Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના વેપારી સાથે જમીન ખરીદીના નામે રૂ.3.99 કરોડની ઠગાઈ:બાનાખત કર્યા પછી પણ અન્ય વ્યક્તિને દસ્તાવેજ કરી આપ્યો, જમીન માલિક સહિત 4 સામે ફરિયાદ

    23 hours ago

    અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા આનંદ ઉપેન્દ્ર અમીન નામના વેપારી સાથે જમીન ખરીદીના નામે રૂ. 3,99,46,000 (અંદાજે ચાર કરોડ)ની મસમોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેથી વેપારીએ કડીના અગોલ સીમની જમીન સંદર્ભે લાડોલ પોલીસ મથકે જમીન માલિકો અને દલાલ સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વીઘે રૂ.80 લાખ લેખે સોદો નક્કી થયો મે 2023માં જમીન દલાલ જતીન પંચાલ અને રાજેશકુમાર નારાયણ પટેલે ફરિયાદી આનંદ અમીનનો સંપર્ક કર્યો હતો. તેમણે કડી તાલુકાના અગોલ સીમમાં આવેલી પટેલ ગણપત રણછોડની ખાતા નંબર 917ની બ્લોક સર્વે નંબર 540 અને 545 વાળી કુલ 11,235 ચોરસ મીટર (સાડા ચાર વીઘા આસપાસ) જૂની શરતની ખેતીની જમીન વેચવાની હોવાનું જણાવ્યું હતું. વીઘે રૂ.80 લાખ લેખે કુલ રૂ.3,77,96,400માં સોદો નક્કી થયો હતો અને છ મહિનામાં બાકીનું પેમેન્ટ ચૂકવી દસ્તાવેજ કરી આપવાનું ઠરાવાયું હતું. જમીનનો દસ્તાવેજ અન્ય વ્યક્તિના નામે કર્યો આ સોદા પેટે આનંદે 13 મે 2023ના રોજ રૂ. 21 લાખ ટોકન પેટે આપ્યા હતા. ત્યારબાદ 25 મે 2023ના રોજ બાનાખત કરતી વખતે બેન્ક ચેક મારફતે વધુ રૂ.28.50 લાખ આપ્યા હતા. આમ શરૂઆતમાં રૂ. 49.50 લાખની રકમ ચૂકવવામાં આવી હતી. જોકે, બાનાખત કર્યાના દોઢ મહિના પછી ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, ગણપત પટેલે આ જ જમીનનો દસ્તાવેજ 30 જૂન 2023ના રોજ અન્ય વ્યક્તિ ભગવતસિંહ ભાવસિંહજી ગોહિલના નામે કરી આપ્યો હતો. આ અંગે પૂછપરછ કરતા જમીન માલિકે આ દસ્તાવેજ રદ કરાવી આપવાની ખાતરી આપી હતી. બીજી તરફ ભગવતસિંહે જમીન પર સ્ટે મેળવતા કડી કોર્ટમાં દીવાની કેસ શરૂ થયો હતો. સમાધાન કરવાના બહાને વધુ નાણાંની માંગણી કરી ત્યારબાદ ગણપતના પુત્ર હરી પટેલે ભગવતસિંહ સાથે સમાધાન કરવાના બહાને વધુ નાણાંની માંગણી કરી હતી. ઓગસ્ટ 2023માં દલાલ રાજેશકુમાર પટેલ મારફતે રૂ. 45 લાખ રોકડા મેળવ્યા હતા, પરંતુ આ રકમ ભગવતસિંહને આપવામાં આવી નહોતી. ઓક્ટોબર 2023માં હરી પટેલ તથા તેમની માતા મધુબેન પટેલે જમીનમાં હયાતીમાં વારસદાર તરીકે નામ દાખલ કરાવ્યા હતા અને દસ્તાવેજ કરી આપવાની બાંહેધરી આપી માર્ચ 2024થી ઓગસ્ટ 2025 દરમિયાન બેન્ક ટ્રાન્સફર, ચેક અને રોકડ મારફતે સમયાંતરે લાખો રૂપિયા પડાવ્યા હતા. 1.91 કરોડ ચૂકવી કેસ પરત ખેંચાયો આ ઉપરાંત, કડી કોર્ટમાંથી કેસ પરત ખેંચવા માટે ભગવતસિંહને આપવાના થતા રૂ. 1,91,00,000 (એક કરોડ એકાણુ લાખ) પણ ફરિયાદી આનંદ અમીને ચૂકવી આપ્યા હતા, જેના આધારે કોર્ટમાંથી કેસ પરત ખેંચાયા હતા. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દસ્તાવેજ કરવા માટે કડી મામલતદાર કચેરી ખાતે જવાનું નક્કી થયું ત્યારે આરોપીઓએ અચાનક બીમારી અને લોહીની ઉલટીઓ થવાનું બહાનું કાઢી હાજર રહેવાનું ટાળ્યું હતું. આરોપીઓએ જમીનનો દસ્તાવેજ કરી આપવાના નામે ફરિયાદી પાસેથી રોકડા, ચેક અને બેન્ક ટ્રાન્સફર મારફતે કુલ રૂ. 3,99,46,000 મેળવી લીધા હતા અને આજદિન સુધી દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર કૌભાંડમાં જમીન માલિક ગણપત રણછોડ પટેલ, તેમના પુત્ર હરી પટેલ, મધુબેન ગણપત પટેલ અને જમીન દલાલ રાજેશકુમાર નારાયણ પટેલ સામે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    23 વર્ષ જૂનો હાઇપ્રોફાઇલ સુરત પ્રફુલ્લ સાડી ખંડણી કેસ:શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટી કોર્ટમાં હાજર, કાયમી મુક્તિ માટે કરી અરજી
    Next Article
    પંચમહાલ પોલીસે સેવા સંકલ્પ અભિયાન હેઠળ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:પોલીસ હેડક્વાર્ટર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ કર્યું શ્રમદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment