Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના આર્ટિસ્ટે પુસ્તકો તરફ વળવાનો સંદેશ આપતી 3D રંગોળી બનાવી:‘Beyond the Screen’માં QR કોડથી મળશે 20 પુસ્તકની યાદી

    11 hours ago

    જામનગરના આર્ટિસ્ટ રિદ્ધિ શેઠે ડિજિટલ સ્ક્રીનથી દૂર રહી પુસ્તકો વાંચવાનો સંદેશ આપતી 6x4 ફૂટની 3D રંગોળી બનાવી છે. ‘Beyond the Screen’ નામની આ રંગોળીનું અનાવરણ ITRA જામનગરનાં ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીએ કર્યું હતું. રંગોળીમાં સ્માર્ટફોનની ફ્રેમની અંદર બારી પાસે બેસીને પુસ્તક વાંચતો બાળક દેખાય છે. ખુલ્લું પુસ્તક મોબાઇલ સ્ક્રીનની બહાર 3D સ્વરૂપે ઊભરતું બતાવ્યું છે. આ માટે રિદ્ધિ શેઠે પોતાના 10 વર્ષના પુત્ર વ્યોમ જોષીનો રેફરન્સ લીધો હતો. વ્યોમે મોબાઇલ અને ટીવીથી દૂર રહી અત્યાર સુધીમાં 8,000થી વધુ પુસ્તકો વાંચ્યાં છે. રંગોળીમાં ચિરોડી રંગો સાથે કાર્યરત QR કોડ પણ બનાવાયો છે. તેને સ્કેન કરતાં વાંચવા માટે 10 પુસ્તકોની યાદી અને બાળકોનાં 10 પુસ્તકોની યાદી મળે છે. રિદ્ધિ શેઠ છેલ્લા દોઢ દાયકાથી જામનગરમાં અલગ-અલગ વિષયો પર રિયાલિસ્ટિક રંગોળી બનાવે છે. તેમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના ‘એક ઉત્તમ પુસ્તક સો સારા મિત્રો બરાબર છે’ વિચારથી પ્રેરાઈને આ રંગોળી બનાવી છે. ચિરોડી રંગોથી આ કલાકૃતિ તૈયાર કરવામાં 12થી 15 દિવસ લાગ્યા હતા. ​આ રંગોળી જામનગરની જનતા માટે ધનતેરસના દિવસથી વાલકેશ્વરી નગરી ખાતે આવેલા શ્રીપતિ એપાર્ટમેન્ટ (ચોથા માળે) નિહાળવા માટે ખુલ્લી મૂકવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનની અનોખી પહેલ:રંગોળી દ્વારા બાળલગ્ન અને બાળમજૂરી સામે જનજાગૃતિ ફેલાવી
    Next Article
    Ramayana Beats RRR Overseas Then Falls Rs 126 Cr Behind. Can Monday Flip The Script?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment