Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં સુરત સહિત 3,936 કરોડના બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી:ધોલેરામાં દેશનું પહેલું GaN આધારિત Micro-LED યુનિટ, 2,200થી વધુ યુવાનોને સીધી રોજગારી મળશે

    11 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાત માટે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. કુલ 3,936 કરોડના આ રોકાણથી રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ટેક્નોલોજીના ક્ષેત્રે ઐતિહાસિક વિકાસનો માર્ગ ખુલ્યો છે. ધોલેરામાં દેશનું પહેલું GaN આધારિત Micro-LED યુનિટ બનશે. આ પ્રોજેક્ટોથી અંદાજે 2,200થી વધુ કુશળ યુવાનોને સીધી રોજગારી મળશે, જ્યારે પરોક્ષ રીતે હજારો રોજગાર તકો સર્જાશે. જ્યારે ગુજરાતના Suchi Semicon પ્રા.લિ. દ્વારા સુરત ખાતે સેમિકન્ડક્ટર પેકેજિંગ અને ટેસ્ટિંગ (OSAT) યુનિટ સ્થાપવામાં આવશે. આ આધુનિક પ્લાન્ટમાં દર વર્ષે 100 કરોડથી વધુ ચિપ્સના પેકેજિંગ અને ટેસ્ટિંગ કરવાની ક્ષમતા રહેશે, જેમાં પાવર અને એનાલોગ સેમિકન્ડક્ટર ચિપ્સનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે ઉપયોગી આ ચિપ્સનું ઉત્પાદન “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને બળ આપશે તેમજ પ્રદેશમાં રોજગારના નવા અવસર ઊભા કરશે. આ યુનિટ રાજ્યને ગ્લોબલ સેમિકન્ડક્ટર મેપ પર મજબૂત સ્થાન આપશે કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી India Semiconductor Mission હેઠળ મંજૂર થયેલા આ પ્રોજેક્ટોમાંથી એક પ્રોજેક્ટ Crystal Matrix Limited દ્વારા ગુજરાતના ધોલેરા ખાતે સ્થાપિત કરવામાં આવશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)માં આવનારો આ યુનિટ રાજ્યને ગ્લોબલ સેમિકન્ડક્ટર મેપ પર મજબૂત સ્થાન અપાવશે. ધોલેરામાં દેશનું પહેલું GaN આધારિત Micro-LED યુનિટ આ પ્રોજેક્ટ અંતર્ગત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, એસેમ્બલી અને ટેસ્ટિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ખાસ કરીને ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) આધારિત મિની અને માઇક્રો-એલઇડી ડિસ્પ્લે મોડ્યુલોનું ઉત્પાદન કરવામાં આવશે, જે ભારત માટે પ્રથમ વ્યાવસાયિક પહેલ ગણાશે. GaN ટેક્નોલોજી વધુ કાર્યક્ષમ, ઊંચી બ્રાઇટનેસ અને ઓછી ઉર્જા વપરાશ માટે જાણીતી છે, જેના કારણે તે ભવિષ્યની ડિસ્પ્લે ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દર વર્ષે 72,000 ચોમી જેટલા અદ્યતન ડિસ્પ્લે પેનલનું ઉત્પાદન ઉત્પાદન ક્ષમતા અંગે વાત કરીએ તો, આ યુનિટ દર વર્ષે આશરે 72,000 ચોરસ મીટર જેટલા અદ્યતન ડિસ્પ્લે પેનલનું ઉત્પાદન કરશે. સાથે જ 24,000 સેટ GaN એપિટેક્સી વેફર્સ પણ તૈયાર કરવામાં આવશે. આ ઉત્પાદનોનો ઉપયોગ ટેલિવિઝન, સ્માર્ટફોન, ઓટોમોબાઇલ ડિસ્પ્લે, ડિજિટલ સાઇનેજ ઉપરાંત એક્સ્ટેન્ડેડ રિયાલિટી (XR), ઓગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને સ્માર્ટ વેરેબલ્સ જેવા નવા યુગના ઉપકરણોમાં થશે. ધોલેરા SIRમાં વિકસતી સુવિધાઓને આ પ્રોજેક્ટથી વધુ વેગ મળશે વિશેષજ્ઞોના મત મુજબ, આ પ્રોજેક્ટ ભારતને ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે અને દેશને “આત્મનિર્ભર ભારત” અભિયાન તરફ આગળ ધપાવશે. સાથે જ ગુજરાતમાં પહેલેથી જ ઉભી થઈ રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ જેમ કે ધોલેરા SIRમાં વિકસતી સુવિધાઓને આ પ્રોજેક્ટથી વધુ વેગ મળશે. ગુજરાત બનશે હાઈ-ટેક હબ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ નહીં પરંતુ હાઈ-ટેક ઇનોવેશન સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. આ નિર્ણયથી વૈશ્વિક રોકાણકારોમાં પણ વિશ્વાસ વધશે અને આગામી સમયમાં વધુ મોટી ટેક કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાય તેવી શક્યતા છે. આ પણ વાંચો સાણંદમાં મોદીએ દેશની પહેલી ચિપ લોન્ચ કરી ગુજરાત હવે સેમિકન્ડકટરનું હબ બનવા આગળ વધ્યું છે. 2 મહિના પહેલાં સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP(એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસેલિટીનું PM મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો અને દેશની પહેલી ચિપ લોન્ચ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: પહેલી Made In India ચિપ ગુજરાતથી આવશે, સાણંદમાં શરૂ થયું દેશનું પહેલું OSAT યુનિટ આ પણ વાંચો: ગુજરાતને સેમિકંડક્ટરના ચોથા પ્લાન્ટની ભેટ:સાણંદમાં કેયન્સ સેમિકોનના 3300 કરોડના પ્લાન્ટને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી આ પણ વાંચો: દહેજ બન્યું ગેમચેન્જર, સેમિકન્ડક્ટરની ચાર કંપની આવી, હજી ઘણી લાઈનમાં ગુજરાતને સેમિકંડક્ટરના ચોથા પ્લાન્ટની ભેટ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્ડિયા સેમિકંડક્ટર મિશન અંતર્ગત સાણંદમાં વધુ એક સેમિકંડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે. આ પ્લાન્ટ કેયન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 3300 કરોડના સૂચિત રોકાણ સાથે સ્થપાશે. રોજની 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થવાની ક્ષમતા સાથેનો આ પ્લાન્ટ બનશે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 'દસ પ્લાન્ટમાંથી ચારનું ઉદ્ઘાટન 2026માં જ થશે', ગાંધીનગર સેમિકનેક્ટ કૉન્ફરન્સમાં અશ્વિની વૈષ્ણવ 3 જાન્યુઆરી, 2026ના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ 2026 દરમિયાન કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારની સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ 2026-2031નું અનાવરણ કર્યું હતું. જેમાં કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સાણંદના પ્લાન્ટ બાદ વધુ 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ચિપનું ઉત્પાદન શરૂ થશે, દસ પ્લાન્ટમાંથી એકનું ઉદ્ઘાટન થઈ ગયું છે જ્યારે વધુ ત્રણ પ્લાન્ટમાં પણ 2026માં જ ઉદ્ઘાટન થશે. એટલે કે દસ પ્લાન્ટમાંથી ચારનું ઉદ્ઘાટન 2026માં જ થશે.(વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ચોટીલા સબ ડિવિઝનમાં પાણી સમિતિની બેઠક યોજાઈ:28 માંથી હવે માત્ર 2 ગામોમાં ટેન્કરની જરૂર પડશે
    Next Article
    Hantavirus Outbreak Kills 3 In Atlantic Cruise Ship : What We Know So Far

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment