ 'સ્વીકૃત હકીકત' ગણી હતી. ફરિયાદીના પુરાવાઓને આરોપી સચોટ રીતે પડકારી શક્યો ન હોવાથી અદાલતે ફરિયાદી પક્ષના વકીલ કે.એન. રાવલની તમામ દલીલોને વિશ્વસનીય માની કેસ પૂર્ણપણે સાબિત થયેલો જાહેર કર્યો હતો. રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને નાણાકીય વ્યવહારો માટે માર્ગદર્શક ચુકાદો આ મહત્વપૂર્ણ ચુકાદો ભવિષ્યમાં ચેક બાઉન્સના કેસો તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે થતા નાણાકીય વ્યવહારો માટે એક મજબૂત માર્ગદર્શક બની રહેશે. સામાન્ય રીતે જમીન કે મિલકત ખરીદતી વખતે ખરીદનાર સૌપ્રથમ સરકારી જંત્રી મુજબની રકમ ચૂકવીને દસ્તાવેજ પોતાના નામે કરાવી લેતો હોય છે, અને ત્યારબાદ જંત્રી ઉપરાંતની બાકી રકમ ચૂકવવામાંથી ફરી જતો હોય છે, જેના કારણે વેચનારને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. કોર્ટના આ આકરા આદેશથી મિલકત વેચનારાઓના હિતોનું રક્ષણ થશે અને ચેક આપીને નાણાં ચૂકવવામાં બહાના કાઢનારા તત્વો માટે આ ચુકાદો એક લાલબત્તી સમાન સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    અદાણી પોર્ટ્સનો નફો 10% વધીને ₹3,650 કરોડ થયો:પ્રથમ ક્વાર્ટરમાં મહેસૂલ 19% વધ્યું; કંપનીને સ્થાનિક પોર્ટ્સના વ્યવસાયથી ફાયદો થયો
    Next Article
    માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી:મકરપુરા સેન્ટરથી EVM અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરાયું, કલેક્ટર અનિલ ધામેલિયાએ મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment